યુવતીની હત્યા, 5 ટુકડામાં મળ્યો મૃતદેહ:UPમાં કૂવામાંથી મળ્યા બોડી પાર્ટ્સ, માથું ગાયબ; બળાત્કારની આશંકા

3 મહિનો પહેલા

UPના આઝમગઢમાં દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડ જેવો જ એક હત્યાનો કેસ સામે આવ્યો છે. અહીં કૂવામાં 22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહને 5 ટુકડામાં કાપીને ફેંકવામાં આવ્યો છે. રેપ કરી યુવતીની હત્યા થઈ હોવાની આશંકા વર્તાઈ રહી છે.

છોકરીની ઓળખ થઈ શકી નથી
આ મામલો આઝમગઢના અહીરૌલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પશ્ચિમ પટ્ટી ગામની ગૌરી કા પુરાનો છે. અહીં રસ્તાની બાજુમાં એક કૂવો છે. મંગળવારે કૂવામાંથી દુર્ગંધ આવતાં લોકોએ અંદર જોયું તો મૃતદેહ મળ્યો. પોલીસને સૂચના મળતાં કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મૃતદેહની ઓળખ થઈ શકી નથી.

એસપી અનુરાગ આર્ય ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી.
એસપી અનુરાગ આર્ય ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી.

હાથ-પગ અલગ-અલગ મળ્યા, માથું મળ્યું નહીં
કૂવામાંથી કાઢવામાં આવેલો મૃતદેહ પાંચ ટુકડામાં મળ્યો. યુવતીના હાથ-પગ કાપીને અલગ-અલગ કરવામાં આવ્યા છે. માથું હજુ સુધી મળ્યું નથી. એક હાથમાં કડું અને બીજા હાથમાં ઘડિયાળ પહેરેલી છે. યુવતીના રેપની આશંકા વર્તાઈ રહી છે.

આઝમગઢ જિલ્લામાં એક કૂવામાંથી મૃતદેહ મળ્યા બાદ સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ હતી.
આઝમગઢ જિલ્લામાં એક કૂવામાંથી મૃતદેહ મળ્યા બાદ સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ હતી.

મૃતદેહને બીજે ક્યાંકથી લાવી ફેંકવામાં આવ્યો હતો
પોલીસે ઘટનાસ્થળે ડોગ-સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને બોલાવી. મૃતદેહ 2 દિવસ જૂનો જણાઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે યુવતીને બીજે ક્યાંય મારીને અહીં ફેંકવામાં આવી છે. એસપી અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે ટીમે પુરાવા એકત્ર કર્યા છે. તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

પોલીસે તેમની પૂછપરછ કરીને તેમની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહોતી.
પોલીસે તેમની પૂછપરછ કરીને તેમની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહોતી.

કૂવો ખાલી કરવામાં આવ્યો
ટુકડામાં મૃતદેહ મળતાં કૂવાનું પાણી સંક્રમિત થયાનું જોખમ છે. આવામાં પંપ લગાવી ગ્રામજનો દ્વારા પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. પોલીસ આજુબાજુનાં ગામમાં ખોવાયેલી વ્યક્તિની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...