તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • BJP Begins Preparations To Formulate Special Strategy, December 25 Deadline Set To Complete Work On 7 Issues

પાંચ રાજ્ય માટે ભાજપની તૈયારી:ખાસ રણનીતિ ઘડવા ભાજપની તડામાર તૈયારી શરૂ, 7 મુદ્દા પર કાર્ય પૂરુ કરવા 25 ડિસેમ્બરની ડેડલાઈન નક્કી કરાઈ

નવી દિલ્હી3 મહિનો પહેલા
 • કૉપી લિંક

આગામી વર્ષે 5 રાજ્યમાં યોજાનારી ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવા માટે ભાજપમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા એક સપ્તાહમાં બે બેઠક યોજી ચુક્યા છે. હવે ભાજપ અધ્યક્ષે રાજ્યોના પક્ષ એકમોને આદેશ આપ્યો છે કે તેઓ ચિંતન બેઠક યોજે. નડ્ડાએ એમ પણ કહ્યું છે કે આ ચિંતન બેઠકો બાદ 10 જુલાઈ સુધીમાં ચૂંટણીઓ અંગે પોતાની રણનીતિ પણ તૈયાર કરે.

આગામી વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પૈકી ઉત્તર પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ તથા ગોવામાં ભાજપની સરકાર છે. ફક્ત એક રાજ્ય પંજાબમાં કોંગ્રેસ સત્તામાં છે.

ભાજપની ચૂંટણી તૈયારી,7 મુદ્દામાં

 1. રાજ્ય સ્તર પર ચિંતન બેઠકો બાદ નાની ટીમો દિલ્હી મોકલવામાં આવશે, જેઓ પાર્ટી અધ્યક્ષ નડ્ડાએ સ્ટ્રેટેજી અંગે માહિતી આપશે.
 2. રાજ્યો પાસેથી મળેલા ઈનપુટના આધારે કેન્દ્રીય ટીમ અને પાર્ટી હાઈકમાન ચૂંટણી હેઠળના રાજ્યો અંગેની રણનીતિને અંતિમ સ્વરૂપ આપશે.
 3. પાર્ટી સંગઠનને સંદેશ આપવામાં આવ્યો છે કે હવે તેઓ સંગઠનાત્મક કામ પણ શરૂ કરે, જે કોરોનાને લીધે અટકી પડ્યું છે.
 4. સમગ્ર દેશમાં ભાજપના એકમો હવે 21થી 30 જૂન વચ્ચે એક્ઝિક્યુટીવ મીટિંગ યોજશે, જે વર્ચ્યુઅલ હશે.
 5. રાષ્ટ્રીય સ્તર પર ટ્રેઈનિંગ સેશન દરેક રવિવારે સવારે 10:30 થી 11:30 વચ્ચે યોજાશે. રાજ્ય સ્તર પર મીટિંગ મંગળવાર અને બુધવારે સવારે 10:00 વાગે યોજાશે. જિલ્લા સ્તર પર ટ્રેઈનિંગ સેશન ગુરુવાર, શુક્રવાર અથવા તો શનિવારે સવારે 10:00 યોજાશે.
 6. ટ્રેઈનિંગ પ્રોગ્રામની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા દુષ્યંત ગૌતમ અને મુરલીધર રાવને આપવામાં આવી છે.
 7. તમામ રાજ્યોના પાર્ટી અધ્યક્ષ અને મહાસચિવોને પોતાના રાજ્યોનો પ્રવાસ 31 જુલાઈ અગાઉ પૂરો કરવાનો રહેશે.

શક્તિ વધારવા માટે કામ શરૂ
ભાજપના સૂત્રોને ટાંકી જણાવવામાં આવ્યું છે કે જમીની સ્તર પર કાર્યકર્તાઓની ભરતીમાં પણ ઝડપ લાવવામાં આવશે. આ કામ ત્રણ તબક્કામાં થશે. ભરતી મંડળ સ્તર, બુથ સ્તર અને પન્ના પ્રમુખ સ્તર પર કરવામાં આવશે. આ માટે પણ ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. ઝોન સ્તર પર કાર્યકર્તાઓની ભરતી 25 સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવાની રહશે. બુથ કમિટીઓને 25 ડિસેમ્બર સુધીમાં એક્ટિવેટ કરવાની રહેશે. પન્ના પ્રમુખોની ચૂંટણીઓની જરૂરિયાતો પર પોતાની તૈયારી પૂરી કરવા માટે 6 એપ્રિલ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્રણેય ડેડલાઈનની તારીખ મહત્વની છે. 25 સપ્ટેમ્બર દીનદયાલ ઉપાધ્યાય,25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીની જયંતી છે. 6 એપ્રિલ ભાજપનો સ્થાપના દિવસ છે.

કોરોના અંગે પણ પક્ષની તૈયારી
18 જૂનના રોજ ભાજપ સ્પેશિયલ વર્ચ્યુઅલ સેશન યોજશે, તેમાં ભાજપ મહામારી સામે લડવા પર ધ્યાન આપશે. વર્ચ્યુઅલ સેશનમાં એવી વાત પર પણ ચર્ચા થશે કે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કોરોના મહામારીને કોઈ પણ રીતે હરાવવામાં આવશે. આ વર્ચ્યુઅલ સેશનમાં ભાજપની સ્ટ્રેટેજી પર એક ફિલ્મ પણ દેખાડવામાં આવશે. 1દ જુલાઈ સુધી આ ફિલ્મો સ્થાનિક ભાષાઓમાં દેખાડવામાં આવશે.