તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશમાં ઈન્દોરના સ્થાનિક નેતા ફિરદોશ પટેલના પુત્ર ફેઝાને મંગળવારે અડધી રાતે આઝાદનગરમાં નશામાં ધૂત થઈને પૂરઝડપે ગાડી ચલાવીને ભય ફેલાવ્યો હતો. ફેઝાને ઘણીબધી ગાડીઓેને ટક્કર મારી હતી, જેમાંથી કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાને પગલે સેંકડો લોકો રિપોર્ટ લખાવવા માટે આઝાદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેની ધરપકડ કરવા પીછો કરતા પોલીસકર્મીઓને પણ આરોપીએ ટક્કર મારી હતી. 25થી વધુ વાહનોએ આ કારચાલકનો પીછો કર્યો હતો. આ દરમિયાન લોકોથી બચવા માટે તે અંધગતિએ કાર ચલાવતો રહ્યો અને રસ્તામાં આવનારા લોકોને અડફેટે લેતો ગયો હતો. પોલીસ અને લોકોની કોશિશ છતાં આરોપી ફરાર થઈ ગયો હતો.
આઝાદનગર પોલીસના જણાવ્યા પ્રમાણે, ફેઝાને નશાની હાલતમાં આ કૃત્ય આચર્યું હતું. આ દરમિયાન જે કોઈપણ તેની ગાડીની સામે આવ્યું હતું તેને ફેઝાને અડફેટે લીધો હતો. આ પ્રકારની બેકાબૂ ગાડીએ સ્થાનિક વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. લોકોએ એકઠા થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહેલ કરી હતી. પોલીસે તેને પકડવા માટે ઘેરાબંધી પણ કરી હતી, પરંતુ તે પકડમાં આવ્યો નહોતો.
રસ્તામાં આવેલાં તમામ વાહનોને અડફેટે લીધાં
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, ફેઝાનની ગાડીનો લોકોએ પીછો કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે ગતિમાં વધારો કરીને ઘેરાબંધીમાં ઊભેલા પોલીસકર્મીઓને પણ ટક્કર મારી હતી. લોકોએ બાઈક, ગાડી, એક્ટિવા અને રિક્ષા સહિત 25થી વધુ વાહનોની ટુકડી બનાવીને ફેઝાનનો પીછો કર્યો હતો, પરંતુ આરોપી ગાડીને પૂરઝડપે ભગાવતો રહ્યો અને કોઈના પણ હાથ નહોતો આવ્યો. આ દરમિયાન આરોપીએ રસ્તમાં આવનારા દરેક લોકોને અડફેટે લીધા હતા. પોલીસકર્મી પણ બાઈક પર તેનો પીછો કરી રહ્યા હતા, પરંતુ આરોપી ખજરાના ચાર રસ્તા પાસે પહોંચીને એક એક્ટિવાને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ગાડી આઝાદનગરના નિવાસી ઈશાક મો. પટેલના નામે નોંધાયેલી છે.
CCTV ફુટેજના આધારે કાર્યવાહી હાથ ધરાશે
SP આશુતોષ બાગરીએ કહ્યું હતું કે આઝાદનગર વિસ્તારમાં ફેઝાન પટેલ નામના યુવકે સફેદ રંગની ગાડીને અંધગતિએ ચલાવીને લગભગ 10થી 12 લોકોને ટક્કર મારી હતી. તેણે બોમ્બે માર્કેટ બાજુ પણ આ પ્રમાણેનું કૃત્ય આચર્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ મગાવીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફેઝાને 10-12 લોકોને અડફેટે લીધા
ઘટનાસ્થળ પર હાજર ફૈયાઝે કહ્યું હતું કે ફેઝાને સર્કલ પાસેથી ગાડીને પૂરઝડપે વળાવી અને તેના માર્ગમાં જે કોઈપણ આવ્યું તેને અડફેટે લેતો ગયો હતો. જે-જે લોકોએ બેફામ ગાડીથી બચવાની કોશિશ કરી તેમને ફેઝાને હાથે કરીને ટક્કર મારી હતી. જે લોકોએ તેને પકડવાની કોશિશ કરી તેમની તરફ આરોપીએ ગાડીને બેફામ આગળ વધારી હતી. ફેઝાને લગભગ 10થી 12 લોકોને અડફેટે લીધા હતા. આ પ્રકારની ઘટનામાં આરોપીએ રિક્ષા અને બાઈકને પણ અડફેટે લીધાં હતાં, જેમાં 4 લોકોને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આરોપી વિરુદ્ધ ફરિયાદ કરનાર જોડે મારામારી કરતો
ફૈયાઝ વધુમાં જણાવ્યું હતું કે બેફામ આવી રહેલી ગાડીને જોઈને મેં મારા 5 વર્ષના બાળકને દોડીને બચાવ્યો હતો, તો આરોપીએ ગાડીને રિવર્સ કરીને મને ટક્કર મારવાની કોશિશ કરી હતી. અગર હું સમયસૂચકતા દાખવીને દોટ ના મૂકી હોત તો આજે મારો દીકરો ગાડીની અડફેટે મૃત્યુ પામ્યો હોત. આરોપી મદીનાનગરનો રહેવાસી છે અને નશાનો બંધાણી છે. ફેઝાને પહેલાં પણ આ પ્રકારે આતંક મચાવ્યો છે. જે કોઈપણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે, તે સામેવાળાને ધાક-ધમકી આપી માર મારે છે. આઝાદનગરમાં 15થી 20 મિનિટ સુધી આમ ગાડી ભગાવ્યા બાદ ફેઝાને બોમ્બેબજારમાં પણ આ પ્રમાણે હરકત કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.