ભાજપના નેતાઓની દાદાગીરી:એરપોર્ટની ATC ઓફિસમાં ઘુસ્યા, ભાજપના 2 સાંસદ સહિત 9 નેતાઓની વિરુદ્ધ FIR

દેવઘરએક મહિનો પહેલા

ઝારખંડના દેવઘર એરપોર્ટના એર ટ્રાફિક કન્ટ્રોલર(ATC) પર દબાણ કરીને રાતે ચાર્ટર્ડ પ્લેન ટેક ઓફ કરાવવાના મામલામાં ભાજપના નેતાઓઓ સહિત નવ વ્યક્તિઓની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમાં ગોડ્ડાના BJP સાંસદ નિશિકાંત દુબે, તેમના બે પુત્ર, સાંસદ મનોજ તિવારી અને ભાજપ નેતા કપિલ મિશ્રાનું નામ સામેલ છે.

એફઆઈઆર દેવઘર એરપોર્ટ પર તહેનાત DSP સુમન અમને જિલ્લાના કુંડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. DSP સુમન અમનના જણાવ્યા મુજબ, 31 ઓગસ્ટે ગોડ્ડાના સાંસદ, તેમના બંને પુત્ર, મનોજ તિવારી અને અન્ય લોકો દેવઘર એરપોર્ટના ATCમાં બળજબરીપૂર્વક ઘુસ્યા અને કર્મચારીઓ પર બળજબરીપૂર્વક ક્લિયરન્સ લેવાનું દબાણ કર્યું હતું. તેમણે તેમની ફરિયાદમાં એ વાત પણ કહી કે દેવઘર એરપોર્ટમાં નાઈટ ટેક ઓફ અને લેન્ડિંગની સુવિધા હજી સુધી નથી.

DSPએ બે પેજની ફરિયાદ કરી.
DSPએ બે પેજની ફરિયાદ કરી.
9 લોકોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.
9 લોકોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

પાયલટ અને એરપોર્ટના ડાયરેકટર સંદીપ ઢીંગરા પણ ATSમાં હાજર હતા

  • DSPએ તેમની ફરિયાદમાં લખ્યું છે કે જ્યારે આ ATC કન્ટ્રોલ રૂમ પહોંચ્યા, તો ત્યાં એરપોર્ટના ડાયરેક્ટર સંદીપ ઢીંગરા અને ચાર્ટડ પ્લેનના પાયલટ પહેલેથી ત્યાં હાજર હતા. તે સમયે ચાર્ટર્ડ પ્લેનના પાયલટે ATC સ્ટાફ પર દબાણ કર્યું હતું. થોડીવાર પછી સાંસદ અને તેમના બંને પુત્ર પણ ત્યાં પહોંચી ગયા હતા.
  • DSPએ લખ્યું કે દબાણથી તેમને ક્લિયરન્સ પણ મળી ગયું. પાયલટ અને બાકીના લોકો થોડીવારમાં જ દેવઘર એરપોર્ટથી નીકળી ગયા.
  • DSP અમને ફરિયાદમાં લખ્યું છે કે આ બાબતોને જોતા એ બાબત સ્પષ્ટ છે કે એરપોર્ટ ઓપરેશનની સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ લોકોએ ATCમાં જબરજસ્તીથી એન્ટ્રી કરી છે. DSPએ CCTVનો પણ હવાલો આપ્યો છે, જેમાં 31 ઓગસ્ટની ઘટનાના સમયે મુકેશ પાઠક, દેવતા પાંડે અને પિન્ટુ તિવારી પર પણ ATC બિલ્ડિંગમાં સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન કરીને ઘુસવાનો આરોપ છે.
અન્ય સમાચારો પણ છે...