કમલનાથે હનુમાનજીના ફોટાવાળી કેક કાપી:ભાજપે કહ્યું- 'આ ભગવાન રામ-હનુમાનનું અપમાન છે'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ કમલનાથનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હનુમાનજીના ફોટાવાળી કેક કાપતા જોવા મળી રહ્યા છે. કેકનું સ્ટ્રક્ચર મંદિર જેવું છે. તેના ફોટો અને વીડિયો સામે આવ્યા બાદ ભાજપે ભગવાન શ્રીરામ અને હનુમાનજીનું અપમાન ગણાવ્યું છે.

આ વીડિયો છિંદવાડાના શિકારપુરનો છે, જ્યાં એક દિવસ પહેલાં તેમણે આ કેક કાપી હતી. ભૂતપૂર્વ CM કમલનાથનો 18 નવેમ્બરે જન્મદિવસ છે, પરંતુ તેમના ચાહકો અને પાર્ટીના કાર્યકરોએ તેમના જન્મદિવસની અગાઉથી ઉજવણી કરી હતી. બીજેપીએ VDEO સોશિયલ મીડિયા પર જાહેર કરીને તેને ખોટો ગણાવ્યો છે. કહ્યું- આ હિન્દુઓની ભાવનાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

4 લેયર કેકની ઉપર હનુમાનજીનો ફોટો
કેક 4 લેયરની છે. તેની નીચે પ્રથમ લેયર પર લખ્યું છે- હમ હૈ છિંદવાડા વાલે, બીજા લેયર પર જીવેત શરદઃ શતમ, ત્રીજા લેયર પર માનનીય કમલનાથજી અને ચોથા લેયર પર જન નાયક લખેલું છે. તેમજ ચોથા લેયર પર હનુમાનજીનો ફોટો છે. કેક પર મંદિર જેવું શિખર છે. ધ્વજ લગાવવામાં આવ્યો છે. કમલનાથ કેક કાપતા જોવા મળે સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર ગુપ્તા અને અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે.

કેકમાં ચોથી લેયર પર હનુમાનજીનો ફોટો છે. શિખર મંદિર જેવું છે. ધ્વજ પણ જોડાયેલ છે. આ કેક કાપવાને લઈને હોબાળો થયો છે.
કેકમાં ચોથી લેયર પર હનુમાનજીનો ફોટો છે. શિખર મંદિર જેવું છે. ધ્વજ પણ જોડાયેલ છે. આ કેક કાપવાને લઈને હોબાળો થયો છે.

લોકોના કહેવા પ્રમાણે આ કેક ઈંડાની હતી
છિંદવાડામાં ભાજપ જિલ્લાધ્યક્ષ બંટી સાહૂએ ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું- પૂર્વ CM કમલનાથે ભલે હનુમાનજીનું મંદિર બનાવ્યું છે, પરંતુ તેમને મંદિરમાં બિલકુલ પણ આસ્થા નથી. ઘણીવાર તેમનો આખો પરિવાર અને તેમણે જાતે હિન્દુ ધર્મની ભાવનાને ઠેસ પહોંચાડવામાં કોઈ કસર બાકી રાખી નથી.

તેમણે કહ્યું- વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી, કમલનાથ અને તેમનો પરિવાર પિકનિક માટે છિંદવાડા આવે છે. અત્યારે તેમનું મેદાન સરકતું દેખાઈ રહ્યું છે કારણ કે તેઓ 15 મહિના સુધી મુખ્યમંત્રી રહ્યા પરંતુ ચૂંટણી પહેલા આપેલા વચનો પૂરા કરી શક્યા નથી.

