તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BJP's Kerala Chief Says Sreedharan Will Join Party Soon, We Have Proposed To Contest Elections

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેટ્રો મેન હવે રાજકીય સફર પર:BJPના કેરળ ચીફે કહ્યું- ઈ શ્રીધરન ટૂંક સમયમાં જ પાર્ટી જોઈન કરશે, અમે ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપ્યો છે

નવી દિલ્હી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
શ્રીધરન 1995થી 2012 સુધી દિલ્હી મેટ્રોના નિર્દેશક રહ્યાં હતા (ફાઈલ ફોટો) - Divya Bhaskar
શ્રીધરન 1995થી 2012 સુધી દિલ્હી મેટ્રોના નિર્દેશક રહ્યાં હતા (ફાઈલ ફોટો)

મેટ્રો મેનના નામથી જાણીતા ઈ શ્રીધરન ટૂંક સમયમાં જ ભાજપ જોઈન કરશે. આ જાણકારી કેરળના ભાજપના પ્રમુખ કે. સુરેન્દ્રને ગુરૂવારે આપી. રાજ્યમાં આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. આ દ્રષ્ટીએ શ્રીધરન ભાજપ સાથે જોડાશે તો પક્ષને ફાયદો મળી શકે છે. શ્રીધરન, સુરેન્દ્રનના નેતૃત્વમાં 21 ફેબ્રુઆરીથી નીકળનારી વિજય યાત્રા દરમિયાન સત્તાવર રીતે પાર્ટીનું સભ્યપદ લેશે.

સુરેન્દ્રને જણાવ્યું કે શ્રીધરને ભાજપની સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરી છે. વિજય યાત્રા હવે મલપ્પુરમ પહોંચશે ત્યારે તેઓ પાર્ટી સાથે જોડાશે. મલપ્પુરમ શ્રીધરનનો ગૃહ જિલ્લો છે. સુરેન્દ્રને કહ્યું કે અમારી ઈચ્છા છે કે મેટ્રો મેન વિધાનસભા ચૂંટણી લડશે. અમે તે અંગેનો પ્રસ્તાવ આપ્યો છે. જો કે શ્રીધરન તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.

7 વર્ષ દિલ્હીના મેટ્રોના નિર્દેશક રહ્યાં હતા શ્રીધરન
88 વર્ષના શ્રીધરન ભારતના જાણીતા સિવિલ એન્જિનિયર છે. તેઓ 1995થી 2012 સુધી દિલ્હી મેટ્રોના નિર્દેશક રહ્યાં. ભારત સરકારે તેમને 2001માં પદ્મશ્રી અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓ દેશમાં પબ્લિક ટ્રાંસપોર્ટની કાયકલ્પ માનવામાં આવે છે. ઈમાનદરા છબિના કારણે તેઓ ઘણાં જ લોકપ્રિય છે.

શ્રીધરન વડાપ્રધાન મોદીના સમર્થક માનવામાં આવે છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલાં 2 વખત તેઓએ નરેન્દ્ર મોદીને એક સારા નેતા ગણાવ્યા હતા. મોદીની વડાપ્રધાન પદની દાવેદારીનું સમર્થન કરનારામાં તેમનું નામ પણ સામેલ હતું.

ચૂંટણી પહેલાં રાજ્યમાં ચાલી રહ્યાં છે રાજકીય જોડતોડ
એપ્રિલ-મેમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં રાજકીય જોડતોડ ચાલી રહ્યું છે. હાલમાં જ ભાજપના સહયોગી અને NDAમાં સામેલ ભારત ધર્મ જન સેના (BDJS)એ ગઠબંધન સાથેનો સંબંધ કાપી નાખ્યો છે. BDJSના કેટલાંક નેતાઓ પાર્ટી છોડીને નવો પક્ષ બનાવ્યો છે. જેને ભારતીય જન સેના (BJS) નામ આપવામાં આવ્યું છે. થોડાં દિવસ પહેલાં જ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા 2 દિવસ માટે કેરળની યાત્રાએ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો