તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપના ધારાસભ્ય રામ કદમને મુંબઈ પોલીસે બુધવારે કસ્ટડીમાં લઈ લીધા છે. કદમ પાલઘરના ગઢચિંચોલી ગામમાં 2 સાધુઓની હત્યાના વિરોધમાં રેલી કાઢવા માંગતા હતા. મુંબઈથી શરૂ થનારી રેલામાં તે પાલઘર જઈને ભૂખ હડતાળ શરૂ કરવાના હતા. આ પહેલા જ તેમને અને તેમના સમર્થકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે કોરોના લોકડાઉન અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. કદમને લગભગ એક કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા પછી છોડી મૂકવામાં આવ્યા. હવે તે ફરીથી પાલઘર જવાની પરવાનગી માંગવાની કોશિશ કરશે.
કદમે કહ્યું- મહારાષ્ટ્ર સરકાર કેટલો અવાજ દબાવશે ?
પાલઘરની ઘટના પછી ભાજપ મહારાષ્ટ્ર સરકાર પર સતત નિશાન સાધી રહી છે. કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા તે પહેલા રામ કદમે ટ્વિટ કર્યું હતું અમને પાલઘર જતા મહારાષ્ટ્ર સરકાર અટકાવી રહી છે, કેટલા-કેટલા અવાજને દબાવવાની કોશિશ કરશો.
हमे पालघर जाने से महाराष्ट्र सरकार रोक रही है किस किस आवाज दबोचने की कोशिश करोगे? #palgharsadhulynching
— Ram Kadam - राम कदम (@ramkadam) November 18, 2020
પાલઘરના ગઢચિંચોલી ગામમાં 16 એપ્રિલના રોજ 2 સાધુઓ અને તેમના ડ્રાઈવરની ટોળાએ તેઓ બાળકો ચોર હોવાની શંકામાં માર મારીને હત્યા કરી હતી. તેઓ સુરત જઈ રહ્યાં હતા. પોલીસે જણાવ્યું કે આ મામલામાં લગભગ 154 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 11 સગીરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.