તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજસ્થાનમાં ગામડાની પરીક્ષામાં કોંગ્રેસ નિષ્ફળ:ભાજપે અત્યાર સુધીમાં પંચાયત સમિતિઓની 44% અને જિલ્લા પરિષદની 55% બેઠકો જીતી

જયપુર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજસ્થાનના 21 જિલ્લામાં યોજાયેલી જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 21 જિલ્લાઓની 636 જીલ્લા પરિષદની બેઠકોમાંથી 635ના પરિણામો પ્રાપ્ત થયા છે.222 પંચાયત સમિતિઓ માટેના 4371 સભ્યોમાંથી 4304નું પરિણામ પ્રાપ્ત થયા છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર અને ખેડૂત આંદોલન છતાં બંને ચૂંટણીઓમાં ભાજપની બેઠકોમાં વધારો થયો છે. ભાજપે જિલ્લા પરિષદની 353 અને પંચાયત સમિતિની 1990 બેઠકો જીતી લીધી છે. જિલ્લા પ્રમુખ અને પ્રધાનની ચૂંટણી 10 ડિસેમ્બરે, નાયબ જિલ્લા પ્રમુખ અને નાયબ પ્રધાનની ચૂંટણી 11 ડિસેમ્બરે યોજાશે.

જિલ્લા પરિષદ સભ્યોના અત્યાર સુધીના પરિણામ

પાર્ટી

જીત્યા

કોંગ્રેસ

252

ભાજપ

353

CPIM

2

RLP

10

અપક્ષ

18

પંચાયત સમિતિ સભ્યોના અત્યાર સુધીના પરિણામ

પાર્ટી

જીત્યા

કોંગ્રેસ

1796

ભાજપ

1990

BSP

3

CPIM

26

RLP

60

અપક્ષ

429

જેપી નડ્ડાનું ટ્વીટ

ડોટાસરા, પાયલટ, રઘુ શર્મા, આંજના, ચાંદનાના વિસ્તારમાં પણ કોંગ્રેસની હાર

પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા, આરોગ્ય મંત્રી રઘુ શર્મા, સહકારિતા મંત્રી ઉદયલાલ આંજના અને રમત-ગમત રાજ્ય મંત્રી અશોક ચાંદનાના વિસ્તારમાં પણ કોંગ્રેસ હારી ગયું.

 • 14 જીલ્લામાં ભાજપ બનાવી શકે છે બોર્ડ : અજમેર, બડમેર, ભિલવાડા, બૂંદી, ચિત્તોડગઢ, ચૂરુ, ઝાલૌર, ઝાલાવાડ, ઝુંઝુનું, પાલી, રાજસમંદ, સીકર, ટોંક અને ઉદયપુર.
 • 5 જિલ્લામાં કોંગ્રેસ બનાવશે બોર્ડ : બાંસવાડા, ભીલવાડા, પ્રતાપગઢ, હનુમાનગઢ,, જેસલમેર.
 • નાગૌરમાં બેનીવાલ કિંગમેકર: ભાજપને 20 બેઠકો મળી છે, 18 કોંગ્રેસ અને 9 RLPને મળી છે.
 • ડુંગરપુરમાં BTPના જિલ્લા પ્રમુખ બનશે.

કોંગ્રેસની હારના 3 મુખ્ય કારણો

1. સંગઠનની ગેરહાજરી : ન તો પ્રદેશ કે જિલ્લા સ્તર પર કોંગ્રેસનું સંગઠન જોવા મળ્યું.

2. ધારાસભ્યોના ભરોસે રહ્યા : ધારાસભ્યોને પ્રતીકો અપાયા હતા. જયપુર, કોટા અને જોધપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં પણ તેને ભોગવવું પડ્યું.

3. ટિકિટ વિતરણમાં પરિવારવાદના આરોપ : ધારાસભ્યોએ મોટા ભાગે સબંધીઓને ટિકિટ વહેંચી હતી, આ બાબતે નારાજગી વધી. ટિકિટ વેચવાના પણ આક્ષેપો થયા હતા.

આ હારના 3 મોટા રાજકીય કારણ

1. આવતા વર્ષે પેટાચૂંટણી : આવતા વર્ષે વિધાનસભા પેટા-ચૂંટણીઓ યોજાવાની હોવાથી પંચાયતની ચૂંટણીનું નુકસાન મનોબળ ઘટાડી શકે છે.

2. પક્ષમાં અસંતોષ : હારનું ઠીકરું ફોડવાના કારણે પાર્ટીમાં અસંતોષનું જોખમ વધ્યું છે.

3. રાજકીય નિમણૂકો પર અસર: આગામી દિવસોમાં પાર્ટીમાં સંગઠન અને રાજકીય નિમણૂકો થવાની છે, એવામાં જે મંત્રીઓ અને ધારાસભ્યોના વિસ્તારમાં કોંગ્રેસ હારી છે, તેમને આનું નુકશાન ભોગવવું પડી શકે છે.

ઘણા મોટા નેતાઓ તેમના સબંધીઓની બેઠકો પણ બચાવી શક્યા નથી

 • કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલનો પુત્ર બિકાનેર જિલ્લા પરિષદ ચૂંટણી હારી ગયો.
 • સાદુલપુર અને કોંગ્રેસના ધારાસભ્ય કૃષ્ણા પૂનીયાના સાસુ અને દેરાણી પંચાયત સમિતિના સભ્યની ચૂંટણીમાં હાર્યા.
 • ભાજપના ધારાસભ્ય ગોપીચંદ મીનાની માતા ઉગ્મા દેવી ભિલવાડાની જહાજપુર પંચાયત સમિતિની ચૂંટણીમાં હારી.
 • સરદારશહરના ધારાસભ્ય ભંવરલાલ શર્માના પત્ની મનોહરી દેવી શર્મા પોતાના દિયર શ્યામલાલથી પંચાયત સમિતિના સભ્યની ચૂંટણી હારી ગયા. શ્યામલાલે અપક્ષમાં ચૂંટણી લડી હતી.
 • શ્રીમાધોપુરના પૂર્વ ધારાસભ્ય ઝાબર ખરાના પુત્ર દુર્ગા સિંહ ચૂંટણી હારી ગયા.
 • ગઢીથી ભાજપના ધારાસભ્ય કૈલાસ મીનાની પુત્રવધૂ હારી ગઈ.
 • કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતા ભીલનો પુત્ર આર્થુનાથી હાર્યો.

આ 21 જિલ્લામાં થઈ હતી ચૂંટણી

અજમેર, બાંસવાડા, બાડમેર, ભીલવાડા, બિકાનેર, બુંદી, ચિત્તોડગઢ,, ચુરુ, ડુંગરપુર, હનુમાનગઢ, જેસલમેર, જલોર, ઝાલાવાડ, ઝુંઝુનુ, નાગૌર, પાલી, પ્રતાપગઢ, રાજસમંદ, સીકર, ટોંક અને ઉદેપુર.

મતદાન 4 તબક્કામાં કરવામાં આવ્યું હતું

પ્રથમ તબક્કો: 23 નવેમ્બર, બીજો: 29 નવેમ્બર, ત્રીજો: 1 ડિસેમ્બર, ચોથો: 5 ડિસેમ્બર

અન્ય સમાચારો પણ છે...