• Gujarati News
  • National
  • BJP Minister's Son Accused Of Rape; Congress CPI Demanded The Minister's Resignation

ત્રિપુરામાં સગીરા સાથે ગેંગરેપના કેસમાં ત્રણની ધરપકડ:BJP મંત્રીના પુત્ર પર બળાત્કારનો આરોપ; કોંગ્રેસ-CPIએ મંત્રીના રાજીનામાની માગ કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ત્રિપુરામાં ઉનાકોટી જિલ્લામાં 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપના કેસમાં એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં રાજ્યના એક મંત્રીના પુત્રનું નામ પણ સામે આવ્યું છે. આને લઈ કોંગ્રેસ અને CPI(M) એ મંત્રીના રાજીનામાની માગ કરી છે.

આ ઘટના 19 ઓક્ટોબરની છે, જ્યારે કુમારઘાટની ત્રણ માળની બિલ્ડિંગમાં 16 વર્ષની સગીરા પર કથિત રીતે ગેંગરેપ થયો હતો. FIRમાં પીડિતાની માતાએ આરોપ લગાવ્યો છે કે પડોશની એક મહિલા સગીરાને બિલ્ડિંગમાં લઈ ગઈ હતી. કુમારઘાટ સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર બિપ્લબ દેબબર્માએ કહ્યું કે FIR ના આધારે એક મહિલા સહિત ત્રણ લોકોની ધકપકડ કરાઈ છે. પરંતુ અન્ય આરોપીઓ ફરાર છે.

કોંગ્રેસે કડક કાર્યવાહીની માગ કરી
કોંગ્રેસે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશિષ સાહાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- ત્રિપુરામાં શ્રમ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભગવાન દાસના પુત્રનું નામ પણ આ કેસમાં સામે આવ્યું છે. તેથી અમે આ મુદ્દે મુખ્યમંત્રી માણિક સાહાનું નિવેદન માગીએ છીએ. સાથે તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માગ પણ કરીએ છીએ.

CPI(M)એ કહ્યું- મંત્રીના પુત્રની સંડોવણીની તપાસ થવી જોઈએ
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) ના રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું- અમે આ કેસમાં મંત્રીના પુત્રની સંડોવણી માટે તપાસની માગ કરી રહ્યા છીએ. જો તે આરોપી છે તો તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. જો કે ભાજપે આ આરોપોને નકારી કાઢ્યા છે. પાર્ટીનું કહેવું છે કે મંત્રીના પુત્ર પર લાગેલા આરોપો તદ્દન ખોટા છે.

ભાજપને બદનામ કરવાનું ષડયંત્ર
ભાજપનું કહેવું છે કે અમે પણ તમામ આરોપીઓને જેલમાં મોકલવા માંગીએ છીએ. FIRમાં દાસના પુત્રનું નામ નથી અને મંત્રીનો પુત્ર ઘટના સમયે અગરતલામાં હતો. તેમણે કહ્યું કે, વિપક્ષ દ્વારા દાસને બદનામ કરવા અને ભાજપની નેતૃત્વ ધરાવતી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. જો કે મંત્રી દાસે હજુ સુધી આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...