તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP National Vice president Mukul Roy And His Son To Join TMC Today, Make Appointment To Meet Mamata

બંગાળમાં ઘર વાપસી:ભત્રીજા અભિષેકે મુકુલ રોયનું પક્ષમાં પુનરાગમન કરાવ્યું, મમતાએ કહ્યું-મુકુલે ગદ્દારી કરી નથી, જેમણે કરી તેમને પાછા નહીં લેવાય

કોલકાતા3 મહિનો પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક
  • મોદી સાથે 10 મિનિટ વાત કરી એના 7 જ દિવસમાં TMCમાં પરત ફર્યા મુકુલ રોય
  • 2017માં BJPમાં સામેલ થયા હતા, પંચાયત ચૂંટણીમાં જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી

મુકુલ રોય અને તેમના દિકરા શુભ્રાંશુનું તૃણમુલ કોંગ્રેસમાં પુનરાગમન થયું છે અને આ સાથે જ ચૂંટણી અગાઉ પક્ષ બદલનાર લોકોનો તૃણમુલમાં આવવાનો દોર શરૂ થઈ ગયો છે. જોકે, મમતા બેનર્જીએ સ્પષ્ટ કહી દીધુ છે કે જેમણે ગદ્દારી કરી છે તેમનું તૃણમુલમાં કોઈ જ સ્થાન નથી. પક્ષમાં પરત ફરતા મુકુલ રોયે કહ્યું કે અત્યારે ભાજપમાં જે સ્થિતિ છે તેને જોતા તેમા કોઈ નહીં રહે.તેમણે કહ્યું કે ઘરે પરત ફરતા સારું લાગ્યું છે.

મમતાએ બે સંકેત આપ્યા
પહેલો સંકેતઃ જે ભત્રીજા અભિષેક બેનર્જી પર ભાજપે આક્રમક પ્રહારો કરેલા, ભ્રષ્ટાચારના આરોપ લગાવેલા તેના હાથે જ મુકુલની ઘર વાપસી થઈ છે. મમતાએ સંકેત આપ્યા છે કે તૃણમુલમાં અભિષેકનો જ દબદબો રહેશે.

બીજો સંકેતઃ મમતાએ પોતાના કદને મોટું કરવાનો પ્રયત્ન કર્યો છે. નરાજ ચાલી રહેલા મુકુલ રોયે PM મોદી સાથે 10 મિનિટ સુધી ફોન પર વાતચીત કરી હતી. પણ મમતા તેેને મનાવવા પોતે ન આવ્યા અને ન તો તેને ફોન કર્યો. જોકે, તેમણે ભત્રીજાને મોકલ્યો હતો. મંચ પર પણ મમતા બેઠેલી રહી, અભિષેકના હાથે જ મુકુલની ઘર વાપસી કરાવી.

PM મોદી સાથે વાતચીત કરવા છતાં મુકુલ તૃણમુલમાં પરત ફર્યાં
ભાજપમાં પોતાનું કદ ન વધતાં નારાજ જોવા મળી રહેલા મુકુલ રોય આખરે તૃણમૂલમાં જ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.​​​​​​​તેમની નારાજગીને જોતાં વડાપ્રધાન મોદીએ પણ તેમની પત્નીની તબિયત જાણવા માટે મુકુલ રોય સાથે ફોન પર લગભગ 10 મિનિટ સુધી વાતચીત કરી હતી, પરંતુ 3 જૂને થયેલી આ વાતચીતના એક સપ્તાહમાં જ મુકુલ રોયે ફાઈનલી એ જ નિર્ણય લીધો છે કે તેઓ તૃણમૂલમાં જ પરત ફરશે.

2-3 દિવસ પહેલાં જ દીદીની અપોઈન્મેન્ટ લીધી હતી
નવેમ્બર 2017માં TMC છોડીને ભાજપ જોઇન કરનારા મુકુલ રોય આજે ફરી TMCમાં સામેલ થવા જઈ રહ્યા છે. હાલ તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, પરંતુ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં બાદ જ તેમણે પાર્ટીથી અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું. ભાસ્કરનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમણે બે-ત્રણ દિવસ પહેલાં જ દીદીને મળવા માટે અપોઈન્મેન્ટ લીધી હતી અને આજે તો TMCમાં સામેલ થઈ જશે.

