જેલમાં મસાજ કરાવે છે કેજરીવાલના મંત્રી:તિહારમાં સત્યેન્દ્ર જૈનને VVIP ટ્રીટમેન્ટનો દાવો; ભાજપે પોસ્ટ કરેલા વીડિયો સામે સવાલ- જેલના ફૂટેજ બહાર કેવી રીતે આવ્યા?

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કુલ ત્રણ વીડિયો સામે આવ્યા છે

આવક કરતાં વધુ સંપત્તિ અને મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હી સરકારના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન ફરી વિવાદમાં આવ્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પોસ્ટ કરેલા વીડિયોમાં સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDએ કોર્ટમાં એફિડેવિટ અને કેટલાક ફોટોગ્રાફ્સ આપીને આ અંગે ફરિયાદ પણ કરી હતી.

દિલ્હીની તિહાર જેલમાંથી સત્યેન્દ્ર જૈનના કુલ ત્રણ વીડિયો સામે આવ્યા છે. આને સીસીટીવી ફૂટેજ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ સત્યેન્દ્ર જૈનના પગ, માથા અને શરીર પર મસાજ કરાવી રહ્યા છે. EDએ થોડા સમય પહેલાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં VVIP ટ્રીટમેન્ટ મળી રહી છે. આ વીડિયો સપ્ટેમ્બર મહિનાનો જણાવવામાં આવી રહ્યું છે. તિહાર જેલ ચૂસ્ત બંદોબસ્ત માટે જાણીતી છે. અહીં અંદર ચકલું ય જઈ શકતું નથી અને બહાર પણ કોઈ આવી શકતું નથી તો પછી જેલના સીસીટીવી ફૂટેજ જેલમાંથી લીક કેવી રીતે થયા? ક્યારેય જેલના વીડિયો બહાર આવી ના શકે તો પછી ભાજપે આ વીડિયો ક્યાંથી મેળવીને કેવી રીતે પોસ્ટ કર્યો ? આ સવાલ ચર્ચાઈ રહ્યો છે.

  • પ્રથમ વીડિયો, 13 સપ્ટેમ્બરનો આ વીડિયો 36 સેકન્ડનો છે, જેમાં સફેદ ટી-શર્ટ પહેરેલી એક વ્યક્તિ મંત્રીના પગની માલિશ કરી રહી છે. પલંગ પર પડેલા સત્યેન્દ્ર જૈન કેટલાક કાગળો જોઈ રહ્યા છે. તેમની બાજુમાં રહેલા ઓશીકા પર રિમોટ પડેલું છે. તેમના રૂમમાં મિનરલ વોટરની બોટલો પણ દેખાય છે.
  • બીજો વીડિયો, 14 સપ્ટેમ્બરનો આ વીડિયો 26 સેકન્ડનો છે. આમાં સત્યેન્દ્ર જૈન પલંગ પર આરામથી સૂઈ રહ્યા છે અને એક માણસ તેમના પગ દબાવી રહ્યો છે. તેમના રૂમમાં ખુરસી પર અખબાર કે મેગેઝિન પણ દેખાય છે
  • ત્રીજો વીડિયો, 14 સપ્ટેમ્બરનો આ વીડિયો પણ 26 સેકન્ડનો છે. આમાં સત્યેન્દ્ર જૈન ખુરસી પર બેઠા છે અને એક વ્યક્તિ તેમના માથામાં માલિશ કરી રહી છે. રૂમમાં એક જોડી બૂટ અને ચંપલની જોડી દેખાય છે. તેમના પલંગ પર રિમોટ પણ દેખાય છે.

ED પર કોર્ટમાં સુવિધાઓ આપવાનો પણ આરોપ હતો
EDએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને તિહાર જેલમાં ઘણી સુવિધાઓ મળી રહી છે. જેલના CCTV ફૂટેજમાં તેઓ બેક એન્ડ ફૂટ મસાજ કરાવતા જોવા મળે છે. જેલ સુપરિન્ટેન્ડન્ટ નિયમોની વિરુદ્ધ જઈને સત્યેન્દ્ર જૈનને મળે છે, તેઓ તેમને પૂછવા જાય છે કે મંત્રીને જેલમાં કોઈ સમસ્યા છે કે કેમ.

