તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં ચૂંટણી હિંસાનો વરવો ચહેરો:મારના કારણે ઘાયલ વૃદ્ધાનું મોત, શાહે કહ્યું-દીદી આ દર્દ તમને પરેશાન કરશે; મમતાનો પલટવાર- હાથરસ પર કેમ ચૂપ હતા?

કોલકાતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર 28 ફેબ્રુઆરીની છે, હુમલામાં શોવા મજૂમદાર ઘાયલ થયા હતા. તેમણે પોતાના પર થયેલા હુમલા અંગે મીડિયાને જણાવ્યું હતું. - Divya Bhaskar
આ તસવીર 28 ફેબ્રુઆરીની છે, હુમલામાં શોવા મજૂમદાર ઘાયલ થયા હતા. તેમણે પોતાના પર થયેલા હુમલા અંગે મીડિયાને જણાવ્યું હતું.
  • ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું કે બંગાળની પુત્રી શોવા મજૂમદારજીના નિધનથી મન વ્યથિત છે
  • પાર્ટીના બે મોટા નેતાઓ સિવાય બીજેપી આઈટી સેલના હેડ અમિત માલવીયએ પણ આ મામલામાં ટ્વિટ કર્યું

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની વચ્ચે જે બંગાળની પુત્રી પર પોસ્ટર વોર ખેલાયું, હવે તેમનુ મોત થઈ ગયું છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને આ માહિતી છે અને દુ:ખ વ્યક્ત કરતા તૃણમૂલ કોંગ્રેસને ઘેરી છે. અમિત શાહે કહ્યું હતું કે દીદી આ દર્દ તમને પરેશાન કરશે. બીજી તરફ મમતાએ પલટવાર કરતા કહ્યું હતું કે હાથરસ પર કેમ ચૂપ હતા?

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરતા દુઃખ વ્યક્ત કર્યું
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરતા દુઃખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે ટ્વિટ કર્યું કે બંગાળની પુત્રી શોવા મજૂમદારજીના નિધનથી મન વ્યથિત છે. ટીએમસીના ગુંડાએ તેમને એટલી ખરાબ રીતે માર્યા કે તેમનો જીવ જતો રહ્યો. તેમણે કહ્યું કે શોવા મજૂમદારના પરિવારનું દર્દ અને ઘા મમતા દીદીનો લાંબા સમય સુધી પીછો છોડશે નહિ. બંગાળ, હિંસા-મુક્ત કાલ માટે લડશે. બંગાળ, અમારી બહેનો અને માતાઓ માટે એક સુરક્ષિત રાજ્યની લડાઈ લડશે.

ઈશ્વર, વૃદ્ધ માં શોભા મજૂમદારજીની આત્મને શાંતિ આપેઃ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા
અમિત શાહ સિવાય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ઈશ્વર, વૃદ્ધ માં શોભા મજૂમદારજીની આત્મને શાંતિ આપે. તેમનો પુત્ર ગોપાલ મજૂમદાર ભાજપનો કાર્યકર્તા હોવાના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવો પડ્યો. તેમના બલિદાનને કાયમ યાદ કરવામાં આવશે. તે પણ બંગાળની માતા હતી, બંગાળની પુત્રી હતી. બીજેપી હમેશા મા અને પુત્રીની સુરક્ષાના હેતુથી લડતી રહેશે.

આઈટી સેલના હેડ અમિત માલવીયએ પણ આ મામલામાં ટ્વિટ કર્યું
પાર્ટીના બે મોટા નેતાઓ સિવાય બીજેપી આઈટી સેલના હેડ અમિત માલવીયએ પણ આ મામલામાં ટ્વિટ કર્યું. તેમણેે લખ્યું કે તાજેતરમાં જ હુમલાનો શિકાર બનેલા 85 વર્ષીય શોવા મજૂમદારનું મોત થયુ છે. માલવીયએ લખ્યું બંગાળની આ પુત્રી, કોઈની માતા, કોઈની બહેન...નું મોત થઈ ચુક્યું છે. ટીએમસી કેડરો દ્વારા તેમની સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું, જોકે મમતા બેનર્જીને તેમની પર દયા ન આવી. તેમણે ટ્વિટમાં લખ્યું કે હવે તેમના પરિવારના ઘાને કોણ પુરશે? ટીએમસીના હિંસાના રાજકારણે બંગાળની આત્માને ઠેસ પહોંચાડી છે.

શું છે સમગ્ર મામલો
ઉત્તર 24 પરગના જિલ્લામાં નિમટામાં બીજેપી કાર્યકર્તા ગોપાલ મજૂમદાર અને તેમની 85 વર્ષીય માતા શોવા મજૂમદાર પર બદમાશોએ હુમલા કર્યો હતો. શોવાનું કહેવું હતું કે મારા પુત્રને મારવામાં આવ્યો છે કારણ કે તે બીજેપી માટે કામ કરે છે. મને બે લોકોએ ધક્કો માર્યો હતો, મારા પુત્રને માથે અને તેના હાથ પર ઈજા થઈ છે, મને પણ ઈજા થઈ છે.

શોવા મજૂમદારનું કહેવું હતું કે હું વાત પણ કરી શકતી નથી કે શાંતિથી બેસી પણ શકતી નથી. બદમાશોની સંખ્યા ત્રણથી ચાર હતી અને તેમણે તેમના ચહેરાને ઢાકયા હતા. તેમણે મારા પુત્રને કહ્યું ચુપ રહો અને કોઈને એક શબ્દ પણ ન કહો. અમને મારવામાં આવ્યા કારણ કે મારો પુત્ર ભાજપની સાથે કામ કરી રહ્યો છે.

જોકે શોવાના એક અન્ય પુત્ર ગોવિંદ મજૂમદારે પોતાની માતા પર થયેલા હુમલા માટે બીજેપી જવાબદાર હોવાનું કહ્યું હતું. આ વાતનો એક વીડિયો ટીએમસી સાંસદ નુસરત જહાએ શેર કર્યો હતો. ગોવિંદના નિવેદન પછી ગોપાલે કહ્યું કે તેની સાથે(ગોવિંદ) સાથે અમારે કોઈ લેવા-દેવા નથી, તે ટીએમસી કાર્યકર્તા છે, ટીએમસીએ પોતાના બચાવમાં આ નિવેદન અપાવડાવ્યું છે.

ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું હતું કે એક વખત ફરી ભાજપનું ગંદુ રાજકારણ પ્રકાશમાં આવ્યું છે. અંદર-અંદરના ઝધડાના કારણે એક વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો. બીજેપી નેતૃત્વ દ્વારા તેને રાજકીય રંગ અપાઈ રહ્યો છે અને ટીએમસી પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે, બીજેપી જુઠ્ઠાણું ફેલાવીને લોકોને ગેરમાર્ગેદોરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો