તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશના હાઈ પ્રોફાઈલ નગર નિગમમાં સામેલ થઈ ચૂકેલા ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીનાં આજે પરિણામ આવવાનાં છે. 150 સીટની મતગણતરી થઈ રહી છે. શરૂઆતના રુઝાનમાં ભાજપ 79 સીટ પર આગળ છે, જ્યારે ચૂંટણીમાં અત્યારસુધીમાં સૌથી મોટી પાર્ટી રહેલી તેલંગાણા રાષ્ટ્રવાદી સમિતિ માત્ર 35 સીટ પર જ આગળ છે. ભાજપ કર્ણાટક સિવાય હવે દક્ષિણનાં રાજ્યોમાં પણ પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. ખાસ કરીને આ વિસ્તારો મુસ્લિમ બહુમતીવાળા અને બિનહિન્દી બેલ્ટવાળા છે. ભાજપ આજે અહીં ઈતિહાસ બનાવી શકે છે.
લોકલ ચૂંટણીમાં ભાજપના ધુઆંધાર પ્રચારે ગ્રેટર હૈદરાબાદ નગર નિગમને ભાજપ અને AIMIM માટે પ્રતિષ્ઠાનો સવાલ બનાવી દીધો છે. આ વખતે હૈદરાબાદ નગર નિગમની 4 સીટને જીતવા માટે ભાજપના સ્ટાર પ્રચારકોએ તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી અને તેથી આ ચૂંટણી લોકલમાંથી વોકલ બની ગઈ હતી. આ ચૂંટણીમાં ભાજપમાંથી અમિત શાહથી લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રચાર કર્યો હતો. ભાજપે હૈદરાબાદના માત્ર લોકલ મુદ્દા પર જ ઓવૈસીની પાર્ટીને ઘેરી હતી એવું ન હતું, પરંતુ પરિવારવાદ પર પણ પ્રહારો કરવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથે તો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેવાની વાત પણ કરી હતી.
અમિત શાહે ચૂંટણીને બનાવી લોકલમાંથી વોકલ
ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર બની ગઈ છે. ભાજપ અહીં ચૂંટણી જીતીને રાજકીય વિસ્તાર વધારવા માગે છે, તેથી આ ચૂંટણીમાં ભાજપે તેમની પૂરી તાકાત લગાવી દીધી હતી. અહીં પ્રચાર કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા. અહીં તેમણે 29 નવેમ્બરે એક રોડ શો કરીને ભાજપના પક્ષમાં વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. રોડ શો પહેલાં શાહે ચારમિનાર પાસે આવેલા ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને ત્યાર પછી ભાજપ કાર્યાલયમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને કેસીઆર અને ઓવૈસી પર પણ પ્રહાર કર્યા હતા. અમિત શાહે દાવો કર્યો હતો કે હૈદરાબાદનો મેયર ભાજપનો જ હશે અને પાર્ટીને જ બહુમત મળશે.
હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવાની ભાજપની માગ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પ્રચાર દરમિયાન કહ્યું હતું કે કેમ ના હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેવું જોઈએ? યોગીના આ નિવેદન પછી ઓવૈસી ભાઈઓએ ખૂબ મોટો વિવાદ ઊભો કર્યો હતો. આ ઉપરાંત અમિત શાહે પણ ભાગ્યલક્ષ્મી મંદિરમાં દર્શન કરીને નિઝામ કલ્ચર પર હુમલો કર્યો હતો અને ઓવૈસીના ગઢમાં જઈને તેમને જ પૂછ્યું હતું કે તેલંગાણાને કોણ પાકિસ્તાનનમાં ભેળવવા ઈચ્છે છે?
દક્ષિણમાં પકડ બનાવવા માગે છે ભાજપ
હકીકતમાં હવે ભાજપ ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે. કર્ણાટકમાં પહેલેથી જ તેમની સરકાર છે. તામિલનાડુમાં અન્ના દ્રુમક સરકારમાં તેઓ સહયોગી છે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપે તેલંગાણામાં સારું પ્રદર્શન કર્યું હતું. હવે હૈદરાબાદની નગર નિગમ ચૂંટણી દ્વારા ભાજપ દક્ષિણમાં પોતાને મજબૂત કરવા માગે છે. ઓવૈસી હૈદરાબાદમાં કોઈ પરિવર્તન ઈચ્છતા નથી, પરંતુ ભાજપ પરિવર્તનની લહેરનો શંખ ફૂંકીને ઓવૈસીના રસ્તામાં રોડા નાખવા માગે છે. ભાજપે આ ચૂંટણીને હવે રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી દીધો છે, તેથી સમગ્ર દેશની આ ચૂંટણીનાં પરિણામ પર નજર છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.