કેસના આરોપીઓ સાથે સેલમાં મીટિંગ કરે છે
EDએ કહ્યું હતું કે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને સત્યેન્દ્ર જૈન માટે દરરોજ તેમના ઘરેથી ભોજન મગાવવામાં આવે છે. તેમની પત્ની પૂનમ જૈન અવારનવાર સેલમાં તેમની મુલાકાત લે છે, જે ખોટું છે. તે કેસના અન્ય આરોપીઓ સાથે કલાકો સુધી તેની સેલમાં બેઠકો કરે છે. સત્યેન્દ્ર જૈન જેલમંત્રી હોવાનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.

તિહાર પ્રશાસને આ આરોપોને નકારી કાઢ્યા હતા
તિહાર પ્રશાસને કહ્યું હતું કે EDએ AAP નેતા સત્યેન્દ્ર જૈનના સેલ અને વોર્ડના CCTV ફૂટેજ માગ્યા હતા, જે એજન્સીને આપવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનના સેલમાં બહારથી કોઈ આવતું નથી.

સવારે, જ્યારે કેદીઓની ગણતરી માટે સેલ ખૂલે છે ત્યારે વોર્ડમાં હાજર તમામ કેદીઓ એકબીજા સાથે વાત કરી શકે છે. દરમિયાન સત્યેન્દ્ર કેસ બીજા આરોપીઓ સાથે મીટિંગ કરે છે. જેલ પ્રશાસને સેલમાં કોઈપણ પ્રકારનું ઈલેક્ટ્રોનિક ગેજેટ હોવાનો ઈનકાર કર્યો છે.

ઠગ સુકેશના આરોપ - જૈને 10 કરોડ રૂપિયા લીધા
1 નવેમ્બરના રોજ જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અંગે પત્ર લખ્યો હતો. મોટો દાવો કર્યો છે. સુકેશે કહ્યું હતું કે જૈને જેલમાં સુરક્ષા અને સુવિધાઓના નામે 10 કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. આ રકમ તેની એક નજીકની વ્યક્તિને આપવામાં આવી હતી.

મંત્રી સત્યેન્દ્ર જૈન અને પૂર્વ ડીજી મને જેલમાં ધમકાવી રહ્યા છે
સુકેશે પોતાના વકીલને બીજા પત્રમાં લખ્યું- 1 નવેમ્બરના રોજ મેં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખ્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું જેલમાં સુવિધાઓ આપવાના બદલામાં કેજરીવાલ સરકારે જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નર સીબીઆઈમાં ફરિયાદ કર્યા બાદ સત્યેન્દ્ર જૈન અને જેલના તત્કાલીન ડીજી તેને (સુકેશ)ને ધમકી આપી રહ્યા છે. સુકેશના વકીલ દ્વારા પત્રની પુષ્ટિ મીડિયા દ્વારા કરવામાં આવે છે.

કોણ છે સુકેશ ચંદ્રશેખર?
સુકેશ ચંદ્રશેખર કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. એવું કહેવાય છે કે તે ભવ્ય જીવનશૈલી જીવવા માટે 17 વર્ષની ઉંમરથી લોકોની સાથે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતુ. બેંગલુરુમાં છેતરપિંડી કર્યા પછી, તેણે ચેન્નઈ અને અન્ય શહેરોમાં પણ લોકોને નિશાન બનાવ્યા. તેના લક્ષ્ય પર ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓથી લઈને બોલિવૂડની હસ્તીઓ રહે છે.

તિહાર અને સત્યેન્દ્ર જૈન સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો...

કેજરીવાલના મંત્રી સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ આપવાનો આરોપ, તિહાર જેલના સુપરિન્ટેન્ડન્ટ સસ્પેન્ડ

તિહાર જેલના બેરેક નંબર 7ના સુપરિન્ટેન્ડન્ટ અજિત કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને VIP ટ્રીટમેન્ટ આપવા અને જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરને ધમકી આપવા બદલ કુમાર વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...