મુકુલ રોયને ભાજપે કૃષ્ણનગર ઉત્તર સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે TMCના ઉમેદવાર કૌશાની મુખર્જીને 35 હજારથી વધુ મતથી હરાવ્યા હતા. મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોયને પણ ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. હવે પિતા-પુત્ર બંને જ TMCમાં સામેલ થવા જઈ રહ્યા છે.

મુકુલ રોય અને તેમના પુત્રને TMCમાં સામેલ થશે એવી શક્યતા ચૂંટણીનાં પરિણામો બાદથી જ લગાડવામાં આવતી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પાર્ટીની બેઠકમાં પણ સામેલ થતા ન હતા. પાર્ટીએ કારણ આપ્યું હતું કે તેમની પત્નીની તબિયત સારી ન હોવાથી તેઓ બેઠકમાં નથી આવતા. તો તેમના પુત્ર શુભ્રાંશુએ પણ થોડા દિવસ પહેલાં જ પોતાની ફેસબુક પોસ્ટથી ભાજપ પર નિશાન સાધ્યું હતું.

જેવું કદ શુભેન્દુનું વધ્યું એવું મુકુલનું નહીં
TMCના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે મુકુલ રોયને ભાજપે યોગ્ય સન્માન ન આપ્યું, તેથી તેઓ ફરી TMCમાં પરત ફરી રહ્યા છે. શુભેન્દુ અધિકારીનું કદ જેટલી ઝડપથી ભાજપમાં વધ્યું એટલું સન્માન મુકુલને ન મળ્યું. આ પણ તેમની બેચેનીનું કારણ છે. જ્યારે TMCમાં મુકુલ રોયનું કદ એક સમયે નંબર-2નું હતું.

રાજીવ બેનર્જી પણ દોડમાં, દીદી તમામને સામેલ કરવાના મૂડમાં નથી
મુકુલ રોય ઉપરાંત ભાજપના લગભગ 33 ધારાસભ્ય-સાંસદ એવા છે, જેઓ ફરી TMCમાં સામેલ થવા માગે છે, જેમાં રાજીવ બેનર્જી, સોવન ચેટર્જી, સરલા મુર્મુ, પૂર્વ ધારાસભ્ય સોનાલી ગુહા અને ફૂટબોલરથી રાજનેતા બનેલા દીપેન્દુ વિશ્વાસનાં નામ સામેલ છે.

જોકે TMCના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે દીદી તમામને સામેલ કરવાના મૂડમાં નથી, કેમ કે તેની પાર્ટીમાં અસંતોષ વધશે. પાર્ટીનું એક ગ્રુપ ઈચ્છે છે કે તેમણે ચૂંટણી પહેલાં ગદ્દારી કરી હતી અને હવે તેમને ફરી પાર્ટીમાં સામેલ ન કરવા જોઈએ.

ભાજપમાં જતાં પહેલાં રાજીવ બેનર્જી પણ મમતાના ખાસ ગણાતા અને TMCની ટિકિટ પર જીતતા હતા, પરંતુ ભાજપમાં આવ્યા બાદ તેઓ ચૂંટણી હારી ગયા છે. TMCનું એક જૂથ ઈચ્છે છે કે જેઓ હાર્યા બાદ પરત આવવા માગે છે તેમને તો બિલકુલ જ ન લેવા જોઈએ. જોકે મમતા બેનર્જીએ હાલ આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

મુકુલે જ ભાજપને પંચાયત ચૂંટણીમાં જીત અપાવી હતી
મુકુલ રોયની ચૂંટણી પ્રબંધનની કમાલ હતી કે ભાજપે 2018માં થયેલી પંચાયત ચૂંટણીમાં અનેક સીટ પર સારું પર્ફોર્મન્સ આપ્યું હતું. એ બાદ લોકસભામાં પાર્ટીએ 18 સીટ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આની પાછળ મુકુલ રોયનો મોટો રોલ રહ્યો છે. TMCમાં તેઓ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી તેમણે પડદા પાછળ રહીને જ ચૂંટણી રણનીતિ તૈયાર કરી હતી. દીદી સાથે તેઓ શરૂઆતથી જ હતા.

અન્ય સમાચારો પણ છે...