તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Mahua Moitra Said I Am Being Monitored, Remove 3 Soldiers Stationed Outside The House.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TMC સાંસદનો પોલીસ કમિશ્નરને પત્ર:મહુઆ મોઈત્રાએ કહ્યું- મારી પર નજર રખાઈ રહી છે, ઘરની બહાર તહેનાત 3 જવાનોને હટાવો

નવી દિલ્હી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
તૃણમૂલ કોંગ્રેસમાંથી લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાએ દિલ્હીના પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવને લેટર લખીને સુરક્ષા હટાવવાની માંગ કરી. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
તૃણમૂલ કોંગ્રેસમાંથી લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાએ દિલ્હીના પોલીસ કમિશનર એસ એન શ્રીવાસ્તવને લેટર લખીને સુરક્ષા હટાવવાની માંગ કરી. (ફાઈલ ફોટો)

તૃણમૂલ કોંગ્રેસમાંથી લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાએ શનિવારે પોતાના ઘરની બહાર સુરક્ષા કર્મચારીઓની તહેનાતીનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે તેમની તહેનાતી ક્યાંક તેમની પર નજર રાખવા માટે તો કરવામાં આવી નથીને. તેમણ આ અંગે દિલ્હીના પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવને લેટર લખ્યો. તેમણે તાત્કાલિક તેમને હટાવવાની પણ માંગ કરી.

દરેક ગતિવિધિ પર નજર રખાઈ રહી છેઃ મહુઆ
લેટરમાં તેમણે લખ્યું બારાખંબા રોડ પોલીસ સ્ટેશનના હાઉસ ઓફિસર(SHO) 12 ફેબ્રુઆરીએ તેમને મળવા આવ્યા હતા. પછીથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના 3 જવાનોને અસોલ્ટ રાઈફલની સાથે તેમના ઘરની બહાર તહેનાત કરવામાં આવ્યા. તેમણે લખ્યું તેઓ મારા ઘરે આવવા-જવાની ગતિવિધિ પર નજર રાખી રહ્યાં છે. મને એવું લાગી રહ્યું છે કે મારી પર નજર રખાઈ રહી છે.

મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર પોતાના ઘરની બહાર તહેનાત સુરક્ષા કર્મચારીઓના ફોટો શેર કર્યા.
મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પર પોતાના ઘરની બહાર તહેનાત સુરક્ષા કર્મચારીઓના ફોટો શેર કર્યા.

મને સુરક્ષાની કોઈ જરૂરિયાત નથીઃ સાંસદ
તેમણે કહ્યું કે હું તમને યાદ અપાવવા માંગુ છું કે પ્રાઈવસીનો અધિકાર એક મૌલિક અધિકાર છે અને આ દેશના નાગરિક હોવાના કારણે ભારતનું બંધારણ મને તેની ગેરન્ટી આપી છે. તેમણે કહ્યું કે પુછપરછ કર્યા પછી ખ્યાલ આવ્યો કે તહેનાતી મારી સુરક્ષા માટે બારાખંબા રોડ પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી છે. જોકે આ દેશની સામાન્ય નાગરિક હોવાના કારણે ન તો મેં આવી સુરક્ષા માંગી છે અને હું ઈચ્છતી પણ નથી. આ કારણે તમને વિનંતી છે કે આ સુરક્ષા કર્મચારીઓને પરત બોલાવી લેવામાં આવે.

શાહને પણ ટેગ કર્યા
TMC સાંસદે સોશિયલ મીડિયા પર પોતાનો લેટર શેર કર્યો. તેમાં તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ મંત્રાલયને પણ ટેગ કર્યા. તે પછી મોઈત્રાએ કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે સંસાધનોને મારી સુરક્ષા માટે વેસ્ટ ન કરો. તેને દેશના લોકોની સુરક્ષામાં લગાવો. જો તમે મારા પર નજર રાખી રહ્યાં છો તો મને પુછો, હું જણાવીશ. ભારતીય લોકશાહી પહેલેથી જ ખતરામાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો