તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Blue Tick Removed From Venkaiah Naidu's Personal Twitter Handle, Restored In Counting Time; The Accounts Of Many Union Leaders Are Still Unverified

ટ્વિટરના તેવર ઢીલા પડ્યા:ભારતના ઉપરાષ્ટ્રપતિનું ટ્વિટર અનવેરિફાઈ કરતા ભારતે માત્ર અલ્ટીમેટમ આપ્યું, નાઈજીરિયાએ પગલા લઈ પ્રતિબંધ જ મૂકી દીધો

8 દિવસ પહેલા
  • વિવાદ વધતાં ભાગવત સહિત RSSના અન્ય નેતાઓના એકાઉન્ટ રિસ્ટોર કર્યા
  • નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુખારીના એક ટ્વીટને નિયમો વિરુદ્ધ જણાવીને ટ્વિટરે ડિલિટ કરી દીધું

કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. સરકારના નવા નિયમો વચ્ચે ટ્વિટરના અનેક નેતાઓના એકાઉન્ટમાંથી બ્લૂ ટિકને હટાવવાનો મુદ્દો વિવાદ બની ગયો છે. પહેલાં દેશનાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટાવ્યું અને બાદમાં RSS પ્રમુખ મોહન ભાગવતના એકાઉન્ટ વિરૂદ્ધ પણ એકશન લેવામાં આવ્યા. પરંતુ હવે ટ્વિટરના તેવર ઢીલા પડ્યા છે અને ઉપરાષ્ટ્રપતિ બાદ મોહન ભાગવત સહિત RSSના અન્ય નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટિકને રિસ્ટોર કર્યા છે.

નાઈજીરિયામાં હોબાળો
ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ટ્વિટરની સ્વઘોષિત નીતિઓ વિરુદ્ધ ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ભારતમાં ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અકાઉન્ટને અનવેરિફાય કર્યા પછી યુટર્ન મારીને ફરી બ્લુ ટિક આપનાર ટ્વિટર પર નાઈજીરિયામાં પણ ભારે હોબાળો મચી જવા પામ્યો છે. નાઇજીરિયાએ પોતાના દેશમાં અનિશ્ચિતકાળ સુધી ટ્વિટરના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો છે. તો બીજી બાજુ, ભારત સરકારે પણ ટ્વિટરને અલ્ટિમેટમ આપી દીધું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ટ્વિટરે છેલ્લા કેટલાક દિવસો પહેલાં નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુખારીના એક ટ્વીટને પોતાના સ્વઘોષિત નિયમો વિરુદ્ધ જણાવીને ડિલિટ કરી દીધું હતું.

નાઈજીરિયાના રાષ્ટ્રપતિના ટ્વીટને ડિલિટ કરવાનો કેસ
કેટલાક દિવસો પહેલાં નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં ગૃહયુદ્ધનો ઉલ્લેખ કરવાની સાથે પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. પૂર્વ આર્મી જનરલ રહેલા બુહારીના નિવેદનમાં દક્ષિણ-પૂર્વમાં ભડકેલી હિંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અહીં પોલીસ અને ચૂંટણી અધિકારીઓ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આશરે 50 વર્ષ પહેલાં 30 મહિના સુધી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા.

મોહમ્મદ બુહારીએ લખ્યું હતું કે 'જે આજે ખરાબ વર્તન કરી રહ્યું છે એવા લોકોને એની જ ભાષામાં જવાબ આપવો જોઇએ, જેમાં તેમને સમજ પડે છે.'

આ ટ્વીટને 1 જૂનના રોજ ટ્વિટર ગાઈડલાઈનનું પાલન ના કરવાના કેસમાં ડિલિટ કરી દીધું હતું. આ તમામ ઘટાનાક્રમ પછી સરકાર અને ટ્વિટર વચ્ચે તણાવ સર્જાયો હતો.

નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીની ફાઈલ તસવીર.
નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બુહારીની ફાઈલ તસવીર.

કૉર્પોરેટ અસ્તિત્વને જોખમ પહોંચાડવાનો દાવો
નાઈજીરિયાઈ સરકારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ટ્વિટરનો ઉપયોગ તેમના દેશમાં કૉર્પોરેટ અસ્તિત્વને જોખમ પહોંચાડવા માટે કરાઈ રહ્યો છે. જોકે સરકારી નિવેદનમાં ક્યાંય પણ રાષ્ટ્રપતિના ટ્વિટને ડિલિટ કરાયું હોય એ વાતનો ઉલ્લેખ કરાયો નથી. વળી, ટ્વિટરે આ જાહેરાતને ચિંતાજનક જણાવી હતી. નાઈજીરિયા સરકારે દાવો કર્યો હતો કે ટ્વિટર દ્વિમુખી માપદંડોનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે આમાં એ નથી જણાવાયું કે કેમ ટ્વિટરના કારણે નાઈજીરિયાના કૉર્પોરેટ પ્રભાવિત થઈ રહ્યા છે.

ભારત સરકારે ટ્વિટરને અલ્ટિમેટમ આપ્યું
નવા IT નિયમો અંતર્ગત સરકારે ટ્વિટરને અલ્ટિમેટમ આપીને અંતિમ નોટિસ જાહેર કરી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીએ ટ્વિટરને લખ્યું હતું કે 28 મે અને 2 જૂનના રોજ પ્રાપ્ત થયેલા તમારા જવાબથી નિરાશા પ્રાપ્ત થઈ છે, કારણ કે તમને જે પૂછવામાં આવ્યું હતું એ અંગે તો ન તો તમે સ્થિતિ સ્પષ્ટ કરી હતી અને ના તો તમે નવા નિયમો સંપૂર્ણપણે લાગુ કર્યા હતા.

સરકારે ટ્વિટરને કહ્યું હતું કે તમને અંતિમ તક આપી રહ્યા છીએ, નહીં તો જે છૂટછાટ આપવામાં આવી છે એને નાબૂદ કરવામાં આવશે અને એના જવાબદાર પણ તમે હશો. સરકારે કહ્યું હતું કે ટ્વિટરે અત્યારસુધી ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર અંગે પણ નહોતું જણાવ્યું. જે નોડલ કોન્ટેક્ટ પર્સન નોમિનેટ કર્યા છે, તે ભારતમાં ટ્વિટરનો કર્મચારી નથી. એની સાથે જે ઓફિસનું સરનામું આપવામાં આવ્યું છે એ પણ એક લૉ ફર્મનું હતું.

ટ્વિટર પર આભ ફાટવાનાં એંધાણ
આની પહેલાં ટ્વિટરની વધુ એક કાર્યવાહીએ કેન્દ્ર સરકારને ગુસ્સે કરી હતી. શનિવારની સવારે સમાચાર સામે આવ્યા હતા કે ટ્વિટરે ભારતના ઉપ-રાષ્ટ્રપિત એમ. વેંકૈયા નાયડુ અને સંઘના ઘણા નેતાઓનાં અંગત ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દેવામાં આવી હતી. જોકે વિવાદ વકરતાં ટ્વિટરે ગણતરીના સમયગાળામાં નાયડુના અકાઉન્ટને ફરીથી વેરિફાય કરી દીધું હતું. એની સાથે ટ્વિટરે હવે RSSના પ્રમુખ પર નિશાન સાધ્યું છે. તેમણે મોહન ભાગવતના ટ્વિટર અકાઉન્ટથી પણ બ્લુ ટિક હટાવી દીધું છે.

ઉપ-રાષ્ટ્રપતિના કાર્યાલયના ઓફિશિયલ હેન્ડલ પર પહેલેથી જ ટિક લગાડવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નાયડુનું અકાઉન્ટ ગત મહિને એક્ટિવ નહોતું, જે કારણોસર હેન્ડલને અનવેરિફાય કરાયું હતું.

RSSના સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત ઘણા નેતાઓનાં અકાઉન્ટ અનવેરિફાય
વેંકૈયા નાયડુની સાથે બ્લુ ટિકની સ્ટોર-રિસ્ટોર ગેમ પછી હવે ટ્વિટરે RSSના પ્રમુખ પર નિશાન સાધ્યું છે. મોહન ભાગવતના ટ્વિટર અકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવવા પાછળ પણ એક કારણનું તારણ કાઢવામાં આવી રહ્યું છે, જેમાં મોહન ભાગવતનું ટ્વિટર અકાઉન્ટ મે 2019માં બન્યું હતું, પરંતુ હજુ તેમના ટ્વિટર પર એકપણ ટ્વીટ દેખાતું નથી.

મોહન ભાગવતની પહેલા ટ્વિટરે RSSના ઘણા નેતાઓનાં ટ્વિટર અકાઉન્ટને પણ અનવેરિફાય કર્યા હતા, જેમાં અરુણ કુમાર, ભૈયાજી જોશી અને સુરેશ જાની જેવાં દિગ્ગજ નામ પણ સામેલ છે. જોકે સંઘપ્રમુખ અને અન્યનાં અકાઉન્ટ પણ ફરીથી વેરિફાય થયાં હોય એમ શો કરાઈ રહ્યું છે. આ દરમિયાન ભાજપ મુંબઈના પ્રવક્તા સુરેશ નખુઆએ ટ્વિટરની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ ભારતના સંવિધાન પર હુમલો છે.

છેલ્લા 11 મહિનાથી એકપણ ટ્વીટ નહોતું
ઉપ-રાષ્ટ્રપતિના અકાઉન્ટને 11 લાખ લોકો ફોલો કરે છે. તેમના ટ્વિટર અકાઉન્ટથી ગત 11 મહિનાથી એકપણ ટ્વીટ નહોતું થયું. આ અકાઉન્ટથી 23 જુલાઈ 2020ના રોજ અંતિમ વેળા ટ્વીટ કરાયું હતું.

મંત્રાલય ટ્વિટરથી નારાજ
આઇટી મંત્રાલય ટ્વિટરની એકપક્ષી કાર્યવાહીથી નારાજ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયનું માનવું છે કે દેશની નંબર -2 ઓથોરિટીની વ્યક્તિ સાથે આવી કાર્યવાહી કરી શકાતી નથી. આની પાછળ ટ્વિટરનો આશય ખોટો છે. આ મામલે ટ્વિટરની દલીલ પણ સાવ ખોટી છે.

બ્લુ ટિક શું હોય છે?
ટ્વિટર અનુસાર, બ્લુ વેરિફાઇ્ડ બેડ્જ (બ્લુ ટિક)નો અર્થ એ છે કે અકાઉન્ટ લોકોના હિતમાં અને વાસ્તવિક છે. આ નિશાની મેળવવા માટે સક્રિય ટ્વિટર અકાઉન્ટ હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હાલમાં ટ્વિટર સરકારી કંપનીઓ, બ્રાન્ડ્સ અને નફાકારક સંસ્થાઓ, સમાચાર સંસ્થાઓ અને પત્રકારો, મનોરંજન, રમતો અને ઇ-રમતો, કાર્યકરો, આયોજકો અને અન્ય પ્રભાવકોનાં વિશિષ્ટ અકાઉન્ટ્સની ચકાસણી કરે છે.

ટ્વિટર કેવી સ્થિતિમાં બ્લુ ટિક હટાવ્યું છે
ટ્વિટરની શરતો અનુસાર, જો કોઈ પોતાના હેન્ડલનું નામ બદલે અથવા અકાઉન્ટનો ઉપયોગ નથી કરતો, જેના આધારે વેરિફાય કરાયું હતું. આવી પરિસ્થિતિમાં બ્લુ ટિકને હટાવવામાં આવે છે.

નવા IT નિયમો અંતર્ગત વિવાદો યથાવત
અત્યારે ભારત સરકારની નવી ગાઈડલાઇન્સને કારણે ટ્વિટર અને સરકાર વચ્ચે થોડો ઘર્ષણ જોવા મળ્યો છે. નવી ગાઈડલાઈન્સને અત્યારસુધી ટ્વિટરે સ્વીકારી નથી. વળી, કેટલાક દિવસો પહેલાં કથિત ટૂલકિટ કેસમાં દિલ્હી પોલીસે ટ્વિટર ઈન્ડિયાની દિલ્હી અને ગુરુગ્રામની ઓફિસમાં રેડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...