તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bjp Cm Reshuffle In Uttarakhand Karnataka Gujarat Goa Mp Haryana Tripura Political Benifits

CM બદલો પાર્ટી બચાવો:આસામ-ઉત્તરાખંડ-કર્ણાટક અને ગુજરાતના સીએમ બદલાયા પછી શું હજી લાંબી થશે બીજેપીની યાદી?

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં બીજેપીએ મુખ્યમંત્રીનો ચહેરો બદલી દીધો છે. વિજય રૂપાણીની જગ્યાએ ભુપેન્દ્ર પટેલને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવ્યા છે. આમ રૂપાણી છેલ્લાં છ મહિનામાં બદલવામાં આવેલા બીજેપીના 5માં મુખ્યમંત્રી બની ગયા છે. પહેલાં આસામમાં ચૂંટણી પરિણામોની સાથે જ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. ત્યારપછી ઉત્તરાખંડમાં બે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા છે. કર્ણાટકથી યેદિયુરપ્પાની વિદાય કરવામાં આવી અને હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલાં બીજેપીએ મુખ્યમંત્રી બદલી દીધા છે. હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કે, આગામી નંબર કોનો હશે? શું બીજેપીમાં હટાવવામાં આવતા મુખ્યમંત્રીઓનું લિસ્ટ આટલે અટકશે કે હજી લાંબુ ચાલશે?

2014ની લોકસભા ચૂંટણી પછી બીજેપીના શીર્ષ નેતૃત્વના વિવિધ રાજ્યોમાં નવી લીડરશીપ તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં બીજેપીએ નવા ચહેરા પર દાવ રમ્યો છે. જ્યાં જ્યાં આ દાવ અસરકારક નથી રહ્યો ત્યાં પાર્ટીએ નવો ચહેરો લાવવામાં સહેજ પણ ખચકાટ રાખ્યો નથી. પાંચ મહિનામાં ચાર રાજ્યોમાં જે ફેરફાર કર્યા છે તેના આધારે હવે બાકી રાજ્યોમાં બીજેપી સરકાર વિશે સવાલ ઉભા થવા લાગ્યા છે કે ગોવા, હરિયાણા, ત્રિપુરા, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ આ જ ફોર્મ્યુલા લાગુ કરાશે?

ગોવા
ગોવામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. નાનું રાજ્ય હોવા છતાં ગોવામાં રાજકિય ખેંચતાણ વધારે હોય છે. ગોવામાં બીજેપીના હાલના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની સાથે સાથે રાજ્યના સ્વાસ્થય મંત્રી વિશ્વજીત રાણે પણ 2022ના સીએમ પદના દાવેદાર તરીકે પોતાને રજૂ કરી રહ્યા છે. કોરોના પ્રબંધન વિશે બંને નેતાઓ વચ્ચે ખેંચતાણની વાત પણ સામે આવી છે. વિશ્વજીત રાણે પૂર્વ મુખ્યમંત્રી પ્રતાપસિંહ રાણેના દિકરા છે અને કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવ્યા છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અહીં બહુમતીથી દૂર થઈ ગઈ હતી. જોકે નંબર ગેમ દ્વારા તેઓ સરકાર બનાવવામાં સફળ રહ્યા હતા. અત્યારે ચૂંટણી માથા પર છે અને સરકાર સચેત છે. થોડા દિવસ પહેલાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગોવાની રાજકિય મુલાકાત પણ કરી હતી. તેમણે બંને નેતાઓ વચ્ચેના તાલમેલ પર ભાર આપ્યો હતો. પ્રમોદ સાવંતના કોરોના વ્યવસ્થાપન વિશે ઘણાં સવાલો ઉભા થયા હતા. ગોવાની હોસ્પિટલોમાંથી જે તસવીરો સામે આવી તેવી સ્થિતિ બીજેપી શાસિત એક પણ રાજ્યમાં જોવા મળી નથી. તેની અસર ચૂંટણી ઉપર ના થાય તે માટે બીજેપી અહીં પરિવર્તન લાવી રહી છે.

