• Gujarati News
  • National
  • BJP Workers Reached Near The Prime Minister's Car; A Shocking Video Of The Convoy Came To Light

PM મોદીની સુરક્ષામાં ચૂકનું વધુ એક ઉદાહરણ:વડાપ્રધાનની ગાડી નજીક ભાજપ વર્કર્સ પહોંચી ગયા હતા; કાફલાનો ચોંકવનારો વીડિયો સામે આવ્યો

13 દિવસ પહેલા
PMની ગાડી નજીક પહોંચ્યા ભાજપ કાર્યકર
  • વીડિયો દ્વારા પંજાબ પોલીસની ગંભીર બેદરકારી છતી થઈ

પંજાબના ફિરોઝપુર પ્રવાસ દરમિયાન PM મોદીની સુરક્ષામાં જે ગાબડું પડ્યું છે એનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમની ગાડી નજીક અચાનક આવી જતા લોકો પાસે BJPનો ધ્વજ હતો. તે મોદી ઝિંદાબાદના નારા પણ લગાવી રહ્યા હતા. જોકે તેમ છતા સવાલો ઉઠી રહ્યા છે કે ભાજપ કાર્યકર્તાઓ પણ કેવી રીતે PM મોદીની ગાડી પાસે આવી ગયા? શું એ સમયે પંજાબ પોલીસની સુરક્ષા વ્યવસ્થા એટલી નબળી હતી કે લોકો સરળતાથી વડાપ્રધાનની ગાડી પાસે આવી જાય?

તસવીરમાં SPG જવાન ચિંતિત દેખાય છે પરંતુ પંજાબ પોલીસ હાથ પર હાથ ધરીને ઊભી રહી છે.
તસવીરમાં SPG જવાન ચિંતિત દેખાય છે પરંતુ પંજાબ પોલીસ હાથ પર હાથ ધરીને ઊભી રહી છે.

વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે PMની ગાડી પાસે ચારેય બાજુ માત્ર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના જવાનો નજર આવી રહ્યા છે. જે આ લોકોને PMની ગાડી પાસે આવતા રોકી રહ્યા છે. જેથી સ્પષ્ટપણે જોવા મળે છે કે PMના પ્રવાસ દરમિયાન કેવા પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ હતી.

SPG જવાનોએ કોઈને પણ PMની ગાડી પાસે જવા નહોતા દીધા
SPG જવાનોએ કોઈને પણ PMની ગાડી પાસે જવા નહોતા દીધા

ફ્લાયઓવર પર ફસાયેલા PMનો વીડિયો વાઈરલ
સુરક્ષામાં ગાબડું પડ્યું એ કેસમાં અત્યારસુધી PM મોદી ફ્લાયઓવરમાં ફસાયા હોય એવી તસવીરો જ સામે આવતી હતી. જોકે હવે આનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં કાર્યરત SPGના ઓફિસરો પણ ચિંતિત જોવા મળ્યા છે.

ચક્કાજામ દૂર કરવા પંજાબ પોલીસ કાર્યરત
ચક્કાજામ દૂર કરવા પંજાબ પોલીસ કાર્યરત
કારમાં બેઠેલા PM મોદીની ચારેય બાજુ SPGનો ચુસ્ત બંદોબસ્ત
કારમાં બેઠેલા PM મોદીની ચારેય બાજુ SPGનો ચુસ્ત બંદોબસ્ત

વીડિયોમાં પણ પંજાબ પોલીસની બેદરકારી છતી થઈ
PM મોદીનો કાફલો જ્યારે ફસાઈ ગયો ત્યારે આસપાસ ચક્કાજામ હોવા છતા પંજાબ પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરી નહોતી. આ દરમિયાન તે ખિસ્સમાં હાથ રાખી એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ જતા પંજાબ પોલીસની બેદરકારી છતી થઈ ગઈ છે.

કારમાં બેઠેલા PM મોદીની તસવીર
કારમાં બેઠેલા PM મોદીની તસવીર
અન્ય સમાચારો પણ છે...