• Gujarati News
  • National
  • BJP JDU Alliance May Break In Bihar Nitish Kumar Tejashwi Yadav BJP Party Latest News And Update

બિહારમાં તૂટી શકે છે BJP-JDU ગઠબંધન:JDU-RJD 11 ઓગસ્ટ સુધી સરકાર બનાવી શકે છે, નીતીશ-સોનિયાની વાતચીત શરૂ

2 મહિનો પહેલા

બિહારમાં ફરી એક વખત JDU-BJP ગઠબંધન તૂટી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 11 ઓગસ્ટ સુધી બંને અલગ થઈ શકે છે અને રાજ્યમાં ફરી JDU અને RJDની સરકાર બની શકે છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમના દરેક સાંસદ અને ધારાસભ્યને બે દિવસમાં પટના પહોંચી શકે છે.

બીજી બાજુ RJD પણ તેના પગલે ચાલે તેવી શક્યતા છે. તેમણે દરેક ધારાસભ્યોને પટનામાં રહેવા માટે કહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતીશે સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી છે. 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં નવી સરકાર બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે, મંગળવારે જ તેજસ્વી યાદવે તેમના દરેક ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જોકે સરકારના ભવિષ્ય વિશે JDU નેતાઓએ કોઈ ઓફિશિયલ વાત નથી કરી.

સરકાર સંકટ પર JDU સાંસદનું મોટું નિવેદન
દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીતમાં ઝંઝારપુરના JDU સાંસદ રામપ્રીત મંડલે કહ્યું છે કે, બિહારના રાજકારણમાં કઈ પણ શક્ય છે. આ ટર્નિંગ પોઈન્ટ છે. અમે લોકો ત્યાં પહોંચીએ તે પહેલાં પણ કઈ પણ થવું શક્ય છે. અમારા નેતા નીતીશ કુમાર છે, તેઓ જે નિર્ણય લેશે તે અમને માન્ય છે. આ નિવેદન વિશે માનવામાં આવે છે કે NDA સરકાર વિશે નીલીશ કુમાર આજે જ કોઈ નિર્ણય લઈ શકે છે.

2020માં ઓછી સીટો મળવા છતાં મુખ્યમંત્રી બન્યા હતા નીતીશ
2020માં નીતીશની પાર્ટી JDUને 28 સીટો ઘટીને 43 સીટ જ મળી હતી. જ્યારે બીજેપીને 21 સીટો વધીને 74 સીટો મળી હતી. તેમ છતાં BJPએ નીતીશને મુખ્યમંત્રી બનાવ્યા હતા. NDAને 125 સીટો અને મહાગઠબંધનને 110 સીટો મળી હતી.

નીતીશ ભાજપથી કેમ નારાજ?

  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને સરકાર ચલાવવામાં ફ્રી હેન્ડ નહતો મળતો, ચિરાગ પ્રકરણ પછી RCP પ્રકરણથી પણ ભાજપ નારાજ છે.
  • છેલ્લાં કેટલાક મહિનામાં નીતીશે ઘણી મહત્વની બેઠકોથી ડિસ્ટન્સ કરી લીધું છે. થોડા મહિના પહેલાં તેમણે વડાપ્રધાનની કોરોના બેઠકમાં પણ હાજરી આપી નહતી.
  • તાજેતરમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સન્માનમાં રાખવામાં આવેલા ભોજનમાં અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજર નહતા રહ્યા.
  • રાજ્યમાં બિહારના BJP નેતાઓને પણ મળતા નથી. CM લોકલ સ્તર પર કાર્યક્રમોમાં સામેલ તો થઈ રહ્યા છે પરંતુ BJP નેતાઓ સાથે ખુલીને વાત નથી કરતાં અને તેમને મળતા પણ નથી.

નીતીશની 22 વર્ષની રાજકિય સફર, 7 વાર CM બન્યા

અન્ય સમાચારો પણ છે...