• Gujarati News
  • National
  • Center Warns All States, Declares Black Fungus Epidemic In 4 States Including Rajasthan; A Separate Center In Delhi Too

કોરોનામાંથી વધુ એક મહામારી:કેન્દ્રએ તમામ રાજ્યોને એલર્ટ કર્યા, રાજસ્થાન સહિત 4 રાજ્યોમાં બ્લેક ફંગસ મહામારી જાહેર; દિલ્હીમાં પણ અલગ સેન્ટર

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકરમાઈકોસિસ નામનું ફંગલ ઈન્ફેક્શન કોરોનાના એવા દર્દીઓમાં જોવા મળી રહ્યું છે, જેમને સ્ટીરોયડ થેરેપી આપવામાં આવી છે અને સુગર લેવલ અનિયંત્રિત છે

કોરોના મહામારી દરમિયાન પ્રકાશમાં આવેલી બ્લેક ફંગસ હવે કેન્દ્ર માટે મોટી ચિંતા બની ગઈ છે. કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને બ્લેક ફંગસ માટે એલર્ટ કર્યા છે. કેન્દ્રએ કહ્યું કે તમામ રાજ્યોને આ મહામારી એક્ટ અંતર્ગત નોટેબલ ડિસીઝ જાહેર કરવાનુ કહેવામાં આવ્યુ છે. એટલે કે તમામ રાજ્યોએ બ્લેક ફંગસના કેસ, મૃત્યુ, સારવાર અને દવાઓનો હિસાબ રાખવો પડશે.

રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા અને તમિલનાડુ આ બ્લેક ફંગસને પહેલા જ મહામારી જાહેર કરી ચૂક્યા છે. દિલ્હીમાં પણ તેના દર્દીઓના સારવાર માટે અલગથી સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યાં છે.

બ્લેક ફંગસ પર કેન્દ્રના 5 પોઈન્ટ
1. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે રાજ્યોને કહ્યું કે બ્લેક ફંગસ ઈન્ફેક્શનના કેસ ખૂબ જ વધુ વધી રહ્યાં છે અને તેના કારણે કોવિડના દર્દીઓના મૃત્યુની પણ સંખ્યા વધી રહી છે. આપણી સામે એક નવો પડકાર છે.

2. ઘણા રાજ્યોના કોરોનાના દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસ નામનું ફંગલ ઈન્ફેક્શન પ્રકાશમાં આવ્યું છે. તે ખાસ કરીને એવા દર્દીઓમાં જોવા મળી રહ્યું છે, જેમને સ્ટીરોયડ થેરેપી આપવામાં આવી છે અને જેમનુ સુગર લેવલ અનિયંત્રિત છે.

3. આ બીમારીની સારવાર ઘણી રીતે કરવાની હોય છે. તેમાં આઈ સર્જન, ઈએનટી સ્પેશિયાલિસ્ટ, જનરલ સર્જન, ન્યુરોસર્જન અને ડેન્ટલ મેક્સિલો સર્જન પણ સામેલ છે. તેની સારવારમાં એમ્ફ્ટોથેરેસિન-B ઈન્જેક્શનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જોકે તે એક એન્ટીફંગલ મેડિસિન છે.

4. તમે બ્લેક ફંગસને મહામારી એક્ટ 1897 અંતર્ગત નોટેબલ ડિસિસ જાહેર કરો. આ અંતર્ગત તમામ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય કેન્દ્રો પર બ્લેક ફંગસની ઓળખ, સારવાર અને તેના મેનેજમેન્ટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMR દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે.

5. બ્લેક ફંગસના તમામ કેસનો રિપોર્ટ જિલ્લા સ્તરના ચીફ મેડિકલ ઓફિસર અને ઈન્ટીગ્રેટેડ ડિસિસ સર્વિલાન્સ પ્રોગ્રામમાં આપવામાં આવે.

7 રાજ્યોમાં બ્લેક ફંગસ પર એલર્ટ

1. રાજસ્થાન
400 લોકો બ્લેક ફંગસના કારણે આંખો ગુમાવી ચુક્યા છે. જયપુરમાં 148 લોકો તેનાથી સંક્રમિત છે. જોધપુરમાં 100 કેસ પ્રકાશમાં આવ્યા છે. 30 કેસ બીકાનેરના અને બાકી અજમેર, કોટા અને ઉદયપુરના છે. સરકારે મહામારી જાહેર કરી. બ્લેક ફંગસના કેસ, મૃત્યુ અને દવાનો હિસાબ રાખવો પડશે.

2. મધ્યપ્રદેશ
ભોપાલમાં જ છેલ્લા 27 દિવસમાં બ્લેક ફંગસના 239 દર્દીઓ આવી ચૂક્યા છે. 10 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. 174 હોસ્પિટલમાં છે. તેમાંથી 129ની સર્જરી થઈ ચૂકી છે. સરકાર ભોપાલમાં જ માત્ર 68 દર્દીઓ કહી રહી છે. સમગ્ર રાજ્યમાં 585 દર્દીઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં બીમારીને મહામારી જાહેર કરાઈ નથી.

3. દિલ્હી
દિલ્હીમાં બ્લેક ફંગસના દર્દી 300ને વટાવી ગયા છે. ઈન્જેક્શનની અછતના કારણે ઓપરેશ કરવું પડી રહ્યું છે. એમ્સમાં એક સપ્તાહમાં 80 દર્દીઓ દાખલ થયા છે.

4. હરિયાણા
સમગ્ર રાજ્યમાં બ્લેક ફંગસના 177 દર્દી છે. આ સંક્રમણને મહામારી જાહેર કરનાર હરિયાણા પ્રથમ રાજ્ય હતુ. રાજ્યએ સ્ટિરોઈડના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે.

5. છત્તીસગઢ
રાજ્યમાં બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યા 100ની નજીક પહોંચી છે. હોસ્પિટલમાં 92 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સૌથી વધુ 69 દર્દીઓ એમ્સમાં દાખલ છે. તેમાંથી 19નું ઓપરેશન થઈ ચૂક્યું છે. સરકારે અત્યાર સુધી આ બીમારીને મહામારી જાહેર કરી નથી.

6. તેલંગાણા
તેલંગાણા સરકારે બ્લેક ફંગસને મહામારી એક્ટમાં નોટીફાઈ કરવાની માહિતી આપી છે. તેલંગાણામાં બ્લેક ફંગસના 80 કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે.

7. તમિલનાડુ
રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર 9 કેસ પ્રકાશમાં આવ્યા છે. જોકે બીજા રાજ્યોની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહામારી એક્ટમાં નોટીફાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.