• Gujarati News
  • National
  • BJP Lost In The Last Election, This Time An Associate Of RSS Chief Bhagwat Got The Ticket

ગ્રાઉન્ડ રિપોર્ટ11 મહિનાથી ધારાસભ્યવિહોણું PMનું ગામ:છેલ્લી ચૂંટણીમાં BJPની હાર થઈ હતી, આ વખતે RSS ચીફ ભાગવતના સહયોગીને મળી ટિકિટ

3 મહિનો પહેલા

સાંકળી-સાંકળી ગલીઓ. ઉંચાઈ પર બનેલા ઘર અને એન્ટ્રી માટે અલગ-અલગ દિશાઓમાં 6 ગેટ. એક સમયે આ જગ્યા મને કોઈ મહેલ જેવી લાગી. આ એ જ તળાવ છે જ્યાંથી બાળ નરેન્દ્રએ મગરને પકડ્યો હતો.

થોડાક અંતરે રેલ્વે સ્ટેશન છે, જ્યાં નરેન્દ્ર મોદી અને તેમના પિતા ચા વેચતા હતા. અહિંયાની ગલીઓ, દીવાલો અને લોકોના મનમાં કહાનીઓ વિખેરાયેલી છે, અહિંયા રહેતો એક સાધારણ છોકરો, જે આજે દુનિયાનો સૌથી ખ્યાતનામ અને પ્રભાવશાળી નેતામાંથી એક છે.

અમદાવાદથી 90 કિલોમીટર દૂર ઊંઝા વિધાનસભાના વડનગર ગામની આ વાત છે. વડનગર જ્યાં મોદી મોટા થયા અને ભણ્યા. મહેસાણા જિલ્લામાં આવતા આ ગામનો ઈતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો છે.

2017માં કોંગ્રેસે જીતી હતી ઊંઝા સીટ
હું વડનગર પહોંચ્યો ત્યારે ચૂંટણીનો માહોલ નહીવત લાગ્યો. BJP માટે આ સીટ ખૂબ મહત્વની છે. જેને લઈને માત્ર પ્લાન જ નહીં, પરંતુ અંદરખાને વ્યૂહરચના ઘડી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.

1972 પછી 2017માં પહેલીવાર કોંગ્રેસે મોદીના પોતાના ગામની વિધાનસભા સીટ જીતી ત્યારે ભાજપને મોટો આંચકો લાગ્યો હતો.

તેના બે મોટા કારણ સામે આવ્યા છે. પહેલું પાટીદાર આંદોલન અને બીજું 4 વખત ધારાસભ્ય રહી ચૂકેલા નારાયણભાઈ પટેલની વિરુદ્ધ એન્ટી-ઈનકમ્બન્સી. જેથી આ વખતે ઊંઝાની કમાન્ડ RSSના હાથમાં છે. ઉમેદવાર કીર્તિભાઈ કેશવલાલ પટેલ પણ આરએસએસના ફેવરિટ છે. તેઓ સંઘના વડા મોહન ભાગવતના ગાઢ છે.

મોદી પરિવારના ઘરોમાં હવે ભાડુઆત રહે છે
વડનગરમાં સૌથી પહેલા હું તે જગ્યાએ પહોંચ્યો, જ્યાં PMનું નાનપણ પસાર થયું. અહિંયા PM મોદીના પરિવારના 10 ઘર છે. જેમાંથી એક તો તેમના ભાઈ પ્રહ્લાદ મોદીએ થોડા વર્ષો પહેલા જ બનાવ્યું છે. મોટાભાગના ઘરોમાં ભાડુઆત રહે છે.

ક્યારેક PM મોદીના પડોશી રહી ચૂકેલા અને BJP નેતા રાજુભાઈ મોદી કહે છે- હું અને મોદી પરિવાર એકજ ઘાંચી સમુદાયમાંથી આવીએ છીએ. પહેલા અમારા સમાજના લોકો તેલનો ધંધો કરતા હતા, પરંતુ આજે આ કામ લોકો કરતા નથી. વડનગરમાં અમારા સમુદાયના લગભગ 200 ઘર છે. ફળિયાની આસપાસ 100 જેટલા ઘર છે.

