તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • BJP Seeks RSS's Help To Tarnish Image Tarnished By Corona, Commands Activists To Join Social Work

ભાજપનું મિશન મેકઓવર:કોરોનાથી બગડેલી ઈમેજને સુધારવા ભાજપ RSSના શરણે, કાર્યકર્તાઓને આદેશ- સામાજીક કાર્ય સાથે જોડાઓ

નવી દિલ્હી3 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાની બીજી લહેરમાં કેન્દ્ર સરકાર સહિત ભાજપ શાસિત રાજ્યોની સરકારોએ ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને લીધે ઈમેજને જે અસર થઈ છે તે સુધારવા માટે મોદી સરકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરણ લઈ શકે છે.

સેવા હી સંગઠન પ્રોગ્રામ ફેઝ-2

 • નડ્ડાએ કાર્યકર્તાઓને કહ્યું છે કે તેઓ વેક્સિનેશન અભિયાન ઉપરાંત રાહત અભિયાનો તથા ગામોમાં સ્વયંસેવી હેલ્થવર્કર્સની તાલીમમાં ભાગ લે.
 • કાર્યકર્તાઓ સુનિશ્ચિત કરે કે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિનના બન્ને ડોઝ આપી દેવામાં આવે.
 • 18-44 વર્ષની વયજૂથમાં ખાસ ગ્રુપને વેક્સિનેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, જેમાં સંક્રમણની આશંકા વધારે છે.
 • માલ-સામાનોની ડિલિવરી કરનારા, ઓટો રિક્ષા ડ્રાઈવર, ઘરોમાં કામકાજ કરનારા, ન્યૂઝ પેપર વહેચનાર, ગેસ સિલેન્ડર્સની ડિલીવરી કરનારા વગેરેને વેક્સિનેશન માટે જાગૃત કરવા
 • બ્લડ ડોનેશન કેમ્પ આયોજીત કરવા. જરૂરિયાતમંદોને હોસ્પિટલો તથા અન્ય જગ્યા પર ભોજન ઉપલબ્ધ કરાવવું માટે રાશન અને ભોજનની વ્યવસ્થા કરવી
 • એવા ઘરોમાં કાર્યકર્તાઓને દેખરેખ માટે મોકલવા કે જ્યાં વૃદ્ધ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અથવા તો તમામ સંક્રમિત છે. એવા પરિવારોની પણ મદદ કરવી કે જેમને જરૂર હોય.
 • કોવિડ થયા બાદ સલાહ માટે ટેલિમેડિસિન કન્સલ્ટન્સી અને મેડિકલ હેલ્પ સેન્ટર્સ પણ તૈયાર કરવામાં આવે.

ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી કાર્યકર્તા ગ્રાઉન્ડ વર્ક કરે
નડ્ડાએ કાર્યકર્તાઓને આદેશ આપ્યાં છે કે આવા લોકોના વેક્સિનેશન પર અગ્રીમતા આપવામાં આવી છે, જેમના ઘરોમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. પાર્ટીને આ આદેશ ત્રીજી લહેર અંગે નિષ્ણાતોની આશંકા પર આધારિત છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ લહેરમાં બાળકો વધારે સંક્રમિત થઈ શકે છે.

ઈમેજ સુધારવા માટે અત્યાર સુધી 3 પગલાં

 • પહેલું: બીજી લહેરમાં જ્યારે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર પર મિસ મેનેજમેન્ટનો આરોપ લાગ્યા તો ભાજપે કાર્યકર્તાઓને કોરોના સામે અભિયાનમાં સક્રિય થવા માટે આદેશ આપ્યો. વડાપ્રધાન તરીકે મોદીના 7 વર્ષ પૂરા થયા તેની કોઈ જ ઉજવણી કરવામાં આવી નથી, નડ્ડાએ કહ્યું કે કાર્યકર્તા સમાજ સેવા પર ધ્યાન આપે.
 • બીજું: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જૂનના રોજ રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો હતો. 18થી વધુ વર્ષના લોકોને વેક્સિનેશન ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
 • ત્રીજું: ભાજપે સેવા હી સંગઠન અભિયાનનો બીજો તબક્કો શરૂ કર્યો છે. કાર્યકર્તાઓને કોરોના સામે યુદ્ધ લડવા માટે વિસ્તૃત આદેશ આપવામાં આવ્યા છે.