• Gujarati News
  • National
  • BJP MP's Convoy Hit Farmer, Hospitalized; The Farmers Were Accused Of Intent To Kill

હરિયાણામાં લખીમપુર જેવી ઘટના:બીજેપી સાંસદના કાફલાની ગાડીએ ખેડૂતને ટક્કર મારી, હોસ્પિટલમાં દાખલ; ખેડૂતોનો આરોપ- હત્યાનો હતો ઈરાદો

નવી દિલ્હી14 દિવસ પહેલા
સાંસદના કાફલાની ગાડીની ટક્કરથી ઘાયલ ભવનપ્રીત.
  • હરિયાણાના અંબલા જિલ્લાના નારાયણગઢમાં પણ આવી ઘટના પ્રકાશમાં આવી
  • ખેડૂત સાંસદ નાયબ સિંહ સૈનીના કાફલાની ગાડીને કાળો ઝંડો દેખાડી રહ્યો હતો

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની વિરુદ્ધ થયેલી હિંસા પર બબાલ ચાલુ છે, આ દરમિયાન હરિયાણાના અંબલા જિલ્લાના નારાયણગઢમાં પણ આવી ઘટના પ્રકાશમાં આવી છે. કુરુક્ષેત્રના બીજેપીના સાંસદ નાયબ સિંહ સૈનીના કાફલાની ગાડીએ કાળો ઝંડો દેખાડી રહેલા એક ખેડૂત ભવનપ્રીતને ટક્કર મારી અને તેમને હોસ્પટલમાં સારવાર ચાલી રહી છે.

આ ઘટનાની માહિતી મળ્યા પછી ઘટના સ્થળે ખેડૂતો મોટા પ્રમાણમાં એકત્રિત થવાની શરૂઆત થઈ ગઈ છે. એવામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તહેનાત કરવામાં આવી છે. ખેડૂતોનો આરોપ છે કે ભવનપ્રીતને હત્યા કરવાના ઈરાદા સાથે જ ટક્કર મારવામાં આવી છે. ભારતીય ખેડૂત યુનિયન ચઢૂની ગ્રુપે નારાયણગઢ પોલીસ સ્ટેશનમાં તેન ફરિયાદ કરી છે.

નારાયણગઢમાં થયેલા એક કાર્યક્રમમાં સામેલ થવા માટે સાંસદ નાયબ સિંહ સૈની પહોંચ્યા હતા. તેમના આવવાની માહિતી મળ્યા પછી ખેડૂતો વિરોધ કરવા પહોંચી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ પછી સૈની પોતાના કાફલા સાથે નીકળ્યા તો ભવનપ્રીત અચાનક રસ્તા પર આવી ગયા. ત્યારે સાંસદના કાફલાએ તેમને ટક્કર મારી દીધી.

સાંસદના કાફલાની ગાડીની ટક્કરથી ઘાયલ ભવનપ્રીત.
સાંસદના કાફલાની ગાડીની ટક્કરથી ઘાયલ ભવનપ્રીત.

ઘાયલ ખેડૂતોએ કહ્યું- જાણી જોઈને ટક્કર મારવામાં આવી
ઘાયલ ખેડૂત ભવનપ્રીતએ કહ્યું કે તે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તે હાથમાં કાળો ઝંડો લઈને રસ્તાના કિનારે ઉભા હતા. આ દરમિયાન સાંસદના કાફલાની ગાડીના ડ્રાઈવરે તેમને જાણી જોઈને ટક્કર મારી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે બીજેપી નેતા યુપી વાળી ઘટનાને હરિયાણામાં પણ રિપિટ કરવા માંગે છે.

ખેડૂતોને ટક્કર મારવાની ઘટના પછી ઘટના સ્થળે ખેડૂતોની ભીડ વધી ગઈ.
ખેડૂતોને ટક્કર મારવાની ઘટના પછી ઘટના સ્થળે ખેડૂતોની ભીડ વધી ગઈ.
અન્ય સમાચારો પણ છે...