સતત 3 મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી થયું મોદીનું સ્વાગત:ગુજરાતની જીતને લઈ BJP સંસદીય દળની બેઠકમાં ઉષ્માભર્યું સ્વાગત કરાયું, મોદીએ જીતનો શ્રેય પાટીલને આપ્યો

3 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજી હતી. ભાજપની બેઠકમાં પીએમ મોદીની એન્ટ્રી થતાં જ પાર્લમેન્ટરી બોર્ડના મેમ્બર્સે તાળીના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ સ્વાગત ગુજરાતમાં ભવ્ય વિજય મેળવવા માટે કરાયું હતું. લગભગ 3 મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ ચાલુ રહ્યો હતો. જોકે વડાપ્રધાને સંસદીય દળની બેઠકમાં ગુજરાતની જીતનો શ્રેય સી.આર.પાટીલને આપ્યો હતો.

કોંગ્રેસે ભારત-ચીન સરહદ અથડામણ પર વિપક્ષી દળો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કોંગ્રેસનેતા મલ્લિકાઅર્જુન ખડગે તવાંગ મુદ્દે સરકાર પર પ્રહાર કરવા માટે વિપક્ષો સાથે ચર્ચા કરી હતી.

કોંગ્રેસે તવાંગ મુદ્દે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના નામ પર વાંધો ઉઠાવ્યો
મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યું હતું કે સંરક્ષણમંત્રી સંસદમાં આવ્યા. તેમનું નિવેદન વાંચીને બહાર નીકળી ગયા. તેઓ આના પર ચર્ચા કરવા પણ તૈયાર નહોતા. રાજીવ ગાંધી ફાઉન્ડેશન કેસ સાથે કોઈ સંબંધ નથી. જો આમાં અમારો કોઈ દોષ હોય તો અમને ફાંસીની સજા આપો.

ખડગેનું કહેવું છે કે, ઉપાધ્યક્ષે કહ્યું હતું કે અમને સ્પષ્ટતા કરવાની તક આપવામાં આવશે, પરંતુ તેમણે એમ ન કર્યું. તેઓ અમારી વાત સાંભળવા પણ તૈયાર નહોતા, આ દેશ માટે યોગ્ય નથી.

આ રાજ્યસભાની મંગળવારની તસવીર છે. ખડગેએ તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સરકારને સવાલો કર્યા હતા.
આ રાજ્યસભાની મંગળવારની તસવીર છે. ખડગેએ તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સરકારને સવાલો કર્યા હતા.

તવાંગ અથડામણ પરનાં નિવેદન

1. રાજનાથે કહ્યું- ભારતીય સૈનિકોએ બહાદુરી બતાવી
રાજનાથે કહ્યું- 9 ડિસેમ્બર 2022ના રોજ PLA જૂથે તવાંગમાં LACનું ઉલ્લંઘન કર્યું અને નિયમો તોડ્યા હતા. ભારતીય સેનાએ PLAને અતિક્રમણ કરતાં અટકાવ્યું. તેમની પોસ્ટ પર જવા માટે મજબૂર કર્યા. આ ઘટનામાં બંને પક્ષના કેટલાક જવાનોને ઈજાઓ પણ પહોંચી છે. આપણા સૈનિકોમાંથી એકપણ મૃત્યુ પામ્યો નથી કે ગંભીર રીતે ઘાયલ પણ નથી. યોગ્ય સમયે હસ્તક્ષેપ કરતાં ચીની સૈનિકો પાછા ફર્યા હતા.

ત્યાર પછી લોકલ કમાન્ડરે 11 ડિસેમ્બરે ચાઈનીઝ કાઉન્ટર પાર્ટની સાથે વ્યવસ્થા હેઠળ બેઠક કરી. ચીનને આવી કાર્યવાહી ન કરવા અને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું. રાજદ્વારી સ્તરે પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આપણી સેના પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. કોઈપણ પ્રયાસને રોકવા માટે તૈયાર છે. રક્ષામંત્રીએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે ગૃહ સુરક્ષા દળોની બહાદુરી અને સાહસને સમર્થન આપશે. આ સંસદ કોઈપણ શંકા વિના ભારતીય સેનાની બહાદુરી, પરાક્રમ અને ક્ષમતાને આવકારશે.

2. શાહે કહ્યું- રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનમાંથી પૈસા મળ્યા

ગૃહમંત્રી અમિત શાહે સંસદની બહાર કર્યો દાવો - ચીને ભારતની એક ઇંચ જમીન પર કબજો નથી કર્યો.
ગૃહમંત્રી અમિત શાહે સંસદની બહાર કર્યો દાવો - ચીને ભારતની એક ઇંચ જમીન પર કબજો નથી કર્યો.

આ પહેલાં તવાંગ અથડામણને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. એના પર ગૃહમંત્રી અમિત શાહે સંસદની બહાર કહ્યું હતું કે ચીને ભારતની એક ઇંચ જમીન પર કબજો નથી કર્યો. આપણા જવાનોએ બહાદુરી બતાવી હતી. કોંગ્રેસ બેવડું વર્તન કરી રહી છે. કોંગ્રેસે પ્રશ્નકાળ ચાલવા દીધો નહોતો. અમે તમને જવાબ આપવા કહ્યું હતું, તેમ છતાં તેમણે સંસદ ચાલવા દીધી ન હતી.

શાહે આરોપ લગાવ્યો હતો કે ચીન પર કોંગ્રેસનું વલણ બેવડું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સવાલો પ્રશ્નકાળ દરમિયાન મૂકવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે તેનું FCRA લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન આના પર હતો. એ ફાઉન્ડેશનને ચીન પાસેથી પૈસા મળ્યા હતા, 1.38 કરોડ મળ્યા હતા. કોંગ્રેસના શાસનમાં ચીને 1962માં હજારો એકર જમીન હડપ કરી હતી.

ઓવૈસીનો સવાલ- 9 તારીખે અથડામણ થઈ તો સંસદમાં કેમ કોઈ ચર્ચા નહીં

અસદુદ્દીન ઓવૈસીએ તવાંગ વિસ્તારમાં થયેલી અથડામણના મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં પ્રશ્નો કર્યા છે. તેમણે કહ્યું હતું કે ભારત-ચીન સૈનિકોની વચ્ચે અથડામણ 9 ડિસેમ્બરે થઈ હતી. આ દરમિયાન સંસદ ચાલી રહી છે અને સરકારે એ જ દિવસે એની કોઈ જાણકારી કેમ ન આપી? ત્રણ દિવસ પછી મીડિયા અમને કહી રહ્યું છે કે અમારા બહાદુર જવાનો ઘાયલ છે.

મને દેશની સેના પર પૂરો વિશ્વાસ છે, પરંતુ દેશમાં નબળી લીડરશિપ છે. મોદી સરકાર ચીનનું નામ લેતાં પણ ડરે છે.

અન્ય સમાચારો પણ છે...