બેંગલુરુમાં એક 47 વર્ષીય બિઝનેસમેને ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. તેણે સિસાઇડ નોટમાં ભાજપા વિધાયક સહિત 6 લોકો પર માનસિક રૂપે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ અધિકારીઓએ મામલો નોંધી લીધો છે અને આગળની કારવાઇ કરવામાં આવી રહી છે.
પોલીસે બતાવ્યું કે 47 વર્ષીય એસ પ્રદીપ રવિવારે નેતિગેરે ગામમાં પોતાની કારમાં મૃતક મળ્યા હતા. તેમણે પોતાને કાનપટ્ટી પર લોળી મારી લીધી હતી. તપાસ કરતાં ગાડીમાંથી સુસાઇટ નોટ મળી, જેમાં તેમણે ભાજપા વિધાયક અરવિંદ લિંબાવલી સમેત 6 લોકોનાં નામ લખ્યાં છે અને તેમને આ કદમ માટે જવાબદાર ઠેરવ્યા છે.
એક ક્બલમાં કર્યા હતું 1.2 કરોડનું રોકાણ
પોલીસે બતાવ્યું કે સુસાઇડ નોટમાં લખ્યું છે કે પ્રદીપે ગોપી અને સોમૈયાના કહેવા પર 2018માં બેંગલુરુની એક ક્લબમાં 1.2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમને ક્લબ માટે કામ કરવાના પગાર સહિત દર મહિને 3 લાખ રૂપિયા પાછા આપવાનો વાયદો કર્યો હતો. ગોપી અને સોમૈયાએ કેટલાય મહિનાઓ સુધી પ્રદીપને પૈસા પાછા ન આપ્યા અને પછી પૈસા પાછા આપવા માટે ના પાડી દીધી.
પ્રદીપે ભરપાઇ માટે પોતાનું ઘર વેચ્યું
સુસાઇડ નોટમાં બતાવવામાં આવ્યું કે પ્રદીપે વ્યાજ ચૂકવવા માટે કોટલીય લોન લેવી પડી અને તેને ભરપાઇ કરવા માટે પોતાનું ઘર અને ખેતર પણ વેચવું પડ્યું. કેટલીયે આજીજી કરવા છતાં તે લોકોએ પ્રદીપના રૂપિયા પાછા ન આપ્યા. પ્રદીપ આ મુદ્દાને ભાજપા વિધાયક અરવિંદ લિંબાવલીની પાસે લઇ ગયા. વિધાયકે પ્રદીપના પૈસા પાછા આપવા માટે બંને લોકોને વાત કરી, પરંતુ તેમણે કહ્યું કે તેઓ માત્ર 90 લાખ રૂપિયા પાછા આપશે.
માનસિક ત્રાસ આપવાના લગાવ્યો આરોપ
સુસાઇડ નોટમાં એક ડોક્ટર જયરામ રેડ્ડી પર પ્રદીપના ભાઇની સંપત્તિની વિરુદ્ધ સિવિલ કેસ દાખલ કરવા અને પ્રદીપને માનસિક રીતે પ્રતાડિત કરવા અને પરેશાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. નોટની આખરમાં છ લોકોનાં નામ બતાવવામાં આવ્યાં છે, જેમણે પીડિતને આટલું મોટું કદમ ઉઠાવવા માટે મજબૂર કર્યા છે. આમાં ભાજપા વિધાયક અરવિંદ લિંબાવલીનું નામ છે, તેના પર પ્રદીપના પૈસા પાછા ન આપનારા લોકોનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.