• Gujarati News
  • National
  • BJP Uttar Pradesh Candidate List Update, Yogi Adityanath Ayodhya Mathura Seat | UP BJP Candidate List 2022

ભાજપની યાદી જાહેર, જાણો 50 પ્રમુખના નામ:કેટલાક નામો યોગીની મરજી વિરૂદ્ધ ઉમેરાયા, તે પોતે અયોધ્યા અને કેશવ સિરાથૂથી ઊભા રહેશે; રાજનાથના દીકરાને નોઈડાની ટિકિટ મળી

9 દિવસ પહેલા

કોંગ્રેસ અને આરએલડીની એક-એક યાદી આવ્યા પછી ભાજપનું પણ પહેલું લિસ્ટ તૈયાર થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલી યાદીમાં 172 લોકોના નામની જાહેરાત થઈ શકે છે. ખાસ વાત એ છે કે, વિધાન પરિષદની જગ્યાએ આ વખતે સીએમ યોગી આદિત્યનાથ વિધાનસભા દ્વારા સત્તા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ અયોધ્યાથી ચૂંટણી લડશે તે નક્કી છે.

ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય તેમની પરંપરાગત સીટ સિરાથૂથી ચૂંટણી લડશે. જોકે આ યાદીમાં દરેક નામ સીએમ યોગી આદિત્યનાથના ફેવરિટ નથી. માનવામાં આવે છે કે, પાર્ટી હાઈકમાન્ડે અમુક સીટ પર તેમની ભલામણ ના માનીને પોતાની રીતે ઉમેદવાર નક્કી કર્યા છે. પહેલી યાદીમાં યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્ય સિવાયના દરેક નામ પહેલા અને બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના હશે. સીએમ યોગી અને ડેપ્યૂટી સીએમ મૌર્ય બંનેની સીટ પર પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે.

દિલ્હીની બેઠકમાં ફાઈનલ થયા નામ
દિલ્હી ચૂંટણી સમિતિ અને પાર્ટી હાઈકમાન્ડની બેઠકમાં ઉમેદવારોનું લિસ્ટ ફાઈનલ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, અમુક સીટોના ઉમેદવારોમાં યોગી આદિત્યનાથ અને હાઈકમાન્ડ બંને સહમત નહતા. તેથી અમુક સીટોના ઉમેદવાર સીએમ યોગીની મરજી વિરુદ્ધ નક્કી કરવામાં આવ્યા છે.

કૈરાનામાં આમને સામને હશે મુખ્ય વિરોધી

ભાજપ પલાયનનો મુદ્દો ઉપાડનાર સાંસદ હુકુમ સિંહની દિકરી મૃગાંકાને અહીંથી ટિકિટ આપવાની છે
ભાજપ પલાયનનો મુદ્દો ઉપાડનાર સાંસદ હુકુમ સિંહની દિકરી મૃગાંકાને અહીંથી ટિકિટ આપવાની છે

કૈરાનાથી સપા તેમના હાલના ધારાસભ્ય નાહિદ હસનને ટિકિટ આપી ચૂક્યા છે. નાહિદ હસન પર તે આરોપીઓને સુરક્ષા આપવાનો આરોપ છે જેના કારણે અહીં પલાયન થયું. જ્યારે ભાજપ પલાયનનો મુદ્દો ઉપાડનાર સાંસદ હુકુમ સિંહની દિકરી મૃગાંકાને અહીંથી ટિકિટ આપવાની છે. એટલે કે પલાયન મુદ્દા પર મુખ્ય વિરોધી રહેલા પક્ષો સામસામે ચૂંટણી લડશે.

રાજનાથ સિંહના દિકરા અને કલ્યાણ સિંહના પૌત્ર પણ મેદાનમાં
આ યાદીમાં પાર્ટીના સીનિયર નેતા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહના દિકરા પંકડ સિન્હાનું પણ નામ હશે. પાર્ટી તેમને નોઈડાથી ટિકિટ આપવાની છે. તે સિવાય કલ્યાણ સિંહના પૌત્ર સંદિપ સિંહને પણ અતરૌલીથી ટિકિટ આપવામાં આવશે.

યોગી અયોધ્યાથી લડશે, મથુરામાં શ્રીકાંતની સીટ સુરક્ષીત

શ્રીકાંત શર્મા પહેલાં પણ મથૂરાથી ચૂંટણી લડી ચૂક્યા છે
શ્રીકાંત શર્મા પહેલાં પણ મથૂરાથી ચૂંટણી લડી ચૂક્યા છે

ચૂંટણીના શરૂઆતના દિવસોથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, સીએમ યોગી આદિત્યનાથ મથુરા, અયોધ્યા અથવા ગોરખપુરથી ચૂંટણી લડી શકે છે. જો તેઓ મથુરાથી ચૂંટણી લડે તો રાજ્ય સરકારમાં મંત્રી શ્રીકાંત શર્માને તેમની સીટ છોડવી પડે. પરંતુ હવે યોગી અયોધ્યાથી ચૂંટણી લડવાનું નક્કી હોવાથી હવે શ્રીકાંત મથુરાથી ચૂંટણી લડશે તેવું માનવામાં આવે છે. ગોરખપુર, યોગી આદિત્યનાથનો ગઢ માનવામાં આવે છે. આ કારણે પાર્ટી તેમને અયોધ્યાથી ચૂંટણીમાં ઉતારવા માંગે છે. જેથી આખા રાજ્યમાં એક સકારાત્મક સંદેશ જાય.

ભાજપના 50 સંભવિત ઉમેદવારોની યાદી

બેઠકઉમેદવારોનાં નામ
અયોધ્યાયોગી આદિત્યનાથ
સિરાથૂકેશવ પ્રસાદ મોર્ય
બાગપતયોગેશ ધામી
કોલ (અલીગઢ)અનિલ પરાશર
બરોલીજયવીર સિંહ
અતરૌલીસંદીપ સિંહ (કલ્યાણ સિંહનો પુત્ર)
ખૈરઅનૂપ પ્રધાન બાલ્મિકી
એત્માદપુરધર્મપાલ સિંહ
આગરા દક્ષિણયોગેન્દ્ર ઉપાધ્યાય
આગરા કેંટડો.જીએસ ધર્મેશ
આગરા ઉત્તરપુરુષોત્તમ ખંડેલવાલ
બાહરાની પક્ષાલિકા સિંહ
ખૈરાગઢભગવાન સિંહ કુશવાહા
ફતેહપુર સિકરીચૌધરી બાબુલાલ
ફતેહાબાદછોટેલાલ વર્મા
ગોવર્ધનમેઘ શ્યામ સિંહ
મથુરાશ્રીકાંત શર્મા
બલ્દેવપૂરણ પ્રકાશ
માંટરાજેશ ચૌધરી
ગાઝિયાબાદઅતુલ ગર્ગ
શામલીતેજેન્દ્ર સિંહ નરવાલ
મેરઠ શહેરસુનીલ ભરાલા
લોનીનંદકિશોર ગુર્જર
કૈરાનામૃગાંકા સિંહ
સરધનાસંગીત સોમ
થાના ભવનસુરેશ રાણા
બુઢાનાઉમેશ મલિક
હસ્તિનાપુરદિનેશ ખટીક
નોઈડાપંકજ સિંહ (રાજનાથ સિંહનો પુત્ર)
ખતૌલીવિક્રમ સૈની
ખિવાલખાસમનિંદર પાલ સિંહ
મેરઠ દક્ષિણસોમેન્દ્ર તોમર
મુરાદનગરઅજીત પાલ ત્યાગી
સાહિબાબાદસુનીલ કુમાર શર્મા
મોદીનગરડો.મંજૂ સિંહ
હાપુડવિજયપાલ
શિકારપુરઅનિલ શર્મા
બડૌતકેપી મલિક
ગઢમુક્તેશ્વરહરેન્દ્ર ચૌધરી તેવટિયા
દાદરીતેજપાલ સિંહ નાગર
મુઝફ્ફરનગરકપિલદેવ અગ્રવાલ
પુરકાઝીપ્રમોદ ઉંટવાલ
કિઠૌરસત્યવીર ત્યાગી
ચરથાવલનરેન્દ્ર કશ્યપ
છપરૌલીસહેન્દ્ર સિંહ રમાલા
મેરઠ કેંટઅમિત અગ્રવાલ (અત્યારના ધારાસભ્યનો પુત્ર)
મીરાપુરપ્રશાંત ગુર્જર
ઇગલાસરાજકુમાર સહયોગી
હસ્તિનાપુરદિનેશ ખટીક
ખુર્જામીનાક્ષી સિંહ
છાતા મથુરાલક્ષ્મી નારાયણ ચૌધરી
અન્ય સમાચારો પણ છે...