તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં TMC- ભાજપ વચ્ચે ઝપાઝપી:ભાજપે કહ્યું- TMCના કાર્યકર્તાઓએ બોમ્બથી હુમલો કર્યો, અમારા 7 કાર્યકર્તા ઈજાગ્રસ્ત થયા

કોલકાતા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
બંગાળમાં TMC અને ભાજપના કાર્યકર્તા વચ્ચે હિંસક ઝપાઝપી થઈ - Divya Bhaskar
બંગાળમાં TMC અને ભાજપના કાર્યકર્તા વચ્ચે હિંસક ઝપાઝપી થઈ

પશ્ચિમ બંગાળના બારાબાનીમાં TMC અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે શનિવારે અથડામણ થઈ ગઈ હતી. ભાજપના નેતા લખન ઘોરુઈએ કહ્યું કે TMCના કાર્યકર્તાઓએ ફાયરિંગ કર્યું અને બોમ્બ વડે હુમલો કર્યો. ભાજપના 7 કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ફરિયાદ કરવા છતા કાર્યવાહી કરી નથી.

પશ્ચિમ બંગાળ ભાજપ પ્રભારી કૈલાશ વિજય વર્ગીયએ કહ્યું છે કે અમે સમગ્ર પશ્ચિમ બંગાળમાં પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું. અપરાધીઓ સાથે પોલીસ મળેલી છે. તેમણે જાણ હતી કે અસનસોલમાં ભાજપની રેલી યોજાઈ છે. પોલીસ ત્યાં હતી પણ તેની ઉપસ્થિતિમાં અમારા કાર્યકર્તાઓ પર બોમ્બ અનો ગોળી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ પ્રકારની ઘટના બંગાળમાં જ થઈ શકે છે.

પોલીસે કહ્યું- બન્ને પક્ષો તરફથી બોમ્બ ફેકવામાં આવ્યા
બીજી બાજુ TMCએ ભાજપના આરોપને નકારતા કહ્યું છે કે ભાજપના લોકો વચ્ચે ઝઘડો થયો હતો. બીજી બાજુ પોલીસે કહ્યું કે બન્ને તરફથી એક-બીજા પર બોમ્બ ફેકવામાં આવ્યો. કેટેલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, કેટલાક ઘરોમાં પણ લૂટફાટ ચલાવી છે.

બાબુલ સુપ્રિયો લોકો-હુમલામાં માઈનિંગ માફીયાનું કનેક્શન
કેન્દ્રીય મંત્રી અને આસનસોલ સાથે સાંસદ બાબુલ સુપ્રિયોએ કહ્યું કે આ હુમલામાં TMC ના સ્થાનિક નેતાનો હાથ છે. જે લોકો કોલ માઈનિંગ માફીયા સાથે મળેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો