નવું સ્લોગન:2024ની ચૂંટણી માટે ભાજપનો નારો ‘પરિવારવાદમુક્ત ભારત’

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ, પ્રાદેશિક પક્ષો માટે નવો વ્યૂહ અપનાવશે

મિશન 2024 માટે ભાજપનું નવું સ્લોગન પરિવારવાદ મુક્ત ભારત છે. આ ભાજપના જૂના સ્લોગન કોંગ્રેસમુક્ત ભારત જેવું છે. તેમાં પહેલો શબ્દ કોંગ્રેસને હટાવીને પરિવારવાદ કરી દેવાયો છે. ભાજપ હેડક્વાર્ટરના વૉરરૂમમાં 2024ને લઈ જે ડેટા કમ્પોઝ કરવામાં આવ્યો છે, તેમાં કોંગ્રેસ તથા ભાજપની વચ્ચે માત્ર 167 સીટો પર સીધો ટક્કર નોંધાઈ છે. 543 લોકસભા સીટોમાંથી બાકીની 376માંથી 356 પર પ્રાદેશિક પાર્ટીઓ સાથે ભાજપનો સીધો મુકાબલો છે.

એક તીરથી અનેક નિશાન
256 સીટોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભાજપ પોતાનો મુકાબલો પ્રાદેશિક પાર્ટીઓ સાથે જોઈ રહી છે. આ રાજ્યોમાં પ્રાદેશિક પાર્ટીઓ છેલ્લા અનેક વર્ષોથી એક જ પરિવારના વડાના નેતૃત્વમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...