તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

UPમાં બ્લોક પ્રમુખ ચૂંટણીમાં ભાજપની જીત:ભાજપને અત્યાર સુધીમાં 825 પૈકી 635થી વધારે બેઠક મળી, PM મોદીએ કહ્યું- આ યોગી સરકારની નીતિઓની જીત

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનારસની 8 પૈકી ભાજપ 5 બેઠક પર અને CM યોગીના ગોરખપુર જીલ્લામાં 20 પૈકી 18 પર જીત મળી

ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખની ચૂંટણીમાં પરિણામો આવી રહ્યા છે. ભાજપે અત્યાર સુધી 825 બ્લોક પ્રમુખ બેઠક પૈકી 635થી વધારે બેઠકો પર જીત મેળવી છે. ભાજપના ઉમેદવારો 349 બેઠક પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. CM આદિત્ય નાથે જીત બદલ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમે 635થી વધારે બેઠક જીતી રહ્યા છીએ. આ ચૂંટણી કેટલું મહત્વ ધરાવે છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવતા આ જીતને યોગી સરકારની નીતિઓની જીત ગણાવી છે.

અત્યાર સુધીના પરિણામો પ્રમાણે સમાજવાદી પાર્ટી 100 બેઠકના આંકડા નજીક પહોંચી શક્યો નથી. અત્યાર સુધીમાં SPને 55 બેઠક પર જીત મળી છે. રાજધાની લખનઉની 8 બેઠક પૈકી ભાજપને 7 અને 1 બેઠક અપક્ષને મળી છે. અહીં SPખાતુ ખોલાવી શકી નથી. બનારસની 8 પૈકી ભાજપને 5 બેઠક પર જીત મળી છે. જ્યારે CM યોગીના ગોરખપુર જીલ્લામાં ભાજપને 20 પૈકી 18 પર કબજો કર્યો છે.

49 બ્લોક પ્રમુખ બિનહરીફ ચૂંટાઈ આવ્યા
કુલ 825 બેઠક પૈકી 476 પદ માટે બપોર 3 વાગ્યા સુધી મતદાન થયું. આ અગાઉ શુક્રવારે નામાંકન પાછા ખેચ્યાં બાદ 349 બ્લોક પ્રમુખની બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ પૈકી 334 પૈકી મોટાભાગના ઉમેદવારો ભાજપના છે. મતદાન શાંતિપૂર્વક પૂરું થાય તે માટે પોલીસ અને વહિવટીતંત્ર એલર્ટ છે. મતદાન અને મતગણતરી કેન્દ્રોમાં તપાસ વગર કોઈને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.