તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP National Officials Meeting Before Elections In 5 States; PM Modi Will Also Be Involved

BJPનું મિશન ઈલેક્શન:મોદીએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે બેઠક કરી, 5 રાજ્યોની ચૂંટણી અને કૃષિ કાયદા અંગે રણનીતિ બનાવાઈ

નવી દિલ્હી4 મહિનો પહેલા
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા શનિવારે ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના સંગઠન મહાસચિવોની બેઠક યોજાઈ હતી.

વડાપ્રધાન મોદીએ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક દિલ્હીના NDMC કન્વેશન સેન્ટરમાં યોજી હતી. આ બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં પશ્વિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરી અને આસામ અંગે ચૂંટણી રણનીતિ પર મંથન કરાયું હતું. આ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તમામ રાજ્યોમાં ભાજપ ઘણો આક્રમક જોવા મળી રહ્યો છે..

બેઠકમાં પીએમ મોદી ઉપરાંત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી, અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી સામેલ થયા હતા. રાજ્યોના પ્રભારી અને સહ પ્રભારી સાથે પ્રદેશ અધ્યક્ષ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પહેલા શનિવારે ભાજપ મુખ્યાલયમાં પાર્ટીના સંગઠન મહાસચિવોની બેઠક યોજાઈ હતી. જેમાં જેપી નડ્ડાએ ચૂંટણી રાજ્યોના પદાધિકારીઓ પાસેથી રિપોર્ટ લીધો.

ખેડૂત આંદોલન પર પણ વાતચીત થઈ
ગત મહિનાથી દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. એવામાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ખેડૂત આંદોલન અંગે પણ વાતચીત થઈ હતી. જેમાં ભાજપ એ રણનીતિ તૈયાર કરી કે કેવી રીતે ખેડૂતો વચ્ચે સરકારના આ ત્રણ કાયદા અંગે જાગૃતતા લાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...