• Gujarati News
  • National
  • BJP's Votes Alone Are Enough To Win Dhankhad, Who Is Pitted Against Opposition Candidate Margaret Alva.

જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા:કુલ 725 પૈકી 528 મત મળ્યા; માર્ગરેટ અલ્વાને 346 મતથી હરાવ્યા, PM મોદીએ મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • 725 સાંસદોએ મતદાન કર્યું, મમતાના 2 સાંસદે ક્રોસ વોટિંગ કર્યું અને 34 સાંસદ મતદાનથી દૂર રહ્યા

જગદીપ ધનખડ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ હશે. શનિવારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં તેમણે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા હતા. ચૂંટણીમાં કુલ 725 સભ્યોએ મત આપ્યા હતા. આ પૈકી ધનખડને 528 મત મળ્યા હતા, જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 182 મત મળ્યા. 15 મત ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા.

જગદીપ ધનખડ 11 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે શપથ ગ્રહણ કરશે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂનો કાર્યકાળ 10મી ઓગસ્ટના રોજ પૂરો થવા જઈ રહ્યો છે. બીજી બાજુ PM મોદીએ દિલ્હીમાં ધનખડ સાથે મુલાકાત કરી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. માર્ગરેટ અલ્વાએ પણ ધનખડને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે ટ્વિટ કરી અનેક વિપક્ષી પાર્ટીઓ સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું- આ કમનસીબ બાબત છે કે કેટલાક વિપક્ષોએ એકજૂટ વિપક્ષને પાટા ઉપરથી ઉતારવાના પ્રયત્નમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાજપને સમર્થન કર્યું.

તેમણે પોતાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. આ અગાઉ TMCએ તેના 36 સાંસદોને મતદાનથી દૂર રહેવા માટે કહ્યું હતું, જોકે TMC સાંસદ શિશિર અધિકારી તથા દિવ્યેન્દ્ર અધિકારીએ મમતાના નિર્ણય સામે મતદાન કર્યું હતુ.

આ અગાઉ ઉપરાષ્ટ્રપતિ પદ માટે PM મોદી ઉપરાંત હેમા, રવિ કિશન અને ભજ્જીએ પણ વોટિંગ કર્યું હતું. આંકડાના હિસાબથી NDAના ઉમેદવાર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. માર્ગરેટ અલ્વા તેમને ટક્કર આપી રહ્યાં છે.

780 સભ્યો પૈકી 725 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો
હાલ લોકસભામાં 543 સાંસદ છે, જ્યારે રાજ્યસભામાં 245માંથી 8 સીટ ખાલી છે, એટલે કે ઈલેક્ટોરલ કોલેજ 780 સાંસદ પાસે છે. મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીમાંથી દૂર રહેવાની વાત કહી છે. TMCના 36 સાંસદ છે. આ સંજોગોમાં 725 સાંસદોએ મતદાન કર્યું છે.

BJPના સાંસદોમાંથી જીતતા દેખાતા હતા ધનખડ
BJPના પોતાના 394 સાંસદ છે, આ સંખ્યા બહુમતીના આંકડા કરતાં વધુ છે. આ રીતે જોવામાં આવે તો BJP એકલી જ જગદીપ ધનખડને જિતાડી શકે છે. NDAની વાત કરીએ તો 441 સાંસદ છે, 5 નોમિનેટેડનો પણ સાથ છે. આ રીતે ધનખડના પક્ષમાં 446 વોટ થઈ જાય છે. આ બધા વોટથી NDA જીતનું અંતર વધારવા માગે છે.

NDA સિવાય પણ ધનખડને સમર્થન
NDAના સાંસદોને કારણે ધનખડને મોટા પ્રમાણમાં સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. આ સિવાય BJD, YSRC, BSP, TDP, અકાલી દળ અને શિંદે ગ્રુપનું પણ સમર્થન પ્રાપ્ત છે. તેના 81 સાંસદ છે.

2009માં માર્ગરેટ અલ્વાને ઉત્તરાખંડના રાજ્યપાલ નીમવામાં આવ્યાં હતાં
2009માં માર્ગરેટ અલ્વાને ઉત્તરાખંડના રાજ્યપાલ નીમવામાં આવ્યાં હતાં

નાયડુને પાછળ પાડી શકે છે ધનખડ
આંકડાના હિસાબથી જગદીપ ધનખડને 372થી વધુ વોટ મળતા દેખાઈ રહ્યા છે. આ આંકડો લગભગ 70 ટકાની નજીક રહી શકે છે. ગત ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એમ. વેંકૈયા નાયડુને લગભગ 68 ટકા વોટ મળ્યા હતા. આ હિસાબથી એમ માનવામાં આવી રહ્યું છે કે ધનખડ આ ચૂંટણીમાં વેંકૈયા નાયડુને પાછળ છોડી શકે છે.

માર્ગરેટ અલ્વાની પાસે તેમનું સમર્થન
UPAનાં ઉમેદવાર માર્ગરેટ અલ્વાની પાસે કોંગ્રેસ, DMK, RJD, NCP અને સમાજવાદી પાર્ટીના વોટ છે. આ પાર્ટીઓના વોટની સંખ્યા 139 છે. આ સિવાય ઝારખંડ મુક્તિ મોરચો, TRS અને આમ આદમી પાર્ટીએ પણ અલ્વાને વોટ આપવાનો નિર્ણય કર્યો છે. આ ત્રણેયના 29 સાંસદ છે. શિવસેનાના ઉદ્ધવ ગ્રુપના 9 સાંસદ અલ્વાની સાથે છે.

અન્ય સમાચારો પણ છે...