તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યસભા માટે પેટાચૂંટણી:ભાજપે સુશીલ મોદીને ઉમેદવાર બનાવ્યા, ભાસ્કરે 12 દિવસ અગાઉ આપી હતી આ માહિતી

પટના8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રામવિલાસ પાસવાનના અવસાનને પગલે ખાલી થયેલી રાજ્યસભાની એક બેઠક પર યોજાનાર પેટાચૂંટણી માટે ભાજપે સુશીલ મોદીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બિહારની અગાઉની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા સુશીલને આ વખતની NDA સરકારમાં કોઈ ભૂમિકા મળી નથી. ભાસ્કરે 15મી નવેમ્બર એટલે કે 12 દિવસ અગાઉ માહિતી આપી હતી કે સુશીલ મોદીને ભાજપ રાજ્યસભામાં લઈ જવા તૈયારી કરી રહી છે.

(વાંચોઃભાસ્કર એક્સક્લુઝિવ:સુશીલ મોદી રાજ્યસભામાં જશે, કેન્દ્રમાં મંત્રી બનશે; સોશિયલ પ્રોફાઈલમાંથી નાયબ મુખ્યમંત્રી હટાવ્યું)

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય મયૂખે શુક્રવારે કહ્યું હતું કે સુશીલ મોદી જ ભાજપના ઉમેદવાર છે. આ બેઠક માટે ભાજપ તરફથી શાહનવાજ હુસૈનને પણ મોકલવામાં આવે તેવી ચર્ચા હતી. આ ઉપરાંત વરિષ્ઠ નેતા આરકે સિંહના દિકરા ઋતુરાજનું નામ પણ ચર્ચામાં હતું.

નીતિશની પસંદગીની વિરુદ્ધ સુશીલ મોદી દિલ્હી જશે
બિહાર ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 15 નવેમ્બરના રોજ બપોરે 1 વાગે ભાસ્કરે કહ્યું હતું કે સુશીલ મોદી પાસેથી નાયબ મુખ્યમંત્રીનું પદ પાછુ મેળવી લેવામાં આવશે. નીતિશની પસંદગી સામે સુશીલ મોદીને રાજ્યસભા મોકલવામાં આવશે. સુશીલ મોદીએ પણ સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે તેમને જે જવાબદારી આપવામાં આવશે તે ઉત્તમ રીતે નિભાવશે. કાર્યકર્તા તરીકેનું પદ તો પાછુ લઈ શકાય નહીં.

RJDએ પણ ઉમેદવાર ઉતાર્યો
ભાસ્કરને RJD નેતા મનોજ ઝાએ શુક્રવારે કહ્યું કે અમે પણ રાજ્યસભા ચૂંટણીમાં અમારો ઉમેદવાર ઉતારશું. જોકે, અત્યારે RJDના નામને લઈ કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પણ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ અને વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દિકીના નામ અંગે ચર્ચા થઈ રહી છે. જો RJD ઉમેદવાર ઉતારશે તો ગૃહમાં વોટિંગની સ્થિતિ બનશે. રાજ્યસભામાં ગુપ્ત વોટિંગ થાય છે અને તેમા હોર્સ ટ્રેડિંગ થવાનો ઈતિહાસ છે.