મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ચોરીની શંકામાં એક યુવકને ક્રૂરતાથી મારવાનો મામલો સામે આવ્યો છે. લોકોએ પહેલા શંકાસ્પદની આંખો પર પટ્ટી બાંધી ત્યારબાદ હાથ-પગ પણ દોરડા વડે બાંધી સતત 20 મિનિટ સુધી તેને એટલો માર મારવામાં આવ્યો કે તેના મોઢામાંથી ફીણ આવવા લાગ્યું. જે બાદ લોકો તેને છોડીને ભાગી ગયા હતા. મામલો ફાલકા બજારમાં કાજલ ટોકીઝ પાસે આવેલી એક દુકાનનો છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ મામલે કોઈએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ SSP શહેર મૃગાખી ડેકાએ તપાસની માંગ કરી છે. CCTVની મદદથી ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે.
યુવક દયાની ભીખ માંગતો રહ્યો
ત્રણ દિવસ પહેલા ફાલકા બજારમાં કાજલ ટોકીઝ પાસે આવેલી ઓપ્ટિકલની દુકાનની બહારથી સાયકલની ચોરી થઈ હતી. જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક દિવસ પહેલા આ યુવક આ જ દુકાન પાસે કોઈ સામાન ઉપાડી રહ્યો હતો. જ્યારે દુકાનદારે એલાર્મ વગાડ્યું તો તે દોડવા લાગ્યો. આસપાસના દુકાનદારોએ તેને ઘેરી લીધો અને તેને પકડી લીધો. ત્યારબાદ તેની આંખો પર પટ્ટો બાંધી હાથ-પગ બાંધી બંધ દુકાનના શટર સાથે બાંધી દીધો હતો. તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન યુવક તેને છોડી દેવા માટે વિનંતી કરતો રહ્યો. યુવક બૂમો પાડતો રહ્યો કે મારશો નહીં, કોઈ પોલીસ બોલાવો અને મને તેમના હવાલે કરો, પરંતુ લોકોએ સાંભળ્યું નહીં. તેને દોરડાથી બાંધીને ઘસેડ્યો.
પોલીસને સૂચના ન અપાઈ
સ્થાનિક વેપારીઓએ પોલીસને જાણ કરી ન હતી, પરંતુ સાયકલ ચોરીની હકીકત બહાર કાઢવા માટે પોતે જ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન યુવકના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા. આના પર કોઈ રાહદારીએ ત્યાં હાજર લોકોને સલાહ આપી કે જો તેને કંઈ થશે તો વધારે ભરાશો. આ પછી લોકો ઘસેડીને તેને દૂર છોડીને ભાગી ગયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.