અહીં પીએમ મોદીના પરિવારના 10થી 11 ઘર છે. તેમના પરિવારમાંથી હવે અહીં કોઈ રહેતું નથી. તેમના કાકાના પરિવારના લોકો ચોક્કસપણે ત્યાં રહે છે.

વડનગરમાં જે વિકાસ થયો તે પીએમ મોદીએ કરાવ્યો
વિકાસની વાત કરીએ તો અહીં દરેક લોકો સ્થાનિક નેતાઓને બદલે પીએમ મોદીનું નામ લે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વડનગરમાં નવું રેલ્વે સ્ટેશન, નવું બસ સ્ટેન્ડ, મેડિકલ કોલેજ, મોટી હોસ્પિટલ અને તળાવની ફરતે વોક-વે બનાવવામાં આવ્યા છે.

ગામમાં જ બનેલા પ્રાચીન હાટકેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર પણ ચાલી રહ્યો છે. રસ્તાઓ પાકા છે અને આસપાસ એટલી બધી ઇમારતો છે કે વડનગર હવે કોઈ પણ ખૂણાથી ગામ નથી લાગતું. પુરાતત્વ વિભાગની ટીમ ખોદકામની કામગીરી કરી રહી છે. બૌદ્ધ કાળના તમામ અવશેષો અહીંથી બહાર આવી રહ્યા છે.

PMનું આટલું કરવા છતા BJP કેમ હારી?
મારા સવાલના જવાબમાં રાજુભાઈ કહે છે- તે સમયે અમારા ઉમેદવાર નારાયણ ભાઈ પટેલ હતા. તેઓ 1995થી ધારાસભ્ય હતા. તેમના વિશે કેટલીક એન્ટિ-ઇન્કમ્બન્સી હતી. આ સિવાય પાટીદાર આંદોલનનો પ્રભાવ પડ્યો. કારણકે ઊંઝા વિધાનસભાના 2.28 લાખ મતદારોમાંથી 80 હજાર પાટીદાર સમુદાયથી આવે છે.

2017માં કોંગ્રેસની આશા પટેલની જીત થઈ હતી. 2019માં તેઓ BJPમાં જોડાયા. ડિસેમ્બર 2021માં ડેન્ગ્યુને કારણે તેમની મોત થઈ હતી. તેમના અવસાન પછી ધારાસભ્યની સીટ ખાલી છે.

વડનગરમાં ગામની વચ્ચોવચ શર્મિષ્ઠા તળાવ છે. તેની ચારેય બાજુ વોક-વે બનેલો છે. અહિંયા જ અમારી મુલાકાત PM મોદીના નાનપણના મિત્ર શામળદાસ મોદી સાથે થઈ. તેમણે કહ્યું- PM મોદીથી એક વર્ષ મોટો છું. તેમની માતા હિરાબા જોડે જ મોટો થયો છું. અમે 7માં ધોરણ સુધી સાથે ભણ્યા. અમે 14 મિત્રો હતા, જેમાંથી હવે 3 જીવે છે.

2017માં કોંગ્રેસની જીત અંગે શામલદાસ કહે છે કે, તે છેતરપિંડીથી જીતી હતી. આ વખતે આવું નહીં થાય. ડેટા પરથી પણ માલુમ પડે છે કે કોંગ્રેસ આ પહેલા 1972માં જીતી હતી. બાદમાં આ બેઠક પરથી એક વખત અપક્ષ અને ત્રણ વખત જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા. 1995થી આ બેઠક ભાજપના કબજામાં રહી હતી.

