સંસદમાં ગેરહાજરી:PMની ટકોર છતાં સંસદમાં ગેરહાજર રહ્યા BJPના જ 10 MP, આજે સંસદીય દળની બેઠકમાં મળી શકે છે ઠપકો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • વડાપ્રધાને અગાઉની સંસદીય દળની બેઠકમાં સાંસદોને સંસદમાં ગેરહાજરી બાબતે ટકોર કરી હતી

સંસદમાં ગેરહાજરીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટકોર પછી પણ BJPના સાંસદોના વલણમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ભારતીય સંસદના ઈતિહાસમાં સોમવારે ત્રીજી વખત એવું બન્યું, જ્યારે 20થી વધુ સપ્લિમેન્ટરી પ્રશ્ન લેવામાં આવ્યા, પરંતુ એ દરમિયાન જ BJPના 10 સાંસદ, જેમનું નામ પ્રશ્ન માટે સામેલ હતું તેઓ હાજર નહોતા. આ દરમિયાન આજે સવારે BJP સંસદીય દળની બેઠકમાં આ સાંસદો પાસેથી જવાબ માગવામાં આવે એવી શક્યતા છે.

PMએ ગત મંગળવારે પાર્ટીના સાંસદોને ચેતવ્યા હતા
વડાપ્રધાને ગત મંગળવારે થયેલી સંસદીય દળની બેઠકમાં તમામ પાર્ટીના સંસદોને ચેતવણી આપી હતી કે તમારી આદત બદલો, નહિતર ફેરફાર થશે. સોમવારે પ્રશ્નકાળ દરમિયાન ગેરહાજર રહેનાર સાંસદોમાં મુખ્ય રીતે લોકસભામાં BJPના મુખ્ય સચેતક રાકેશ સિંહ, બંગાળના બેલૂરઘાટના સાંસદ અને બંગાળ BJP અધ્યક્ષ સુકાન્ત મજુમદાર, બેંગલુરુના સાંસદ અને BJP યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા, પૂર્વી ચંપારણના સાંસદ અને બિહાર બીજેપીના અધ્યક્ષ સંજય જયસ્વાલ, કૌશાંબીથી BJPના સાંસદ વિનોદ કુમાર સોનકર અને પાલી રાજસ્થાનના સાંસદ પી. પી. ચૌધરીનાં નામ સામેલ છે.

BJPના સાંસદ સપ્લિમેન્ટ્રી પ્રશ્ન પૂછવા માગતા નહિ હોયઃ પાર્ટી નેતા
જોકે પાર્ટીના નેતાઓનું એવું માનવું છે કે સંસદમાં સપ્લિમેન્ટ્રી પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવ્યા નહિ હોય, કારણ કે બીજેપીના સાંસદ સપ્લિમેન્ટ્રી પ્રશ્ન પૂછવા માગતા નહિ હોય અને તેમને જે-તે મંત્રાલયના લેખિત જવાબથી જ સંતોષ થયો હશે. આ સિવાય સંસદીય કામકાજના અનુભવી કેટલાક સાંસદોનું એ પણ કહેવું છે કે સંસદની રીત મુજબ જો લેખિત ઉત્તર પછી સાંસદને વધુ પ્રશ્ન ન પૂછવા હોય તો એ પોતાની સીટ પર જ રહે છે અને ઊભા થઈને કહે છે પ્રશ્ન અંગે મળેલા જવાબથી તેઓ સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે, તેઓ સપ્લિમેન્ટ્રી પ્રશ્ન કરવા માગતા નથી.

એક વખત ફરી બીજેપી સંસદીય દળની બેઠક
આજે સવારે એક વખત ફરી બીજેપીના સંસદીય દળની બેઠક દિલ્હીના આંબેડકર ભવનમાં છે અને બધાની નજર વડાપ્રધાનના ભાષણ પર છે. બીજેપી સંસદીય દળે લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યોને તેમાં હાજર રહેવા આદેશ આપ્યો છે. આ બેઠક સવારે 9.15 વાગ્યે હતી.

આ પહેલાં સોમવારે વિપક્ષના વિરોધની વચ્ચે નકલી મતદાન રોકવા અને વોટર લિસ્ટને આધાર સાથે જોડનારો ચૂંટણી કાયદો(એમેડમેન્ટ)બિલ-2021, લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. એમાં 18 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે એક વર્ષમાં ચાર તક આપવાની જોગવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...