તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UP જિલ્લા પંચાયત ચૂંટણી:ભાજપને રેકોર્ડ બ્રેક જીત મળી, જિલ્લા પંચાયતની 75 પૈકી 67 બેઠક પર ભગવો લહેરાયો, SPને ફક્ત 5 બેઠક મળી, 2016માં અખિલેશે 63 બેઠક જીતી હતી

લખનઉ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • PM મોદીએ કહ્યું- ભાજપની શાનદાર જીત વિકાસ, જનસેવા અને કાયદાના રાજ માટે જનતા જનાર્દન દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ છે
  • મુખ્યમંત્રી આદિત્યનાથે જીત બદલ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા

ઉત્તર પ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ સર્જ્યો છે. ભાજપે રાજ્યની 75 પૈકી 65 બેઠક પર જીત મેળવી છે. બે બેઠક ભાજપના સમર્થકે જીત મેળવી હતી. જ્યારે SPને ફક્ત 5 બેઠક મળી છે. એક બેઠક પર સહયોગી LJPએ કબ્જો કર્યો હતો. પ્રતાપગઢ બેઠક પર રાજા ભૈયાની પાર્ટીએ જીત હાંસલ કરી છે.

વર્ષ 2016માં અધ્યક્ષની ચૂંટણીમાં SPએ 63 બેઠક મેળવી હતી. આ અગાઉ રાજ્યની 53 જિલ્લામાં જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ અંગે ચૂંટણી માટે મતદાન થયું હતું. મતદાન 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચાલ્યું હતું. સાંજે 4 વાગ્યાથી પરિણામો પણ આવવા લાગ્યા હતા. લખનઉ, અયોધ્યા, મથુરા, કુશીનગર, સુલ્તાનપુર, ઔરેયા, ફતેહપુર સહિત 44 જિલ્લામાં ભાજપના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે.

વિજયી ઉમેદવારોને CM યોગીએ આપ્યા અભિનંદન

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપને મોટાપાયે જીતનો શ્રેય PM મોદીની લોક કલ્યાણલક્ષી નીતિઓને આપ્યો હતો અને કહ્યું હતું કે આ પ્રદેશમાં સ્થાપિત સુશાસન પ્રત્યે પ્રજાનો વિશ્વાસ દર્શાવે છે.

PM મોદીએ અભિનંદન પાઠવ્યા
PM મોદીએ કહ્યું- UP સરકાર અને ભાજપ સંગઠનને જીત બદલ અભિનંદનઃ UP જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત વિકાસ, જનસેવા અને કાયદાના રાજ માટે જનતા જનાર્દન દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ છે. તેનો શ્રેણ મુખ્યમંત્રી યોગીજીની નીતિઓ અને પાર્ટી કાર્યકર્તાઓના સતત પરિશ્રમને જાય છે.​​​​​​​

​​​​​​​અમેઠીમાં ભાજપની જીત
કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠીમાં પણ ભાજપને જીત મળી છે. ભાજપની ટીકિટ પર જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ઉતરેલા રાજેશ અગ્રહરિ વિજેતા બન્યા છે. રાજેશ અગ્રહરિને 36 પૈકી 31 મત મળ્યા હતા.

લખનઉમાં ભાજપની જીત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભાજપની આરતી રાવતે જીત મેળવી છે. જ્યારે જૌનપુરમાં બહુબલી ધનંજય સિંહની પત્ની શ્રીકલા રેડ્ડીએ જીત મેળવી છે.