તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Board Exam From May 4; The 10th Standard Examination Will Be Completed On June 7 And The 12th Standard Examination Will Be Completed On June 11

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSEની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર:બોર્ડ પરીક્ષા 4 મેથી; 10માં ધોરણની પરીક્ષા 7 જૂન અને 12માં ધોરણની પરીક્ષા 11 જૂને પૂર્ણ થશે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
CBSEની 10માં અને 12માંની બોર્ડ પરીક્ષા કોરોનાને કારણે આ વખતે લગભગ બે મહિના મોડી યોજાઈ રહી છે. એવામાં સ્ટૂડન્ટ્સને તૈયારી માટે એક્સ્ટ્રા ટાઈમ મળી ગયો છે. - Divya Bhaskar
CBSEની 10માં અને 12માંની બોર્ડ પરીક્ષા કોરોનાને કારણે આ વખતે લગભગ બે મહિના મોડી યોજાઈ રહી છે. એવામાં સ્ટૂડન્ટ્સને તૈયારી માટે એક્સ્ટ્રા ટાઈમ મળી ગયો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ માટે મંગળવારે ડેટ શીટ જાહેર કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી. ડેટ શીટ મુજબ 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ 4 મેથી શરૂ થશે. 10માંની પરીક્ષા 7 જૂન સુધી જ્યારે 12માંની પરીક્ષા 11 જૂન સુધી ચાલશે.

પરીક્ષામાં અઢી મહિનાનો વિલંબ થયો
CBSEની પરીક્ષા આ વખતે અઢી મહિના મોડી શરૂ થશે. ગત વર્ષ 15 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ ગઈ હતી. આ વખતે 30 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. બન્ને ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષા 1 માર્ચના રોજ શરૂ થશે. રિઝલ્ટ 15 જુલાઈ સુધીમાં જાહેર કરાશે. શિક્ષણ મંત્રીએ 31 ડિસેમ્બરના રોજ લાઈવ વેબિનારમાં CBSEની ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખની જાહેરાત કરી હતી. તેનો સંપૂર્ણ કાર્યક્રમ હવે જાહેર થયો છે.

ઓફિશિયલ વેબસાઈટ પર આ રીતે ડાઉનલોડ કરો ડેટશીટ

 • સૌપ્રથમ ઓફિશિયલ વેબલસાઈ cbse.gov.in પર જાઓ.
 • અહીં અપડેટ સ્કેશનની અંદર ડેટશીટની લિંક પર ક્લિક કરો.
 • પોતાનો ક્લાસ સિલેક્ટ કરો.
 • ત્યાર પછી ડેટશીટની PDF ફાઈલ ડાઉનલોડ કરી શકશો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો