બાગપત:એક પ્લેટ ચાટ માટે મારામારી, ગ્રાહકને બોલાવી લેતાં દુકાનદારો વચ્ચે લાકડીઓ ઉલળી

8 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક પ્લેટ ચાટ માટે ભરી બજારે મારામારી થઈ હતી. અહીં એક ચાટવાળાએ બીજા ચાટવાળા ગ્રાહકને પોતાની પાસે બોલાવી લીધો હતો. આ પછી પહેલાં ઉગ્રબોલાચાલી થઈ અને પછી જોતજોતામાં લાકડીથી એકબીજાને મારવા લાગ્યા હતાં. જેનો વીડિયો સ્થળ પર હાજર એક યુવકે તેના મોબાઈલમાં બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. આ પછી પોલીસ ઘટના સ્થળે આવી અને મારામારી કરતાં 8 લોકોની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...