• Gujarati News
  • National
  • BJP । Nationwide Hospital Staff । 100 Crore COVID । Bharatiya Janata Party । 90 Crore Inoculations

BJP હેલ્થ વર્કર્સનું સન્માન કરશે:દેશમાં કોરોનાના 100 કરોડ ડોઝ લગાવવા પર ડોક્ટર્સ- નર્સને સન્માનિત કરવામાં આવશે, ભાજપ સાંસદ- ધારાસભ્ય દરેક જિલ્લામાં જઈને આભાર માનશે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોના વેક્સિનેશન 100 કરોડ પાર થવા પર ભાજપ દેશભરમાં હેલ્થ વર્કર્સનું સન્માન કરશે. ટાર્ગેટ પૂરો થતાં ભાજપના સાંસદો અને ધારાસભ્યો દરેક જિલ્લાની મુલાકાત લેશે અને ત્યાંના ડોકટરો, નર્સો અને હોસ્પિટલના કર્મચારીઓને અભિનંદન પાઠવશે. પાર્ટીને આશા છે કે 11-12 ઓક્ટોબર સુધીમાં લક્ષ્ય પૂર્ણ થઈ જશે.

શનિવાર સુધી 90 કરોડ ડોઝ લગાવ્યાં
આ પહેલા શનિવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશમાં કોરોના વેક્સિનના 90 કરોડ ડોઝની જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે શાસ્ત્રીજીએ જય જવાન-જય કિસાનનું સૂત્ર આપ્યું હતું, અટલજીએ તેમાં જય વિજ્ઞાન ઉમેર્યું હતું અને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જય અનુસંધાનનું સૂત્ર આપ્યું છે. કોરોના વેક્સિન આ સંશોધનનું પરિણામ છે.

16 જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યુ છે

  • દેશભરમાં 16 જાન્યુઆરીથી હેલ્થકેયર વર્કર્સ માટે વેક્સિનેશન પોગ્રામ શરુ કરવામાં આવ્યો હતો. તે બાદ 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સિનેશન શરુ થયું હતું.
  • તેનું આગલું ચરણ 1 માર્ચથી શરુ થયું. ત્યારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બિમારીઓવાળા 45+ વર્ષના લોકોને વેક્સિન લગાવવામાં આવી.
  • 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશન શરુ કર્યું. 1 મેથી 18 વર્ષથી ઉપરના દરેક લોકોને વેક્સિનેશનની રજા મળ્યા બાદ વેક્સિનેશને ઝડપ પકડી.

પહેલા 10 કરોડ ડોઝમાં 85 દિવસ લાગ્યા હતાં
ભારતમાં લગાવવામાં આવેલા પ્રથમ 100 મિલિયન ડોઝમાં 85 દિવસનો સમય લાગ્યો હતો. આગામી 45 દિવસમાં 20 કરોડનો આંકડો પાર થઈ ગયો. 30 કરોડ ડોઝ સુધી પહોંચવામાં વધુ 29 દિવસ નો સમય લાગ્યો. 30 થી 40 કરોડ ડોઝ સુધી પહોંચવામાં 24 દિવસનો સમય લાગ્યો હતો.

6 ઓગસ્ટે દેશમાં વેક્સિનેશનનો આંકડો 50 કરોડને પાર કરી ગયો હતો. આ વખતે 20 દિવસમાં 10 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. 60 કરોડનો આંકડો પાર કરવામાં 19 દિવસ, 70 કરોડ સુધી પહોંચવામાં 13 દિવસનો સમય લાગ્યો હતો. 19 સપ્ટેમ્બરે 11 દિવસમાં વેક્સિનેશનનો આંકડો 80 કરોડને પાર કરી ગયો હતો. તે 80 થી 90 કરોડ સુધી પહોંચવા માટે આટલા જ દિવસો લાગ્યા.

અન્ય સમાચારો પણ છે...