તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bitcoin's Blockchain Technology, College Degree, Fertilizer Subsidy To Start Vaccination Plan Ready

સરકારની પહેલ:બિટકોઇનની બ્લોક ચેન ટેક્નોલોજીથી કોલેજ ડિગ્રી, ખાતર સબસિડીથી માંડીને રસી આપવાનો પ્લાન તૈયાર

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક
  • કૉપી લિંક
  • નીતિ આયોગે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી, ઘણાં ક્ષેત્રોમાં પાઇલોટ સ્ટડી પણ પૂરા કર્યા છે

બિટકોઇનનું નામ આજે દરેક ભારતીયએ સાંભળ્યું છે. ભારતીયો આ ડિજિટલ ક્રિપ્ટો કરન્સીમાં 40 અબજ ડોલરનું રોકાણ પણ કરી ચૂક્યા છે. બિટકોઇન અને તેના જેવી વિશ્વની 5 હજાર ક્રિપ્ટો કરન્સી જે ટેક્નોલોજી પર ચાલે છે તેમાં ભારત સરકારને રસ પડ્યો છે. આ ટેકનિકને બ્લોક ચેન ટેક્નોલોજી કહે છે, જેના અભેદ સુરક્ષાતંત્રથી દુનિયાભરની સરકારો વાકેફ છે.

તેથી સરકારે મોટા પાયે ખાનગી, જાહેર તથા સરકારી તંત્રની હિસ્સેદારી ધરાવતા ક્ષેત્રોમાં આ ટેક્નોલોજીના ઉપયોગનો પ્લાન તૈયાર કર્યો છે. નીતિ આયોગે આ ટેક્નોલોજીના ઉપયોગ અંગે વિસ્તૃત સ્ટ્રેટેજિક ડોક્યુમેન્ટ તૈયાર કર્યો છે. ખાતર સબસિડી વિતરણ અને વેક્સિનેશનથી માંડીને યુનિવર્સિટીઓની ડિગ્રીઓ, મિલકતોના રેકોર્ડમાં ટેક્નોલોજી લાગુ કરવાનો સરકારનો ઇરાદો છે. તે અંગે પાઇલોટ સ્ટડી પણ કરાયા છે.

બ્લોક ચેન : ડેટા સાથે છેડછાડ થતાં જ દરેક યુઝરને જાણ થઇ જાય
ઇન્ફર્મેશનના મોટા બ્લોક્સને ઇન્ટરનેટ દ્વારા જોડે છે પણ કોઇ ઇન્ટરમીડિયરી કે સરકારી તંત્ર સાથે જોડાયેલું ન હોવાને કારણે તેમાં કોઇ દખલ નથી દઇ શકતું. બ્લોક ચેન ટેક્નોલોજીનો ફાયદો એ છે કે કોઇ સેવા કે સપ્લાય સાથે સંકળાયેલા તમામ પક્ષકારો જાણી શકશે કે કોઇ દવા ક્યારે ક્યાંથી રવાના કરાઇ, ક્યારે વેરહાઉસમાં પહોંચી, કઇ ડિગ્રી કયા સ્ટુડન્ટની છે, ક્યારે જારી થઇ?

આપણી પાસે ઇન્ફોના મોટા બ્લોક્સ
આધાર:
વિશ્વનો સૌથી મોટો 1.2 અબજ બાયોમેટ્રિક આઇડેન્ટિટી ડેટાબેઝ, જેમાં રોજ અઢી કરોડ ઓથેન્ટિકેશન થાય છે.
યુપીઆઇ: અત્યાધુનિક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, જેના દ્વારા મહિને 1.3 અબજ ટ્રાન્ઝેક્શન્સનું પ્રોસેસિંગ થઇ રહ્યું છે.
જીએસટીએન: તેના પર 40 કરોડ રિટર્ન ફાઇલ થઇ ચૂક્યા છે અને 80 કરોડથી વધુ ઇનવોઇસ લોડ થઇ ચૂક્યા છે.
પીએમ-જય: વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સિસ્ટમ, 50 કરોડ લાભાર્થીનો ડેટા, 11.9 કરોડ ઇ-કાર્ડ જારી થઇ ચૂક્યા છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...