ચૂંટણી માટે મંથન:રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ આદિવાસી કાર્ડ રમી શકે છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ મળવાની આશા

આ વર્ષે થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મંથન શરૂ થઇ ચૂક્યું છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઇના રોજ પૂરો થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ ચૂંટણીના તમામ સમીકરણોની સાથે ભાજપની નજર 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પર પણ છે. આ વચ્ચે ભાજપ રાષ્ટ્રપતિ પદ માટે આદિવાસી ઉમેદવારને મેદાનમાં ઉતારવા વિચારી રહી છે.

ભાજપ કોને રાષ્ટ્રપતિ ઉમેદવાર બનાવી શકે છે?

  • કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, જુઅલ ઓરાંવ, પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂ તથા છત્તીસગઢની રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે મુખ્ય આદિવાસી નેતા છે, જેના નામ રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચામાં છે. આવું થશે તો વેંકૈયા નાયડૂ અને રાજનાથ સિંહ જેવા નામ દોડમાંથી બહાર થઇ જશે.

વિપક્ષી દળોને સરકાર દબાણમાં કેવી રીતે લાવશે?

  • મહારાષ્ટ્રમાં લોકસભાની 4 તેમજ વિધાનસભાની 25 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. તેવામાં એનસીપી અને શિવસેના માટે એનડીએના આદિવાસી ઉમેદવારનો વિરોધ કરવો કપરું બનશે. ઝારખંડમાં લોકસભાની 5 અને વિધાનસભાની 28 બેઠકો એસટી માટે અનામત છે. કોંગ્રેસની સહયોગી ઝામુમો તેનો વિરોધ નહીં કરી શકે.
  • ઓડિશામાં લોકસભાની 5 અને વિધાનસભાની 28 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. તેવામાં નવીન પટનાયક પણ સરળતાથી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવારના પક્ષમાં મત આપી શકે છે.

આ રીતે આદિવાસી મતદારોને આકર્ષિત કરશે

  • આદિવાસી મતદારોને આકર્ષવા માટે ગત વર્ષે 15 નવેમ્બરના રોજ ભોપાલમાં જનજાતિ સંમેલનને વડાપ્રધાને સંબોધિત કર્યું હતું.
  • મોદીએ બિરસા મુંડાની જયંતિ (15 નવેમ્બર) પર સંસદમાં પ્રતિમા પર માલ્યાર્પણ કર્યું. રાંચીમાં સંગ્રહાલયનું અનાવરણ. જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીની જાહેરાત.
  • ગત મહિને ગુજરાતના દાહોદમાં પીએમએ આદિવાસીઓ વચ્ચે કાર્યક્રમ કર્યો. રાજસ્થાનના ડુંગરપુરમાં ગૃહમંત્રી અમિત શાહનો આદિવાસીઓ વચ્ચે કાર્યક્રમ.

આદિવાસીઓ માટે વિધાનસભાની 487 બેઠકો અનામત:
આંધ્ર પ્રદેશ 7/175, તેલંગાણા 12/119, ગુજરાત 27/182, છત્તીસગઢ 29/90, હિમાચલ 3/68, ઝારખંડ 28/81, કર્ણાટક 15/224, મધ્યપ્રદેશ 47/230, રાજસ્થાન 25/200, મહારાષ્ટ્ર 25/288. ઓડિશા 33/146, પ.બંગાળ 16/294, અસમ 16/126, મણિપુર 19/60, મેઘાલય 55/60, મિઝોરમ 39/40, નાગાલેન્ડ 59/60, સિક્કિમ 12/32, ત્રિપુરા 20/60.

લોકસભામાં 47 બેઠકો અનામત
મપ્રમાં 6, ઝારખંડ-ઓડિશામાં 5-5, છત્તીસગઢ-ગુજરાત-મહારાષ્ટ્રમાં 4-4, રાજસ્થાન-આંધ્રમાં 3-3, અસમ, કર્ણાટક, મેઘાલય, પ.બંગાળમાં 2-2, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દાદરા નગર હવેલી, લક્ષદ્વીપમાં 1-1 બેઠક.

અન્ય સમાચારો પણ છે...