બિહારમાં આવેલા બગહામાં મોબાઈલ માટે એક કિશોરે પોતાના કિશોર મિત્રનું ગળું કાપી નાખ્યું. ગળું કપાયા બાદ સગીરે હાથેથી પોતાનું લોહીથી લથબથ ગળું દબાવ્યું અને એક કિલોમીટર સુધી દોડીને પોતાના ઘરે પહોંચ્યો. ગળામાંથી નીકળતું લોહી જોઈને તેના પરિવારના લોકોના પણ હોશ ઊડી ગયા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો, જ્યાં તેને બેડ અને હાથ પર હત્યારાનું નામ લખ્યું. સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું. કિશોરની હત્યા કરનાર પણ કિશોર વયનો તેનો મિત્ર જ નીકળ્યો.
ઘટના ગુરુવાર રાત બગહાના નરઇપુર વિસ્તારની છે. અહીં વોર્ડ-12ના નિવાસી હબીબ અંસારીના 14 વર્ષના પુત્ર સાહિલ અંસારી અને બાજુમાં રહેતા 15 વર્ષના કિશોર વચ્ચે મિત્રતા હતી. પરિવારના જણાવ્યા મુજબ, સાહિલનો આ મિત્ર ગુરુવારે લગભગ 7 વાગ્યે ઘરે આવ્યો હતો. મોબાઈલ વેચવા માટે તે સાહિલને સાથે લઈ ગયો. શહેરથી 1 કિલોમીટર દૂર નદી કિનારે લઈને જઈને ગળું કાપી નાખ્યું અને તે મરી ગયો છે એમ સમજીને ત્યાંથી ભાગી ગયો.
ગળું કપાયા બાદ 1 કિલોમીટર દોડીને પોતાના ઘરે પહોંચ્યો
ઘટના પછી સાહિલ દોડતાં દોડતાં 1 કિલોમીટર દૂર પોતાના ઘરે પહોંચ્યો. ગળું કપાઈ ગયું હોવાને કારણે તે કંઈ બોલી શકતો ન હતો. પરિવારે સાહિલને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. જ્યાં તેને હાથ અને બેડ પર હત્યારા મિત્રનું નામ લખ્યું.
સાહિલની ગંભીર સ્થિતિને જોતાં હોસ્પિટલના ડોકટરે તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ જીએમસીએચ બેતિયા માટે રિફર કર્યો. ત્યાં પણ તેની હાલત જોતાં બીજા ડોકટરને રિફર કર્યો, ત્યારે ત્યાં લઈ જતાં તેનું રસ્તામાં જ મોત થઈ ગયું. જોકે મોત પહેલાં સાહિલે એક કાગળ પર તે હત્યારા મિત્રનું નામ લખ્યું, જેને તેનું નદીના કાંઠે ચાકુથી ગળું કાપ્યું હતું.
પૂરાં કપડાં પહેરીને ગયો હતો, અંડરવિયર અને બનિયાનમાં પાછો ફર્યો
સાહિલ ઘરેથી પૂરાં કપડાં પહેરીને રેન્જર સાઇકલ લઈને નીકળ્યો હતો, પરંતુ જ્યારે તે ભાગતાં ભાગતાં ઘરે આવ્યો તો તેના શરીર પર માત્ર અંડરવિયર અને બનિયાન જ હતું, જે લોકોમાં ચર્ચાનો વિષય છે. હાલ આ મુદ્દે પોલીસ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
મા-બાપનો એકનો એક પુત્ર હતો સાહિલ
સાહિલ પોતાનાં મા-બાપનો એકનો એક દીકરો હતો. એક ખાનગી શાળામાં ધોરણ 9માં ભણતો હતો. મળતી માહિતી મુજબ, સાહિલનો જ્યારે જન્મ થયો ત્યારે તેના નાનાએ પોતાની પુત્રી અને જમાઈને પોતાના પાડોશમાં જ એક જમીન લઈ આપી હતી. એ બાદ તેઓ ત્યાં જ ઘર બનાવીને રહેતા હતા. સાહિલ પણ નાનાની આંખની સામે રહેતો હતો. એકમાત્ર સંતાન હોવાને કારણે પરિવારના તમામ લોકો તેને પ્રેમ કરતા હતા. મોતની જાણ થતાં જ સાહિલની માતા રડી રડીને પાગલ જેવી બની ગઈ છે.
આરોપીની ધરપકડ કરીને પોલીસ પૂછપરછ કરી રહી છે
પટખૌલી પોલીસે સગીર વયના આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ લાલબાબુ યાદવે જણાવ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ કેસ મોબાઈલને લઈને ઊભો થયેલો વિવાદ લાગી રહ્યો છે. પોલીસ આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.