• Gujarati News
  • National
  • Bodies Wrapped In Blankets And Secretly Brought To The Bus In Chhatarpur ... Later Forced To Walk

શરમજનક... 5 કિમી સુધી ઊંચકીને લઈ જવો પડ્યો દીકરીનો મૃતદેહ:છતરપુરમાં ધાબળામાં લપેટીને ચોરી-છૂપીથી બસમાં લાવ્યા લાશ... બાદમાં પગપાળા ચાલવા મજબૂર

છતરપુર20 દિવસ પહેલા

મધ્યપ્રદેશના છતરપુરમાં રૂંવાડાં ઊભાં કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 4 વર્ષની દીકરીનું મોત ગરીબીના કુંડાળામાં ફસાઈ ગઈ. જિલ્લા હોસ્પિટલના લોકોએ શબવાહિની આપવાનો ઈનકાર કરી દીધો, તો દાદા-દાદીએ મજબૂરીમાં તે માસૂમનો મૃતદેહ ધાબળામાં લપેટીને ચોરી-છૂપીથી બક્સવાહા લઈ જવો પડ્યો, પરંતુ ત્યાંથી 5 કિલોમીટર દૂર પૌડી ગામ જવા માટે કોઈએ મદદ ન કરી. મજબૂર પિતા, કાકા અને દાદા વારાફરતી વારા બાળકીનો મૃતદેહ 5 કિલોમીટર સુધી ઊંચકીને પગપાળા લઈ ગયા. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો. વીડિયો સામે આવ્યા બાદ આ ઘટનાએ તુલ પકડ્યું છે.

દમોહ હોસ્પિટલમાં 3 દિવસ પહેલાં માસૂમ રાધા (4)નું મોત નીપજ્યું, જે બાદ તેના મૃતદેહને પણ ઠોકર જ ખાવી પડી. જિલ્લા હોસ્પિટલ મેનેજમેન્ટે શબવાહિની આપવાનો ઈનકાર કરી દીધો. બક્સવાહા નગર પંચાયતમાં અરજી કરવા પહોંચેલા પરિવારના લોકોનું એક ન સાંભળ્યું. એક વીડિયો સામે આવ્યો તો SDMએ માનવતા દેખાડી અને એક મૃતદેહ વાહન મોકલ્યું, પરંતુ ત્યાં સુધીમાં પરિવારના લોકો માસૂમનો મૃતદેહ લઈને ગામની નજીક પહોંચી ગયા હતા. અંતે, થોડાં પગલાંના અંતર જ માસૂમ અને તેમના પરિવારના લોકોને શબવાહિનીમાં બેસાડીને તેમના ઘર સુધી છોડી ગયા.

દાદા-દાદી બસમાં ધાબળો લપેટીને પૌત્રીનો મૃતદેહ લઈને છતરપુર પહોંચ્યાં.
દાદા-દાદી બસમાં ધાબળો લપેટીને પૌત્રીનો મૃતદેહ લઈને છતરપુર પહોંચ્યાં.

આ છે આખો ઘટનાક્રમ
4 વર્ષની માસૂમ રાધાના પિતા લક્ષ્મણ પોતાની બીમાર માસૂમને લઈને બક્સવાહામાં કોઈ નકલી ડોકટર પાસે ગયા હતા. પ્રાથમિક ઉપચાર પછી તેને દમોહના એક ખાનગી ડોકટરના નામની ચિઠ્ઠી લખી અને પરિવારના લોકોને દમોહ મોકલી દીધા. પરિવારના લોકો તે ડોકટરને ત્યાં પહોંચ્યા, પરંતુ તેને સારવાર કરવાનો ઈનકાર કરી દીધો. એ બાદ પરિવારના લોકો માસૂમને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. તપાસ પછી ડોકટરે તેને મૃત જાહેર કરી દીધી. સંદિગ્ધ મોતના કારણે ડોકટરે કહ્યું કે બાળકીનું પોસ્ટમોર્ટમ થશે. ગભરાયેલા પરિવારના લોકો માસૂમને લઈને હોસ્પિટલની બહાર આવી ગયા. તેમને શબવાહિની માગી, જે ન મળી. દાદા-દાદી માસૂમનો મૃતદેહ લઈને હોસ્પટિલની સામે માનસ ભવન પરિસર પહોંચી ગયા.

બળબળતા તાપમાં મૃત પૌત્રીને ધાબળામાં લપેટીને ગામડે લઈ જતા દાદા.
બળબળતા તાપમાં મૃત પૌત્રીને ધાબળામાં લપેટીને ગામડે લઈ જતા દાદા.

દાદીએ જણાવ્યું હતું કે પૌત્રીનું મોત થઈ ગયું છે. ડોકટર પોસ્ટમોર્ટમ કરાવવા માગતા હતા, તેથી તેઓ બહાર આવી ગયા. થોડીવારમાં માસૂમના પિતા પણ આવી ગયા. તેમની પાસે પૈસા ન હતા. લોકોના કહેવા પર તેમને માસૂમના મૃતદેહને ધાબળામાં લપેટી લીધો. બસમાં સવાર થઈ બક્સવાહા પહોંચી ગયા, પરંતુ તેમને ત્યાં પણ મદદ ન મળી. પરિવારના લોકોએ ખભા બદલી બદલીને માસૂમના મૃતદેહને પગપાળા જ ગામડે લઈ આવ્યા.

બાળકીના કાકા અને દાદા વારાફરતી વારા ખભા પર ઊંચકીને બાળકીના મૃતદેહને ગામડે લાવ્યા.
બાળકીના કાકા અને દાદા વારાફરતી વારા ખભા પર ઊંચકીને બાળકીના મૃતદેહને ગામડે લાવ્યા.

તો SDM રાહુલ સિલાડિયાનું કહેવું છે કે આ ઘટનાની નોંધ લેવામાં આવી છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે જવાબદાર અધિકારીઓને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે, સાથે જ મામલામાં દોષી કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...