• Gujarati News
  • National
  • BJP Said Look At The T shirt Of 41 Thousand; Congress Reply Talk About 10 Lakh Suits

ભારત જોડો યાત્રામાં રાહુલની ટીશર્ટની ચર્ચા:ભાજપે કહ્યું - જુઓ 41 હજારની ટીશર્ટ; કોંગ્રેસનો જવાબ- 10 લાખના સૂટ વિશે વાત કરો

22 દિવસ પહેલા

કોંગ્રેસના ભારત જોડો યાત્રા અંતર્ગત શુક્રવારે રાહુલ ગાંધી તામિલનાડુમાં હતા. ત્યાં તેના કાર્યક્રમ કરતાં તેના ટીશર્ટની ચર્ચા વધારે હતી. રાહુલ ગાંધીએ બરબેરી કંપનીની સફેદ રંગની ટીશર્ટ પહેરી હતી. ભાજપે તેનો ફોટો ટ્વિટ કરીને લખ્યું- ભારત દેખો, 41 હઝાર કી ટીશર્ટ. ભાજપે તેના ટ્વિટમાં કંપનીની ઓનલાઈન સેલના પ્રાઈઝ ટેગ પણ બતાવ્યું છે. ભાજપના ટ્વિટના જવાબમાં કોંગ્રેસે લખ્યું-અરે... ગભરાઈ ગયા કે શું? ભારત જોડો યાત્રામાં ઉમટેલા માનવ મહેરામણને જોઈને... મુદ્દાની વાત કરો.... બેરોજગારી અને મોંઘવારી પર બોલો. બાકી, કપડાં પર જો ચર્ચા કરવી હોય તો મોદીજીના 10 લાખના સૂટ અને 1.5 લાખના ચશ્મા સુધી વાત જશે. બોલો, વાત કરવી છે?

અમે દેશના લોકોને જોડવા માટે નીકળ્યા છીએઃ રાહુલ
એક સવાલના જવાબમાં રાહુલે કહ્યું- કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા કાઢી રહી છે અને હું પાર્ટીનો સભ્ય છું. તેથી જ હું આ યાત્રામાં જોડાયો છું. તેમણે કહ્યું- યાત્રાનો હેતુ સ્પષ્ટ છે, અમે દેશના લોકોને જોડવા માટે નીકળ્યા છીએ. રાહુલે કહ્યું- હું ભારત જોડો યાત્રા દ્વારા આ દેશ અને મારા વિશે સમજી શકીશ. હું 2-3 મહિનામાં સમજદાર બની જઈશ.

અન્ય સમાચારો પણ છે...