ભાજપ જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે, આ ઘટના નિંદનીય, પીડાદાયક છે. હજુ તેમનો જન્મદિવસ નથી, પરંતુ તે 5 દિવસથી છિંદવાડામાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે લોકો કહે છે કે ઈંડાની કેક હતી. શું ઈંડાની કેક પર હનુમાનજીનો ફોટો લગાવવો યોગ્ય છે? અત્યારે તેઓ ગુજરાતના સ્ટાર પ્રચારક છે, એવું લાગે છે કે તેઓ ત્યાં એવો સંદેશ આપવા માગે છે કે હિન્દુત્વની મજાક કરો અને ચૂંટણી જીતો.

કમલનાથનો જન્મદિવસ 18 નવેમ્બરે છે. તેના ચાહકો અને કાર્યકરો જન્મદિવસની ઉજવણી માટે પહેલેથી જ કેક કાપી રહ્યા છે.
કમલનાથનો જન્મદિવસ 18 નવેમ્બરે છે. તેના ચાહકો અને કાર્યકરો જન્મદિવસની ઉજવણી માટે પહેલેથી જ કેક કાપી રહ્યા છે.

હિંદુ સહિષ્ણુ, અન્ય ધર્મની વાત પર 'સર તન સે જુદા'ના નારા લાગતા: BJP
ભોપાલમાં BJPના પ્રદેશ પ્રવક્તા આશિષ અગ્રવાલે કહ્યું કે, જ્યારે સનાતન ધર્મની મૂર્તિઓને તોડવા માટે મુઘલો સફળ નથી થઈ શક્યા, તો કમલનાથ માટે તે કેવી રીતે શક્ય બનશે. તે હિન્દુ ધર્મની સહિષ્ણુતા છે, જે તેઓ આવા કૃત્યો કરીને પણ છટકી જાય છે. હું પડકાર આપું છું કે જો અન્ય કોઈ ધર્મના નેતાને આવી કેક કાપતા જોયાં હોત તો 'સર તન સે જુદા'ના નારા લાગી જતાં. કમલનાથે સનાતન ધર્મની માફી માગવી જોઈએ. કોંગ્રેસે પણ આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ.

કમલ પટેલે કહ્યું કે- તમામ કોંગ્રેસી નાસ્તિક છે
હનુમાનજીનો ફોટોવાળી કેક કાપવાની વીડિયો સામે આવ્યા બાદ મંત્રી કમલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે- કમલનાથજી હોય કે કોંગ્રેસીઓ... આ બધા લોકો નાસ્તિક છે, તેઓ ભગવાનમાં માનતા જ નથી, કહે છે કે રામ કાલ્પનિક છે, પરંતુ દેશની અંદર એક નવી ક્રાંતિ આવી છે. રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેઓ આ સમજી ગયા છે, તેઓ મતની રાજનીતિ માટે ધાર્મિક બની રહ્યા છે. નાસ્તિકો પણ આસ્તિક બની રહ્યા છે એ સારી વાત છે.

આ અમારી સફળતા છે. આ અમારી રામજન્મભૂમિ આંદોલનની જીત છે કે નાસ્તિકો પણ આસ્તિક બની રહ્યા છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ભગવાનની પૂજા કરો, પશ્ચિમી સંસ્કૃતિની જેમ કેક ન કાપો. જનતા પણ તેની ટીકા કરી રહી છે.

કમલનાથે ફોટોવાળી કેક નહીં પણ બીજી કેક કાપી
કોંગ્રેસ મીડિયા વિભાગની ઉપાધ્યક્ષ સંગીત શર્માએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીની પાસે કોઈ મુદ્દો નથી, તે ધર્મ અને લોકોની લાગણીઓને ઉશ્કેરવાનું કામ કરે છે. કમલનાથ હનુમાનજીના ભક્ત છે. તેમના સમર્થકો હનુમાનજીના ફોટાવાળી કેક લઈને પહોંચ્યા હતા, પરંતુ કમલનાથે કેક કાપી ન હતી. બીજી કેક કાપી. ભાજપ આવા મુદ્દા લાવીને પોતાની દુકાન ચલાવવાનું કામ કરે છે. આ નિમ્ન સ્તરનું રાજકારણ છે.

અન્ય સમાચારો પણ છે...