હરિયાણા
મનોહર લાલ ખટ્ટર વિશે હરિયાણાની સૌથી વધુ વસતી ધરાવતો જાટ સમુદાય ઘણી વખત નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. વર્ષ 2019માં હરિયાણામાં બીજેપીને સરકાર બનાવવા માટે જેજેપીની મદદ લેવી પડી હતી. પરંતુ હવે ખેડૂતોની નારાજગી બીજેપી માટે ચિંતાનો વિષય બની શકે છે. કૃષિ કાયદાઓનો વિરોધ કરતાં ખેડૂતો જાહેરમાં ખટ્ટર સરકારના મંત્રીઓ અને રાજ્યના બીજેપી નેતાઓ વિરુદ્ધ ઉભા થયા છે. સરકાર તેમને મનાવવામાં નિષ્ફળ રહી છે.
યુપીમાં થોડા મહિનાઓમાં જ ચૂંટણી આવે છે. અહીંનું વાતાવરણ જોતા લાગે છે કે, બીજેપીને અહીં થોડું નુકસાન સહન કરવું પડશે. આ સંજોગોમાં કોઈ આશ્ચર્યની વાત નથી જો ગુજરાત, કર્ણાટકની જેમ બીજેપી હરિયાણામાં પણ નેતૃત્વ પરિવર્તન કરીને કોઈ જાટ ચહેરા પર પસંદગી ઉતારે તો.

ત્રિપુરા
પૂર્વોત્તરના ત્રિપુરામાં પણ મુખ્યમંત્રી બિપ્લવ દેવ વિશે લોકોમાં નારાજગી છે. થોડા દિવસ પહેલાં બીજેપીના દોડઝન ધારાસભ્યોએ સીએમ બિપ્લવ વિશે બળવાખોરીનો ઝંડો લહેરાવ્યો હતો. ત્યારપછી પાર્ટી હાઈકમાને મુખ્યમંત્રીને દિલ્હી બોલાવ્યા હતા. જોકે બીજેપીએ ઓગસ્ટના અંતમાં બિપ્લવ સરકારના મંત્રિમંડળનું વિસ્તરણ કરીને રાજ્યમાં ફેલાયેલા અસંતોષને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
2023માં ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. આ સંજોગોમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી ટીએમસીની ત્રિપુરામાં વધતી ગતિવિધિ જોઈને સચેત છે. બીજેપીમાં આંતરિક અસંતોષનો ક્યાંક ટીએમસી અને લેફ્ટ દ્વારા ફાયદો ના ઉઠાવે તે માટે અહીં બીજેપી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. બિપ્લવ દેવ પાર્ટીનો યુવા ચહેરો છે. પરંતુ તેમના નિવેદનોના કારણે તેઓ હંમેશા વિવાદોમાં રહે છે અને તેના પાર્ટીને નુકસાન સહન કરવું પડે છે.

મધ્ય પ્રદેશ
મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહના નેતૃત્વમાં બીજેપીએ 2018માં ચૂંટણી લડીને ભલે સત્તા ગુમાવી દીધી હોય પરંતુ 15 મહિના પછી જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાના ગ્રૂપમાં સામેલ કરીને શિવરાજ સિંહે ફરી એક વાર સીએમની ખુરશી પર કબજો કર્યો હતો. આ સંજોગોમાં ભલે બીજેપી શિવરાજ સિંહને બદલવાનું જોખમ ના લે. પરંતુ પાર્ટી તેમના વિકલ્પ તરીકે અન્ય નેતાઓને આગળ વધારતી જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલાં શિવરાજ અને રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા વચ્ચે રાજકિય ખેંચતાણ જોવા મળી હતી.
પશ્ચિમ બંગાળની ચૂંટણી પછી રાજકિય નિષ્ણાતો અને બીજેપી રણનીતિકારોને લાગે છે કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં રાજ્યોમાં એક એવો મતદાતા વર્ગ ઉભો થયો છે જે લોકસભાની ચૂંટણીમાં તો મોદીના નામે વોટ કરે છે પરંતુ વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક નેતૃત્વને સામે રાખીને મતદાન કરે છે. આ સંજોગોમાં રાજ્યોમાં જનાધાર અને જાતીય સમીકરણને ફિટ રાખનાર નેતાઓની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...