તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP To Contest 2022 Elections Under Yogi's Leadership, Cabinet Expansion Not Happening Now

UPમાં સરકારની સર્જરી અત્યારે નહીં:યોગીના નેતૃત્વમાં જ વર્ષ 2022ની ચૂંટણી લડશે ભાજપ, મંત્રીમંડળનું વિસ્તરણ અત્યારે નહીં થાય

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને રવિવારે ભાજપની મહત્વની બેઠક યોજાઈ હતી. તેમા પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા રાષ્ટ્રીય મહાસચિવો તથા રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બીએલ સંતોષ તથા અરુણ સિંહ સાથે ઉપસ્થિત હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજનારી વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં જ લડવામાં આવશે. આ ઉપરાંત મંત્રીમંડળનું વિસ્તરણ પણ નહીં કરવામાં આવે. ન્યૂઝ ચેનલ આજતકે બેઠક સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકી જણાવ્યું છે કે વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી માટે ભાજપ પોતાના ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ તૈયાર કરી રહી છે. પર્ફોમન્સના આધારે જ ટિકિટની ફાળવણી કરવામાં આવશે. હકીકતમાં કોરોનાના કેસ વધતા અને ગંગામાં મૃતદેહો તરતા હોવાના સમાચારોને પગલે યોગી સરકારની ટીકા થઈ હતી.

છેલ્લા કેટલાક દિવસથી યોજાઈ રહી છે બેઠકો અગાઉ મોદી-શાહ અને સંઘની મહત્વની બેઠક યોજાઈ હતી. તેમાં ઉત્તર પ્રદેશમાં સરકારની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે સરકારમાં ફેરફાર કરવા અને મંત્રીમંડળનું વિસ્તરણ કરવા અંગે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. એવું કહેવામાં આવતુ હતું કે કેટલાક જૂના નેતાઓને બહાર કરવામાં આવશે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે.

યુપીમાં છેલ્લા કેટલાક દિવસોથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે.તેમા કેબિનેટમાં ફેરફારથી લઈ ચૂંટણી અભિયાન સુધીની વાત થઈ છે. તાજેતરમાં જ જેપી નડ્ડાએ દિલ્હીમાં પાર્ટી મહાસચિવોની સાથે બે દિવસની બેઠક યોજી હતી. તેમા ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં બીએલ સંતોષ તથા UPના ભાજપ પ્રભારી રાધા મોહન સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ એક લાખ હેલ્થ વોલેન્ટીયર તૈયાર કરશે ભાજપે રવિવારે કોરોનાની બીજી લહેર સમયે પોતાના કાર્યકર્તાઓના કાર્યોની સમીક્ષા કરી છે. આ દરમિયાન કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પક્ષ દેશભરમાં એક લાખ હેલ્થ વોલન્ટીયર તૈયાર કરશે. તેમને મેડિકલ ઉપકરણ ઓપરેટ કરવાની તાલીમ આપવામાં આવશે. આ બેઠક જેપી નડ્ડાએ બોલાવી હતી. તેમા પક્ષના મહાસચિવ તથા વિવિધ વિંગના અધ્યક્ષ પણ સામેલ થયા હતા.

કર્ણાટકમાં પણ લીડરશિપ બદલાય તેવી અટકળો દક્ષિણ ભારતમાં ભાજપ શાસિત રાજ્ય કર્ણાટકમાં મુખ્યમંત્રી બીએસ યેદિરપ્પાએ રવિવારે કહ્યું છે કે જે દિવસે હાઈકમાન્ડ કહેશે ત્યારે તેઓ પોતાના પદ પરથી રાજીનામુ આપી દેવા તૈયાર છે. હું આ અફવા અને અટકળો અંગે કંઈ કહેવા માંગતો નથી.