તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Delhi, He Met Nadda And Came To Lucknow. The BJP's State In charge Met The Governor Directly; Said Yogi Will Decide On The Expansion Of The Cabinet

UP સરકારની સર્જરીની તૈયારી:દિલ્હીમાં નડ્ડાને મળીને લખનઉ આવ્યા ભાજપના પ્રદેશ પ્રભારી, સીધા રાજ્યપાલને મળ્યા; કહ્યું- મંત્રીમંડળના વિસ્તરણ પર નિર્ણય યોગી કરશે

લખનઉ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યારથી હું પ્રદેશનો પ્રભારે બન્યો છું, ત્યારથી રાજ્યપાલ સાથે મુલાકાત થઈ નથીઃ રાધા મોહન સિંહે

સંઘ, ભાજપ અને મોદી-શાહે થોડા દિવસો અગાઉ ઉત્તરપ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી અને ત્યાંની સરકારી સર્જરીને લઈને મહત્વની બેઠક કરી છે. તે પછી યુપીના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના પ્રદેશ પ્રભારી રાધા મોહન સિંહ શનિવારે દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની સાથે હાજર હતા અને અચાનક લખનઉ આવી ગયા. રવિવારે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે. તેની સાથે જ એક વખત ફરી યોગીના મંત્રીમંડળમાં ઉથલપાથલની ચર્ચા થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાધા મોહન સિંહ વિધાનસભા અધ્યક્ષ હ્રદય નારાયણ દીક્ષિતને મળી શકે છે.

રાજ્યપાલને મળવા જતા પહેલા રાધા મોહન સિંહે કહ્યું કે જ્યારથી હું પ્રદેશનો પ્રભારે બન્યો છું, ત્યારથી રાજ્યપાલ સાથે મુલાકાત થઈ નથી. આ એક શિષ્ટાચાર ભેટ છે. મંત્રીમંડળ વિસ્તરણના સવાલ પર તેમણે કહ્યું કે જે પણ જગ્યા ખાલી છે, તે માટેનો ઉચિત સમય જશે તો તેને મુખ્યમંત્રી પોતે જ ભરશે. મુખ્યમંત્રીના સવાલ પર તેમણે કહ્યું કે સીએમ સારુ કામ કરી રહ્યાં છે. કોરોનાથી ઉગરવા માટે તેમણે કેવુ કર્યું. તે બધા જાણે છે.

સરકાર અને સંગઠન સારી રીતે કામ કરી રહ્યાં છે
રાધા મોહને કહ્યું- સરકાર અને સંગઠન સારી રીતે કામ કરી રહ્યાં છે. કેટલાક લોકો તેમના મનમાં આવે તેવું કઈ પણ કહે છે. અમે પંચાયત ચૂંટણીમાં સારુ પ્રદર્શન કર્યું છે. પહેલા સ્થાનિક પાર્ટીની ગ્રામીણ ક્ષેત્રોમાં વધુ સીટો હતી, જોકે આ વખતે અમે વધુ સીટો જીતી છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ સારુ પ્રદર્શન કર્યું અને જિલ્લા પંચાયત અધ્યક્ષ ચૂંટણીમાં પણ સારુ પ્રદર્શન કરીશું.

પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવે મંત્રીમંડળ વિસ્તારના સવાલ પર કહ્યું કે મુખ્યમંત્રી ખૂબ જ મેહનતુ છે. 24 કલાક કામ કરે છે. કાયદો વ્યવસ્થા યોગ્ય છે. આ પહેલા જે લોકોની સરકાર રહી, તમે લોકોએ તેને જોઈ છે, કઈ રીતે એક પાર્ટીની સરકાર રહી છે. ભષ્ટ્રાચારની સરકાર રહી છે.

મોડી રાતે પ્રદેશ અધ્યક્ષે સંગઠન મંત્રી સાથે બેઠક કરી
દિલ્હીથી લખનઉ આવેલા પ્રભારી રાધા મોહન સિંહે શનિવારે મોડી રાતે પ્રદેશ મુખ્યાલયમાં પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને મહામંત્રી સુનીલ બંસલની સાથે બેઠક કરી. પ્રાપ્ત માહિતી મુજબ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પાસેથી મળેલા દિશા-નિર્દેશ પર ચર્ચા થઈ. રાધા મોહન રવિવારે પણ બેઠકમાં સામેલ થશે. ભાજપ પ્રદેશ કાર્યાલયમાં બેઠક બાદ અચાનક તેમનો કાર્યક્રમ રાજ્યપાલ સાથે મળવાનો નક્કી થયો હતો.

પાંચ રાજ્યોની ચૂંટણીની તૈયારીઓ ઝડપી થઈ
ભાજપે યુપી સહિત પાંચ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં પાર્ટીએ શનિવારે મહાસચિવ અને મોર્ચા પદાધિકારીઓની બેઠક બોલાવીને સ્થિતિ જાણી તો રવિવારે રાજ્યના પ્રભારિઓ સાથે ચર્ચા થશે.

શનિવારની બેઠક પછી પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડા અને સંગઠન માહાસચિવ બી એલ સંતોષે વડાપ્રધાન સાથે મુલાકાત કરીને તેમને રિપોર્ટ સોંપ્યો છે. મોદી સરકારના સાત વર્ષ પુર થવાના પ્રસંગે પાર્ટીએ જ સેવા જ સંગઠનના નામથી અભિયાન શરૂ કર્યું હતું અને કોરોના પીડિતોની મદદ કરી હતી.

આગામી વર્ષે ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી છે. પાર્ટી માટે ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ વધુ મહત્વપૂર્ણ છે. શનિવારની બેઠકમાં ઉત્તરપ્રદેશના પ્રભારી રાધામોહન સિંહને પણ બોલાવવામાં આવ્યા હતા. સિંહે બેઠક પછી તાત્કાલિક લખનઉ નીકળી ગયા હતા. તેમને દિલ્હીથી કઈક સંદેશ આપીને મોકલવામાં આવ્યા છે.