મહારાષ્ટ્ર:ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેની કારને ટ્રકે ટક્કર મારી, મુંબઈ-પુણે એક્સપ્રેસ પર નડ્યો અકસ્માત

21 દિવસ પહેલા

મહારાષ્ટ્રના પુણેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એક ટ્રકે કનકવલીના ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેની કારને ટક્કર મારી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં તેમની સાથે પરિવારના સભ્યો પણ હતા. માહિતી આપતાં સ્થાનિક પોલીસે જણાવ્યું કે ઉર્સ ટોલ પ્લાઝા પર થયેલા અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

ગણેશ પૂજા માટે પરિવારના સભ્યો સાથે જઈ રહ્યા હતા
ભાજપના ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યો પ્રખ્યાત લાલબાગચા રાજા ગણેશ પંડાલમાં પૂજા કરવા માટે મુંબઈ જઈ રહ્યા હતા. જ્યારે તેમની કાર નંબર 3 ટોલ પ્લાઝા પર પહોંચી ત્યારે લગભગ 6.30 વાગે પાછળથી એક ટ્રકે ટક્કર મારી દીધી હતી. શિરગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે કારની પાછળની બાજુને નુકસાન થયું છે.

ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેની કારને એક ટ્રકે ટક્કર મારી હતી.
ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેની કારને એક ટ્રકે ટક્કર મારી હતી.

ટ્રક ડ્રાઈવરની સામે કેસ નોંધાયો
પોલીસ અધિકારીએ કહ્યું કે અમે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...