• Gujarati News
  • National
  • BJP Leader Kailash Vijayvargiya Did Pushups In Indore, Home Minister Narottam Mishra Played Cricket

ભાજપી નેતાઓનો ફિટનેસ ફંડા:ઈન્દોરમાં કૈલાસ વિજયવર્ગીયએ 48 સેકન્ડમાં 59 પુશઅપ્સ કર્યા, નરોત્તમ મિશ્રાએ પિચ પર ચોક્કા-છગ્ગા માર્યા

એક મહિનો પહેલા

60+ની ઉંમર હોવા છતા મધ્યપ્રદેશના ભાજપના નેતાઓની ફિટનેસ પ્રશંસનીય છે. શનિવારે ઈન્દોરમાં ભાજપના રાષ્ટ્રિય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ 48 સેકેન્ડમાં 59 પુશઅપ્સ કર્યાં. બીજી બાજૂ દતિયામાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ક્રિકેટની પિચ પર ચોગ્ગા-છગ્ગા મારી પોતાની ફિટનેસ બતાવી.

વિજયવર્ગીય ઈન્દોર માહેશ્વરી કોલેજના એન્યુઅલ ફંક્શનમાં ચીફ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતાં. મંચ પર વિજયવર્ગીયએ પુશઅપ્સ કર્યા. ભાજપ નગર અધ્યક્ષ ગૌરવ રણદિવેએ પુશઅપ્સની ગણતરી કરી હતી. વિજયવર્ગીયએ 65 વર્ષના છે. આ પહેલા તેમના ભજન ગાતા વીડિયો પણ સામે આવ્યા હતાં. વિજયવર્ગીય પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચાઓમાં રહે છે.

નરોત્તમના શોટ્સ પર લોકોએ બોલી ઉઠ્યાં- વાહ
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયામાં પ્રીમિયર લીગનું ઉદ્ધાટન કરવા પહોંચ્યા હતાં. દતિયા કલેક્ટર અને SPએ બેંટિગ કરવાની ડીમાન્ડ કરી. મિશ્રાએ બેટિંગ કરતા શાનદાર ચોગ્ગા- છગ્ગા લગાવ્યાં. ગૃહમંત્રીના શોટ જોઈને લોકો બોલ્યાં- વાહ! શુ શોટ છે મંત્રીજી....! દતિયા પ્રીમિયર લીગમાં ઘણા IPL ખેલાડીઓ પણ ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...