• Gujarati News
  • National
  • BJP Is Now Preparing To Break MLAs In Gujarat Himachal, Jharkhand, Formed A Special Team

ઓપરેશન લોટસ પાર્ટ-2, કોંગ્રેસના ધારાસભ્યો પર નજર:ભાજપ હવે ગુજરાત-હિમાચલ, ઝારખંડમાં ધારાસભ્યોને તોડવાની તૈયારી કરી રહ્યો છે, ખાસ ટીમ બનાવી

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: સુજીત ઠાકુર
  • ગુજરાત અને હિમાચલમાં પણ કોંગ્રેસને નવેસરથી ઝટકો આપવાની તૈયારી ચાલી રહી છે
  • સોનિયા-રાહુલ કોર્ટ કેસમાં ફસાયેલાં છે. તેઓ દરમિયાનગીરી કરે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે

ભાજપ હવે વિપક્ષમુક્ત માર્ગ પર ચાલી રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપ હવે કોંગ્રેસને રાજકીય મેદાનમાં ધરાશાયી અને નષ્ટ વિપક્ષ તરીકે રાખવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યો છે. પાર્ટીના ટોચના નેતૃત્વએ રાજ્યોના પ્રભારી મહાસચિવ અને રાજ્ય એકમને અલગ ટીમ બનાવીને તેના પર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ અભિયાનનું નામ ઓપરેશન લોટસ પાર્ટ-2 રાખવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સહિત હિમાચલ, ઝારખંડ એવાં રાજ્યો છે, જ્યાં ચૂંટણી થવાની છે.

આ રાજ્યોમાં પણ આ યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે, જ્યાં તાજેતરમાં ચૂંટણી પૂરી થઈ છે. ભાજપ માને છે કે કોઈપણ રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટશે તો દેશભરમાં એનો સંદેશ જશે. ગોવા એનું તાજેતરનું ઉદાહરણ છે. 40 સભ્યની વિધાનસભામાં ભાજપના 20 અને કોંગ્રેસના 11 ધારાસભ્ય છે.

ગોવામાં ભાજપે હોમવર્ક કર્યું છે
ભાજપના ગોવાના પ્રભારી સીટી રવિએ રાજ્ય કારોબારીમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જે દિવસે પાર્ટી હાઈકમાન્ડ લીલી ઝંડી આપે એ દિવસે ભાજપના ધારાસભ્ય વધીને 30 થઈ જશે, એટલે કે કોંગ્રેસના 10 ધારાસભ્યને તોડવાની દિશામાં ભાજપે હોમવર્ક કર્યું છે.

10 જુલાઈના રોજ ગોવામાં 9 ધારાસભ્યએ બળવો કર્યો, ત્યાર બાદ સોનિયા ગાંધીએ મુકુલ વાસનિકને પણજી મોકલ્યા હતા. વાસનિકે ત્યાં અત્યારસુધીમાં 7 ધારાસભ્ય સાથે વાત કરી છે. ગોવામાં કોંગ્રેસના 11 ધારાસભ્ય છે.
10 જુલાઈના રોજ ગોવામાં 9 ધારાસભ્યએ બળવો કર્યો, ત્યાર બાદ સોનિયા ગાંધીએ મુકુલ વાસનિકને પણજી મોકલ્યા હતા. વાસનિકે ત્યાં અત્યારસુધીમાં 7 ધારાસભ્ય સાથે વાત કરી છે. ગોવામાં કોંગ્રેસના 11 ધારાસભ્ય છે.

ઝારખંડ-બિહાર આગળના પડાવ છે
સૂત્રોનું કહેવું છે કે પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જે રાજ્યોમાં ચૂંટણી
યોજાવાની છે ત્યાં ચૂંટણી પૂર્વે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે, જેથી હરીફાઈમાં વિપક્ષ દૂર દૂર સુધી જોવા ન મળે, તેથી જ ગોવા, બિહાર, ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં પાર્ટીના નેતાઓ સક્રિય થઈ ગયા છે.

એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 40 ધારાસભ્યએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સમર્થિત ઉદ્ધવ સરકારથી અલગ થઈ ગયા, જેને કારણે ઉદ્ધવ સરકાર 29 જૂને પડી ગઈ હતી. શિંદેને ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના 40 ધારાસભ્યએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સમર્થિત ઉદ્ધવ સરકારથી અલગ થઈ ગયા, જેને કારણે ઉદ્ધવ સરકાર 29 જૂને પડી ગઈ હતી. શિંદેને ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ઓપરેશન કમલ પાર્ટ-2 પણ શરૂ થશે, ગુજરાત-હિમાચલમાં કોંગ્રેસના ધારાસભ્યો પર નજર

  • આગામી દિવસોમાં ભાજપ અન્ય રાજ્યોમાં ઓપરેશન કમલ પાર્ટ-2 શરૂ કરશે. ગુજરાત અને હિમાચલમાં પણ કોંગ્રેસને નવેસરથી ઝટકો આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
  • ભાજપનું માનવું છે કે જે લોકો કોંગ્રેસમાં પાયાના રાજકારણની ચતુરાઈ અને ચપળતા જાણતા હતા તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા છે, તેથી પાર્ટી પાસે સારી તક છે.
  • ગોવા મામલો છેલ્લા મહિનાથી ચાલી રહ્યો છે, પરંતુ શરૂઆતમાં કાર્યવાહી કરવાને બદલે પાર્ટી અંતમાં ડેમેજ કંટ્રોલ કરે છે.
  • સોનિયા અને રાહુલ કોર્ટ કેસમાં ફસાયેલા છે. તેઓ દરમિયાનગીરી કરે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.
  • રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસ વિપક્ષના ઉમેદવારને મત ન મેળવી શકી તો ભાજપ આક્રમક રીતે કોંગ્રેસને ઘેરશે.

તામિલનાડુ: હકાલપટ્ટી કરાયેલા પનીરસેલ્વમ ભાજપમાં જોડાઈ શકે છે
તામિલનાડુના મુખ્ય વિરોધ પક્ષ AIADMKએ સોમવારે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓ પનીરસેલ્વમને પક્ષના પ્રાથમિક સભ્યપદ અને કોષાધ્યક્ષ પદ પરથી હાંકી કાઢ્યા હતા. આ પછી ઈડાપ્પડીના પલાનીસ્વામીને વચગાળાના મહાસચિવ તરીકે પસંદ કરાયા હતા. પનીરસેલ્વમ પર ડીએમકેને ટેકો આપવાનો અને AIADMKને નબળો પાડવા માટે શાસક પક્ષના નેતાઓ સાથે કામ કરવાનો આરોપ છે.

સોમવાર, 10 જુલાઈએ, AIDMKની બેઠકમાં, પલાનીસ્વામી જૂથે પનીરસેલ્વમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ પછી પનીરસેલ્વમ પાર્ટી ઓફિસની બહાર ધરણાં પર બેસી ગયા હતા.
સોમવાર, 10 જુલાઈએ, AIDMKની બેઠકમાં, પલાનીસ્વામી જૂથે પનીરસેલ્વમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. આ પછી પનીરસેલ્વમ પાર્ટી ઓફિસની બહાર ધરણાં પર બેસી ગયા હતા.

હકાલપટ્ટી પર પનીરસેલ્વમે કહ્યું હતું કે તેમને 1.5 કરોડ કાર્યકરોએ પસંદ કર્યા છે, આથી પલાનીસ્વામીએ તેમને હાંકી કાઢવાનો અધિકાર નથી. તેઓ આ નિર્ણયને કોર્ટમાં પડકારશે. પનીરસેલ્વમ પર કડક કાર્યવાહી બાદ સમર્થકોએ પાર્ટી ઓફિસમાં તોડફોડ કરી હતી. આ પછી પાર્ટી હેડક્વાર્ટરને સીલ કરી દેવામાં આવ્યું હતું.

આગળ શું: રાજકીય વિશ્લેષક એમ. ભરત કુમારના જણાવ્યા અનુસાર, જયલલિતાના વફાદાર પનીરસેલ્વમ ભાજપમાં જોડાઈ શકે છે. જો શશિકલા જૂથ તૈયાર છે તો તેઓ તેની સાથે પણ હાથ મિલાવી શકે છે. તેઓ નવી પાર્ટી બનાવવાનું પણ વિચારી શકે છે.

અન્ય સમાચારો પણ છે...