તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંગાળમાં ઓડિયો-બોમ્બ:ભાજપાનો દાવો- દીદીએ CISFના ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોની લાશો સાથે રેલી કાઢવા કહ્યું હતું

કોલકાતા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન સીતલકુચી સીટના એક બૂથ પર CISFના ફાયરિંગમાં 4 લોકોનાં મોત થયાં હતાં. કથિત ઓડિયોમાં મમતા પોતાના ઉમેદવારને કહી રહ્યાં છે કે ગભરાવાની જરૂર નથી; તમે આ લાશો સાથે રેલી કાઢવાની તૈયારી કરો. - Divya Bhaskar
બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન સીતલકુચી સીટના એક બૂથ પર CISFના ફાયરિંગમાં 4 લોકોનાં મોત થયાં હતાં. કથિત ઓડિયોમાં મમતા પોતાના ઉમેદવારને કહી રહ્યાં છે કે ગભરાવાની જરૂર નથી; તમે આ લાશો સાથે રેલી કાઢવાની તૈયારી કરો.
  • સીતલકુચીમાં કેન્દ્રીય દળોનાં હથિયાર ઝૂંટવી લેવાની કોશિશ કરવામાં આવી હતી, એ પછી તેમણે આત્મરક્ષામાં ફાયરિંગ કર્યુઃં જે. પી. નડ્ડા

પશ્ચિમ બંગાળમાં શનિવારે યોજાનારા પાંચમા તબક્કાના મતદાન અગાઉ BJPએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની એક કથિત ઓડિયો ટેપ જારી કરી છે. BJPનો આરોપ છે કે આ ઓડિયોમાં મમતા ચોથા ફેઝ દરમિયાન સીતલકુચીમાં વોટિંગ દરમિયાન થયેલા ફાયરિંગમાં માર્યા ગયેલા 4 લોકોની લાશો સાથે રેલી યોજવા માટે કહી રહ્યાં છે.

ઓડિયોમાં તેઓ સીતલકુચીથી પાર્ટીના ઉમેદવાર સાથે વાત કરી રહ્યા છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે આ ઓડિયો-ક્લિપને બનાવટી ગણાવી છે. સીતલકુચીમાં 10 એપ્રિલે મતદાન દરમિયાન CISFના ફાયરિંગમાં 4 લોકોનાં મોત થયાં હતાં. આ મામલે તપાસ ચાલુ છે.

ટેપમાં મમતા અને પાર્થ પ્રતિમનો અવાજ હોવાનો દાવો
ન્યૂઝ એજન્સીના અનુસાર, ભાજપાએ જે ઓડિયો ટેપ જારી કરી છે એમાં કથિત રીતે મમતા બેનર્જી અને સીતલકુચીના ટીએમસી ઉમેદવાર પાર્થ પ્રતિમ રેનો અવાજ છે. TMCએ આ ઓડિયો-ક્લિપ નકલી હોવાનું કહીને જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ વાતચીત ક્યારેય થઈ નથી. ભાજપાના આઈટી સેલના ચીફ અમિત માલવીયે ક્લિપ જારી કરીને આરોપ લગાવ્યો કે મમતા રમખાણો ભડકાવવાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં.

આ ક્લિપમાં કથિત રીતે મમતા પ્રતિમને કહે છે-ગભરાવાની જરૂર નથી; તમે આ લાશો સાથે બીજા દિવસે રેલી યોજવાની તૈયારી કરો. વકીલ સાથે વાત કરો, જેથી એસપી અને સેન્ટ્રલ ફોર્સ વિરુદ્ધ કેસ નોંધાવી શકાય. પ્રતિમે આ નકલી ઓડિયો હોવાનું કહ્યું છે. મમતાએ સીતલકુચીની ઘટનાને નરસંહાર ગણાવીને તેને અમિત શાહનું ષડયંત્ર ગણાવ્યું હતું.

BJPનો આરોપ
માલવીયે કહ્યું-મમતાએ પોતાના પાર્ટી નેતાઓને કહ્યું હતું કે તેઓ ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોની લાશો લઈને રેલી યોજે. તેઓ ઈચ્છતાં હતાં કે આ મામલે કૂચબિહારના એસપી અને કેન્દ્રીય દળો પર આરોપ લાગે. શું કોઈ મુખ્યમંત્રી આવું કરી શકે, અમે તેની કલ્પના પણ કરી શકતા નથી. તેઓ લઘુમતીઓના વોટ મેળવવા માટે આ પ્રકારનું ષડયંત્ર રચી રહ્યા હતા.

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ આરોપ લગાવ્યો કે TMCએ પોતાનું અસલી ચરિત્ર બતાવી દીધું છે. તેમને ખુદ માટે શરમ આવવી જોઈએ. આરોપ છે કે સીતલકુચીમાં કેન્દ્રીય દળોનાં હથિયાર ઝૂંટવી લેવાની કોશિશ કરવામાં આવી હતી, એ પછી તેમણે આત્મરક્ષામાં ફાયરિંગ કર્યું, ભાજપા હવે મમતાની આ કથિત ઓડિયો-ક્લિપની ફરિયાદ ચૂંટણીપંચ સમક્ષ કરવા જઈ રહી છે.