તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP Will Focus Only On Nationalism And Emotional Issues; Like 'Bengali Asmita' Strategy Will Be Made Keeping Ram Temple At Center

BJP ફરી રામની શરણે:UPનું ચૂંટણી-અભિયાન રામમંદિરને કેન્દ્રમાં રાખીને તૈયાર થશે; બંગાળની અસ્મિતાની જેમ ભાવનાત્મક મુદ્દાઓ પર જ ફોકસ

7 દિવસ પહેલાલેખક: વિદ્યા શંકર રાય
  • આ ચૂંટણીને 2 તબક્કામાં વિભાજિત કરવામાં આવશે, BJP હિંદુત્વવાદી નીતિ પર ફોકસ કરશે

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જી વિરુદ્ધ હારનો સામનો કર્યા પછી હવે BJP યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાવુક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આવા મુદ્દાઓને આધારે તેઓ જનતાને ઇમોશનલ કરીને પોતાના તરફ આકર્ષિત કરી શકે છે. પાર્ટીનાં વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, BJP રામ મંદીરને કેન્દ્રમાં રાખીને ચૂંટણીની કમાન સંભાળશે. BJPની મુખ્ય ટીમ પણ આ વાત સાથે સહમત છે કે જેવી રીતે મમતા બેનર્જીએ બંગાળની અસ્મિતાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેનાથી બંગાળમાં બાજી પલટાઈ ગઈ હતી. આવી જ રીતે રામ મંદિરનો મુદ્દો ઉઠાવીને લોકોને સરળતાથી પોતાની સાથે કનેક્ટ કરી શકાશે.

UPની જનતાને ભાવનાત્મક મુદ્દા સાથે જોડાશે
BJPના એક પૂર્વ અધ્યક્ષે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાર્ટી રાષ્ટ્રવાદના મુદ્દાને કેન્દ્ર પર રાખીને જ UP ચૂંટણીના મેદાનમાં ઊતરશે. પાર્ટીના આધારે રામમંદિરને જ કેન્દ્રમાં રાખવું જોઇએ, કારણ કે આ BJPની સૌથી મોટી ઉપલબ્ધિ છે. ખાસ કરીને UPની જનતા માટે આ એક ભાવનાત્મક પાસું રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમે જ જુઓ, જેવી રીતે બંગાળની ચૂંટણીમાં રાજ્યની અસ્મિતાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો, એવી જ રીતે આ મુદ્દો પણ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. આને જોઈને આગામી દિવસોમાં કાર્યકર્તાઓને ગ્રાસ રૂટ લેવલ પર ઉતારવા માટે અયોધ્યાની સાથે કાશી મથુરાના નામથી પણ અભિયાન ચલાવી શકાશે.

BJP હિંદુત્વવાદી નીતિ પર ફોકસ
ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણીને 2 તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે. અત્યારે કેટલાક સમય માટે પાર્ટી દ્વારા ચલાવવામાં આવતા લોકકલ્યાણના કાર્યક્રમો પર જ ફોકસ કરવામાં આવશે, પરંતુ જેમ-જેમ ચૂંટણી નજીક આવશે તેમ-તેમ જનતાનું ધ્યાન પણ આ મુદ્દાઓ પર કેન્દ્રિત કરવામાં આવશે. આ તમામ મુદ્દાઓને BJPના હિંદુત્વવાદી નીતિ સાથે જોડવામાં આવશે.

આવી રીતે BJPનું પ્લાનિંગ હાથ ધરાશે

  • UP વિધાનસભાની ચૂંટણીના અભિયાનને 2 તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યા.
  • પ્રથમ તબક્કામાં જનતાથી જોડાયેલા મુદ્દાઓ અને સરકારનાં સારાં કાર્યો પર ફોકસ કરવામાં આવશે.
  • ચૂંટણીના પહેલા-બીજા તબક્કામાં રામમંદિરને કેન્દ્રમાં રાખીને આગળ વધશે.
  • જનતાનું ધ્યાન ધીમે-ધીમે ભાવનાત્મક મુદ્દાઓ તરફ દોરવામાં આવશે.
  • રામમંદિરને પોતાની ઉપલબ્ધિ બતાવીને હિંદુત્વવાદી છબિને વધુ સારી બનાવવાની કોશિશ કરાશે
  • કાર્યકર્તાઓની કનેક્ટિવિટી પર ફોકસ કરાશે.

પાર્ટી નેતાઓનું કહેવું છે કે રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ અને રાધા મોહન સિંહે પણ બેઠક દરમિયાન આ વાત પર ચિંતા વ્યક્ત કરી હતી કે કાર્યકર્તાઓની ગ્રાસ રૂટની કનેક્ટિવિટી ઘટી રહી છે. બંનેએ સ્વીકાર્યું હતું કે ગ્રાઉન્ડ કનેક્ટિવિટી ઓછી હોવાથી વિરોધી પાર્ટીઓને હાવી થવાની તક મળે છે. આનાથી જનતા વચ્ચે સરકાર પ્રતિ નારાજગી વધી રહી છે.

BJP જોખમ લેવાના મૂડમાં નથી
મહામારીની બીજી લહેરમાં યોગી સરકારે જેવી રીતે જનતાની નારાજગી સાથે પોતાના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની નારાજગી સહન કરવી પડી છે ત્યાર પછી પાર્ટી કોઇપણ પ્રકારનું જોખમ લેવા ઇચ્છતી નથી. ઘણા મંત્રીઓ, ધારાસભ્યોએ સ્પષ્ટપણે સીએમ યોગીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ કારણોસર પાર્ટી સરકારનાં સારાં કાર્યોની સાથે ઇમોશનલ મુદ્દાઓ પણ ઉઠાવશે.

અન્ય સમાચારો પણ છે...