50 વર્ષથી કોંગ્રેસના વિરોધીઓ જીતી રહ્યા છે
વડનગરમાં ફર્યા પછી ઊંઝા પહોંચ્યા. અહીં દેશનું સૌથી મોટું મસાલા અને જીરું બજાર છે. ઊંઝા બજારમાં ઘુસ્તા જ ચારેય તરફ જીરું અને મસાલાના ઢગલા જોવા મળે છે. વિદેશમાં પણ આ મસાલાને સપ્લાય કરવામાં આવે છે.

અહિંયા મારી મુલાકાત કોંગ્રેસના સિનિયર લીડર પટેલ બાબુલાલ નાથાલાલ સાથે થઈ. તેઓ કહે છે કે, છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસની વિરુદ્ધ પાર્ટી છે તેનો ઉમેદવાર જીતે છે. પહેલા જનતા દળના ઉમેદવાર જીતતા. ત્યારપછી ભાજપ જીતવા લાગ્યું. તેનું મોટું કારણ પાટીદારોની વસતિ વધવા લાગી. તેઓ ક્યારેય કોંગ્રેસને મત આપતા નથી. બ્રાહ્મણ, બનીયા, મોદી અને પ્રજાપતિ 20 વર્ષ પહેલા કોંગ્રેસના મતદારો હતા, પરંતુ હવે તેઓ ભાજપમાં ગયા છે.

નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી વડનગરની આસપાસ 22-23 ગામડાઓમાં તેમનો પ્રભાવ બન્યો છે. જેથી ભાજપને ત્યાંથી 10-12 હજાર વોટ વધારે મળે છે. ઊંઝામાં 50-50નો મુકાબલો થાય છે, પરંતુ અહિંયા પણ ભાજપની જીત થાય છે અને આ વખતે પણ જીતશે.

કોંગ્રેસ શહેર અધ્યક્ષ ચેતન પટેલ કહે છે કે, એક વર્ષથી અહીં ધારાસભ્યની સીટ ખાલી પડે લી છે. કાયદો-વ્યવસ્થા જળવાતી નથી. આથી આ વખતે કોંગ્રેસ જીત્શે. જો કે તેઓ કોંગ્રેસને મત આપવા માટે કોઈ નક્કર કારણ આપી શક્યા નહતા.

RSS નેતાને ટિકિટ મળી
ઊંઝામાં આ વર્ષે ભાજપે કેશવલાલ પટેલને ટિકિટ આપી છે. પટેલ RSS પ્રમુખ મોહન ભાગવતના ગાઢ છે. BJP કાર્યકર્તા અનુસાર, ટિકિટને લઈને જૂથવાદ થઈ રહ્યો છે, જે નામ સામે આવી રહ્યા છે તેમાં એકબીજા માટે મતભેદ દેખાઈ રહ્યા છે. ત્યાર પછી કીર્તિભાઈનું નામ RSS તરફથી ફાઈનલ કરવામાં આવ્યું છે.

પોતાના ઈતિહાસ અને ડેવલપમેન્ટના કારણે વડનગર ટૂરિસ્ટ સ્પોટ બની રહ્યું છે. અહીંયાના હોસ્પિટલની OPDમાં પહેલા 50 દર્દીઓને બેસવાની જગ્યા હતી, પરંતુ હવે અહિંયા એક હજાર દર્દી બેસી શકે છે.

વડનગરમાં મધ્યકાળ સમયના સ્મારક પણ હાજર છે. તેમાં સૌથી ખાસ કીર્તિ તોરણ છે. તેને સોલંકી રાજાઓએ બનાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તે વિજયના સ્મારક તરીકે બનાવવામાં આવ્યું હોવું જોઈએ. શર્મિષ્ઠા તળાવના કિનારે બનેલા આ તોરણમાં બે ગોળાકાર આકારના સ્તંભો છે, જેના પર શિકાર અને યુદ્ધ સાથેના પ્રાણીઓની કલાકૃતિઓ બનાવવામાં આવી છે. આના પર દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ છે.

અન્ય સમાચારો પણ છે...