તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJP Announces 57 Candidates For First And Second Phase, Shubhendu Adhikari To Contest From Nandigram Against Mamata

બંગાળમાં મમતા Vsશુભેંદુ:ભાજપે પહેલા અને બીજા તબક્કા માટે 57 ઉમેદવારોના નામ જાહેર કર્યાં, નંદીગ્રામમાંથી મમતા સામે શુભેંદુ અધિકારી ચૂંટણી લડશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માટે આજે ભાજપે તેની પહેલી યાદી જાહેર કરી છે. સાંજે લગભગ 6.30 વાગે પક્ષે પત્રકાર પરિષદમાં પહેલા અને બીજા તબક્કા માટે કુલ 57 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. આ સાથે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે નંદીગ્રામમાં મમતા બેનર્જી સામે શુભેંદુ અધિકારીને ઉતારવામાં આવી રહ્યા છે. શુભેંદુ અધિકારી નંદીગ્રામમાંથી ધારાસભ્ય છે. પૂર્વ મેદિનીપુર તેમનો ગઢ માનવામાં આવે છે. તેઓ મમતા બેનર્જીને અહીંથી હરાવવાની જાહેરાત કરી ચુક્યા છે.

TMCએ ગઈકાલે 291 ઉમેદવારો જાહેર કર્યાં હતા
પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ શુક્રવારે 291 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. શુક્રવારે આ યાદી જાહેર કરી હતી.શુક્રવારને મમતા બેનર્જીને પોતાના માટે શુભ માને છે. ગત વિધાનસભા ચૂંટણીના સમયે પણ મમતાએ શુક્રવારે જ યાદી જાહેર કરી હતી.

મમતાની યાદીમાં 100 લોકોને પ્રથમ વખત સ્થાન આપવામાં આવી
TMCની યાદીમાં 100 એવા લોકો છે, જેમને પહેલી વખત તક આપવામાં આવી રહી છે. ટીએમસી બંગાળનો પહેલો એવો પક્ષ છે જેણે ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમા 50 મહિલાઓ અને 42 મુસ્લિમ ઉમેદવારોનો સમાવેશ થાય છે.દાર્જીલિંગની 3 બેઠક પર પાર્ટી ચૂંટણી લડશે નહીં. આ બેઠક સહયોગી પક્ષ માટે છોડવામાં આવી છે. મમતા અગાઉ કહી ચુક્યા છે કે તેઓ નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડશે.